Astro Calendar: જૂન 2017 નું જ્યોતિષ કેલેન્ડર
ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે કયો દિવસ તમારા માટે શું લઈને આવશે.
ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.
આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે.અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.
કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-
- હૃદય- આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
- વિજળી- આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
- મકાન- આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
- સ્માઈલ- આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
- ઉદાસી- આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
- સ્ટાર- આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
- સિક્કા- જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ
આ મહિનો તમારા માટે પ્રેમથી ભર્યો રહેશે. 2, 4, 13, 14 પ્રેમ માટે ઉત્તમ છે. જે લોકો પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય અથવા પ્રેમી સાથે ડેટ પર જવાનું વિચારી રહ્યા હોય તો આ દિવસ પસંદ કરી શકે છે. 7, 11, 24 તમારા માટે ખુશીઓ લઈને આવશે. નાણાકીય દ્રષ્ટિએ આ સમય ઠીક-ઠાક રહેશે.

વૃષભ
આ માસ દરમિયાન ખર્ચા વધશે, પણ કૌટુંબિક સુખ મેળવી શકશો. ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે. નવું કામ શરૂ કરવાનું વિચારતા હોવ તો તમે 4, 12, 17, 27 તારીખની પસંદગી કરી શકો છો. આ માસ તમારા ભાગ્યનો ઉદય કરશે. પ્રેમ જીવન માટે પણ આ માસ ઉત્તમ છે. 1, 7, 23 તારીખ તમારા માટે રોમાંસ લઈને આવશે.

મિથુન
કુટુંબ સાથે સમય વિતાવશો, ખર્ચા પણ વધશે. કોઈ કારણને લઈ તમે આ મહિને ઉદાસ રહેશો. 5, 8, 24, 30 તમારી ઉદાસીમાં વધારો કરશે. બને તો મિત્રો સાથે સમય વિતાવજો. જો કે આ માસ તમને ઘણો સારો નાણાકીય ફાયદો કરાવી શકે છે. નાણાકીય લેવડ-દેવડ કે કરારો કરવા માટે તમે 1, 3, 14 પસંદ કરી શકો છો. આ દિવસે તમને ધનની વર્ષા થઈ શકે છે.

કર્ક
પૈસા આવશે પણ તેટલા જ જલ્દી ખર્ચ પણ થઈ જશે. 4, 11 ના રોજ કંઈક નવું કરવા માટે ઉત્તમ છે, ભાગ્યનો તમને સાથ મળશે. પ્રેમ જીવન માટે આ માસ સામાન્ય છે. તેમ છતાં તમે 8, 15 ના રોજ પ્રેમીને મળવાનું વિચારી શકો છો. ખુશીઓ રહેવા છતાં પણ તમે કોઈ કારણને લઈ વારંવાર ઉદાસ રહેશો. મિલકતને લગતા કામો આ માસ દરમિયાન થઈ શકે છે.

સિંહ
ધન આવશે પણ ટકશે નહિં, 2, 19, 30 ના રોજ તમને ધનલાભ થઈ શકે છે. વિના કારણે તમને કોઈ ચિંતા પણ સતાવી શકે છે. આ માસ તમારા માટે સામાન્ય રહેશે. મુશ્કેલીઓથી થોડી રાહત મળી શકશે. પ્રેમી યુગલો માટે આ 5, 8, 26 ઉત્તમ જાણાઈ રહી છે.

કન્યા
પ્રેમી યુગલોને ઝગડા થઈ શકે છે, પરિણામે સાચવીને રહેજો. આ માસ દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળી રહેશે. 2, 4, 15, 25 તમારા માટે ઉત્તમ છે. આ દિવસે જે પણ કામ હાથમાં લેશો તમને ફળશે. ખુશીઓનો વરસાદ થશે. ઘણા સમય બાદ તમે મુશ્કેલીઓથી પીછો છુડાવી શકશો.

તુલા
મિલકતની ખરીદી કે વેચાણની ઈચ્છા ધરાવનારા લોકો માટે આ માસ માં 14, 26 તારીખ ઉત્તમ રહેશે. મિલકતને લગતા કામો કરવા માટે આ દિવસની પસંદગી કરી શકો છો. ભાગ્યનો તમને ભરપૂર સાથ મળી રહેશે. પ્રેમી યુગલો માટે આ માસ ઉત્તમ છે. રોમાંસમાં વધારો થશે. પ્રેમી પંખીડાને સાથે રહેવા માટે ઘણો સમય મળી રહેશે.

વૃશ્ચિક
જે જાતકો પોતાના પ્રેમીને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તેમની માટે આ માસ ની 8, 15, 24, 26 તારીખની પસંