• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમારો લાઇફ પાર્ટનર મિથુન રાશિનો હોય તો?

By Kumar Dushyant
|

[પં. અનુજ કે શુક્લ] વૈવાહિક જીવન વિશે ચર્ચા કરતાં અમારી આ સીરીજમાં અમે મિથુન રાશિવાળા જાતકો વિશે વાત કરીશું. જેમ કે મિથુન રાશિના ચિહ્નમાં તમે જોશો કે એક યુવાન દંપત્તિ જોવા મળે છે. જે દ્વિસ્વભાવનું પ્રતિક છે. મિથુન રાશિવાળાઓમાં માયા પાછળ ભાગવાની ભાવનાઓ જોવા મળવી સામાન્ય વાત છે. આ લોકો પોતાના જીવન સાથી અથવા સંગિની પ્રત્યે હંમેશા શક્તિ બનીને પ્રસ્તૃત થાય છે.

મિથુન રાશિવાળા પોતાની બનાવેલી સીમામાં રહીને કાર્ય કરે છે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તેમની રૂચી હંમેશા રહે છે. પરંતુ એક સમસ્યા એ છે કે તેઓ પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. જો સામેવાળો કોઇ વાત કહે તો તે કલાકો સુધી વિચારે છે, તેમછતાં નિષ્કર્ષ નીકાળી શકતા નથી. સારી વાત એ છે કે આ લોકો ચંચળ સ્વભાવના હોય છે, જો કે તેમના જીવનસાથી સાથે ઝઘડો જલદી થયો નથી. આ લોકો સંશોધક મગજના હોય છે, ક્યારેક જીવનસાથી પર શક કરવા લાગે છે.

અહીં અમે વાત કરીશું આ રાશિની અને જણાવીશું કે છોકરો અથવા છોકરી બંનેમાંથી જ્યારે એક મિથુન રાશિનું હોય તો તેમનો જીવનસાથી કે જીવન સંગીની સાથે કેવો મેળ આવે છે.

મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધનુ | મકર | કુંભ | મીન

છોકરો મિથુન અને છોકરી મેષ

છોકરો મિથુન અને છોકરી મેષ

મિથુન રાશિનો પુરૂષ ઉગ્ર સ્વભાવવાળો હોય છે અને મેષ રાશિનો સ્વભાવ પણ ઉગ્ર હોય છે. આ બંનેની વૈચારિક સ્થિતિ સારી રહેશે. તાત્વિક સામમ્યતા હોવાના કારણે એક-બીજા પ્રત્યે ઉંડો પ્રેમ રહેશે. જો મેષ રાશિની સ્ત્રી મિથુન રાશિના પુરૂષનો સહયોગ કરે છે તો બંને મળીને સફળતાના શિખરો સર કરે છે. તેમની જોડી ઉત્તમ માનવામાં આવશે.

છોકરો મિથુનનો છોકરી વૃષભ

છોકરો મિથુનનો છોકરી વૃષભ

મિથુનની ઉર્વર કલ્પાના શક્તિથી વૃભષની સ્ત્રી પ્રભાવિત રહેશે. આંતરિક સહમતિથી કાર્યને અંજામ આપવામાં બંને વિશ્વાસ કરશે. સારી વિચારસણી કારણે બંને વચ્ચે સારો પ્રેમ રહેશે. તેમનું લગ્નજીવન ઉત્તમ કહેવામાં આવશે.

છોકરો અને છોકરી મિથુન

છોકરો અને છોકરી મિથુન

બંનેનું વાયુ તત્વ હોવાના કારણે આ કલ્પનાઓમાં ખોવાયેલા રહેશે અને વાસ્તુવિકતાથી અજાણ રહેશે. જેના કારણે બંને વચ્ચે વાદ-વિવાદ પણ રહેશે. બંને બુદ્ધિમાન હશે જેના કારણે ચર્ચા પણ ખૂબ થશે. મિથુનની સ્ત્રીએ થોડી તુડમિજાજી તથા ચંચળતા ઓછી કરવી પડશે જેથી સંબંધ સારી રીતે જળવાઇ રહે. તેમની જોડી સામાન્ય રહેશે.

છોકરો મિથુન અને છોકરી કર્ક

છોકરો મિથુન અને છોકરી કર્ક

મિથુન રાશિવાળો પુરૂષ કર્ક રાશિની સ્ત્રીની દરેક વાતને નજરઅંદાજ કરશે અને નકારી કાઢવાનો પ્રયત્ન કરશે. જેના કારણે સંબંધોમાં ખટાસ બની રહેશે. મિથુન રાશિના પુરૂષે કર્કની ભાવનાઓ સમજવી પડશે ત્યારે જીવનની ગાડી બરોબર ચાલશે. તેમનું લગ્નજીવન સારું રહેશે નહી.

છોકરો મિથુનનો અને છોકરી સિંહ

છોકરો મિથુનનો અને છોકરી સિંહ

મિથુનની બુદ્ધિમતા અને સિંહની શક્તિ મળી જાય તો સફળતાના નવા શિખરો સર કરી શકે છે. સિંહ પોતાની સ્ફૂર્તિથી દરેક કામ ઓછા સમયમાં કરી લેશે અને મિથુનનો પુરૂષ બુદ્ધિમતાથી દરેક સમસ્યાનું સમાધાન શોધી કાઢશે. તેમનું લગ્ન જીવન ઉત્તમ રહેશે.

છોકરો મિથુન રાશિનો અને છોકરી કન્યા

છોકરો મિથુન રાશિનો અને છોકરી કન્યા

આ બંને રાશિઓનો સ્વામી બુધ છે. બંનેમાં તાત્વિક સામ્યતા પણ છે. બંને વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે. પરંતુ પરિવારના મુદ્દે વાત કરવાથી ઝઘડો થઇ જશે. જો પારિવારિક વાતો પર ચર્ચા ન કરવામાં આવે તો સંબંધ જળવાઇ રહેશે. સામાન્ય જોડી રહેશે.

છોકરો મિથુનનો અને છોકરી તુલા

છોકરો મિથુનનો અને છોકરી તુલા

મિથુનનો દ્રષ્ટિકોણ તુલાને આકર્ષિત કરશે. બંનેમાં તાત્વિક સામ્યતા છે. તેમછતાં તુલાને પોતાની સૌદર્ય પર અભિમાન રહેશે જેના કારણે ક્યારેક ક્યારેક મીઠી તકરાર થઇ શકે છે. તુલાના તાનાશાહી સ્વભાવને મિથુનને સહન કરવો પડશે. તેમના લગ્નજીવનને મધ્યમ કહી શકાય.

છોકરો મિથુનનો અને છોકરી વૃશ્વિક

છોકરો મિથુનનો અને છોકરી વૃશ્વિક

આ બંનેમાં તાત્વિક વિષમતા જોવા મળી રહી છે. મિથુન રાશિનો પુરૂષ વૃશ્વિક રાશિની સ્ત્રીની લગભગ દરેક વાત માનશે પરંતુ તેના અડિયલ વલણથી પરેશાન રહેશે. પરસ્પર તેમના સંબંધ સારા હોય શકે છે પરંતુ તેના માટે વૃશ્વિકને સમજૂતી અપનાવવી પડશે. બંને વચ્ચે લગ્ન સંબંધ બાંધવો યોગ્ય નથી.

છોકરો મિથુન અને છોકરી ધન

છોકરો મિથુન અને છોકરી ધન

પરસ્પર તેમની વચ્ચે વૈચારિક મતભેદ ઓછા હશે કારણ કે બંનેમાં તાત્વિક સામ્યતા છે. મિથુનનો મજાકિયા સ્વભાવ ધન રાશિની સ્ત્રીને પસંદ આવશે. ધન રાશિની સ્ત્રીને ક્ષણિક ગુસ્સો આવે છે ત્યારબાદ બધુ સામાન્ય થઇ જાય છે. આ વાતને મિથુન રાશિના પુરૂષને યોગ્ય રીતે સમજવી પડશે. તેમની વૈવાહિક જોડી સારી રહેશે

છોકરો મિથુન અને છોકરી મકર

છોકરો મિથુન અને છોકરી મકર

મિથુન રાશિવાળાએ દરેક કામને ઝડપથી કરવાની ટેવ હોય છે અને મકરની સ્ત્રી થોડી આળસું સ્વભાવની હોય છે. જેના કારણે ક્યારેક-ક્યારેક મિથુનને ગુસ્સો આવી જાય છે. મકરની માનસિકતા હલકી રહે છે અને મિથુન પાંખો લગાવીને ઉડવા માંગે છે. આ બંનેનો વૈવાહિક સંબંધ ઠીકઠાક રહેશે.

છોકરી મિથુન અને છોકરી કુંભ

છોકરી મિથુન અને છોકરી કુંભ

મિથુનનો મજાકિયો સ્વભાવ અને બુદ્ધિમતાપૂર્ણ વ્યક્તિત્વ કુંભની સ્ત્રીને આકર્ષિત કરશે. કારણ કે કુંભની સ્ત્રીને ખુશનુમા વાતાવરણ સારું લાગે છે. કુંભ રાશિની સ્ત્રી કેટલીક વાતો છુપાવે છે જેના કારણે ક્યારેક-ક્યારેક તૂ-તૂ, મૈ-મૈ થઇ જશે. તેમનો સંબંધ પરસ્પર પ્રેમ અને વિશ્વાસથી ભરેલો રહેશે. તેમનો વૈવાહિક સંબંધ ઉત્તમ કહી શકાય.

છોકરી મિથુન અને છોકરો મીન

છોકરી મિથુન અને છોકરો મીન

આ બંનેમાં તાત્વિક વિષમતા છે પરંતુ તેમના સ્વામી પરસ્પર મૈત્રી સંબંધ ધરાવે છે. માટે તે બંને પોતાની નાની-નાની ભૂલો સુધારી લેશે તો સંબંધ ટકી જશે. મીન રાશિની સ્ત્રીએ જિદ્દ કરવાની ટેવ છોડવી પડશે અને મિથુન રાશિના પુરૂષે પોતાનો ક્રોધી અને ચિડિયાપણા પર કાબૂ મેળવવો પડશે. તેમની જોડી સાધારણ કહી શકાય.

મિથુન અને મેષ

મિથુન અને મેષ

મિથુનની સ્ત્રી કલ્પનાની દુનિયામાં જીવનાર હોય છે. અને મેષ રાશિના પુરૂષે તેના અનુકુળ ચાલવાનો પ્રયત્ન કરે છે. માટે બંને વચ્ચે સારું બને છે. બસ એકવાત પર ચર્ચા થઇ શકે છે, તે છે સામાજિક મુદ્દા પર. તેમની જોડી સારી રહેશે.

છોકરી મિથુન રાશિની સ્ત્રી અને છોકરી વૃષભ

છોકરી મિથુન રાશિની સ્ત્રી અને છોકરી વૃષભ

વૃષભ રાશિનો પુરૂષ ગંભીર વિચારો ધરાવનાર હોય છે અને મિથુન રાશિની સ્ત્રી ચંચળ સ્વભાવની હોય છે. બંનેમાં વૈચારિક મતભેદની સ્થિતિઓ બની રહેશે. પરંતુ તે એકબીજા વિના રહી શકશે નહી. મિથુનને વૃષભ પર સમર્પણ કરવું પડશે ત્યારે જ સંબંધો સારી રીતે ચાલી શકશે. તેમનો વૈવાહિક સંબંધ ઠીકઠાક ચાલશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો કર્ક

છોકરી મિથુન રાશિની અને છોકરો કર્ક

બંને રાશિઓમાં તાત્વિક વિષમતા છે જેના કારણે બંને વચ્ચે વિરોધાભાસ રહેશે. મિથુન રાશિની સ્ત્રીઓ દરેક વાત શેર કરવાનું યોગ્ય સમજે છે અને કર્ક રાશિનો પુરૂષ ફક્ત કામથી મતલબ રાખશે. એકબીજાને શંકાની નજરે જોશે જેના કારણે સંબંધોમાં તિરાડ પડી જશે. વૈવાહિક સંબંધ કરવો યોગ્ય નથી.

છોકરી મિથુન રાશિની અને છોકરો સિંહ

છોકરી મિથુન રાશિની અને છોકરો સિંહ

મિથુન રાશિનું ચપળ હોવું અને સિંહનું સારું નેતૃત્વ સંબંધોમાં જીવ પુરી દેશે. આ પરસ્પર સહયોગથી કાર્ય કરશે તો સારું પરિણામ મળશે. મિથુન રાશિની સ્ત્રી પોતાની ચાતુર્ય બુદ્ધિથી સિંહને પોતાની અનૂકૂળ બનાવી રાખશે. આ વૈવાહિક સંબંધ સારો ચાલશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો કન્યા

છોકરી મિથુન રાશિની અને છોકરો કન્યા

બંને ઉગ્ર સ્વભાવની રાશિ છે. મિથુનની સ્ત્રી પોતાની બુદ્ધિના બળે કન્યા રાશિના પુરૂષને નિર્દેશિત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ આ સંભવ નથી કારણ કે કન્યા રાશિનો પુરૂષ બીજાના મનની વાતને સમજવામાં સક્ષમ છે. જો પ્રેમથી કન્યા રાશિના પુરૂષને આદેશ આપવામાં આવે તો તે માની જશે. આ વૈવાહિક સંબંધ ઠીક ચાલશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો તુલા

છોકરી મિથુન રાશિની અને છોકરો તુલા

તુલા રાશિનો પુરૂષ મિથુન રાશિની સ્ત્રી પર પોતાની જાન ન્યૌછાવર કરવા માટે તત્પર રહેશે. શરત એ છે કે જુઠ બોલવામાં ન આવે કારણ કે તેને જુઠથી નફરત છે. મિથુન રાશિની સ્ત્રી પણ તુલા રાશિવાળાને મનથી પ્રેમ કરશે. બંને એકબીજાથી કોઇપણ પ્રકારની વાત ન છુપાવે નહીંતર સંબંધો બગડી શકે છે. તેમની જોડી ઉત્તમ કહી શકાશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો વૃશ્વિક

છોકરી મિથુન રાશિની અને છોકરો વૃશ્વિક

બંનેમાં મનભેદની સ્થિતિઓ બની રહેશે કારણ કે એક પૂર્વમાં તો બીજો પશ્વિમમાં જશે. બંનેમાં તાત્વિક વિરોધાભાસ પણ છે. આ પોતાના સંબંધોને મધુર બનાવવા માટે કોઇ ત્રીજી વ્યક્તિનો સહારો લેશે. વૃશ્વિક રાશિનો પુરૂષ અડિયલ વલણ અપનાવશે જે મિથુન રાશિની સ્ત્રી ક્યારેય સહન કરી શકશે નહી. વૈવાહિક સંબંધ કરવો ઉચિત નથી.

છોકરી મિથુન રાશિની અને છોકરો ધન

છોકરી મિથુન રાશિની અને છોકરો ધન

બંનેમાં ગજબનો તાલમેલ જોવા મળશે કારણ કે એકબીજાના મનની વાત સમજશે. જ્યારે મન મળી જાય છે તો બાકીની વસ્તુઓ આપોઆપ મળી જાય છે. બસ મિથુન રાશિની સ્ત્રી ધન રાશિવાળા પુરૂષની ભાવનાઓને ઠેસ ન પહોંચાડે. તેમનું વૈવાહિક જીવન સારું ચાલશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો મકર

છોકરી મિથુન રાશિની અને છોકરો મકર

મકર રાશિનો પુરૂષ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. મિથુન રાશિની સ્ત્રીઓ પોતાની પ્રશંસા સાંભળવા માટે ખુબ આતુર રહે છે. બંને વચ્ચે સારું બનશે પરંતુ જ્યારે પણ એકબીજાની સ્વતંત્રતામાં દરમિયાનગિરી કરવાની કોશિશ કરશે ત્યારે સંબંધોમાં ખટાસ આવશે. તેમની જોડી સામાન્ય રહેશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો કુંભ

છોકરી મિથુન રાશિની અને છોકરો કુંભ

બંનેમાં તાત્વિક સામ્યતા હોવાના કારણે વૈચારિક સંબંધ સારા ચાલશે. પરસ્પર સહમતિ માટે લેવામાં આવેલા નિર્ણય સફળતા કારક સિદ્ધ થશે. એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રાખશે પરંતુ ક્યારેક-ક્યારેક અહંકાર ટકરાઇ જશે. જેના કારણે થોડા દિવસો માટે વાતચીત બંધ થઇ જશે. વૈવાહિક સંબંધ સારો રહેશે.

છોકરી મિથુન રાશિની અને છોકરો મીન

છોકરી મિથુન રાશિની અને છોકરો મીન

મિથુન રાશિની સ્ત્રીનું વાત-વાત પર ટોકવું મીન રાશિના પુરૂષને ગમશે નહી અને કારણ વિના વાદ-વિવાદ થઇ જશે. દેખાડાવાળો પ્રેમ જાજા દિવસ ટકી શકશે નહી માટે જે પણ કરો તેને મનથી કરો. જો એકબીજાની નબળાઇઓ કાઢવાનું બંધ કરી દેશો તો સંબંધ મધુર રહેશે. આ જોડી સામાન્ય રહેશે.

English summary
Gemini natives are one of only three astrological Signs represented by human beings. However, in this case, one is not enough so we have Twins. Here is the compatibility test with other zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more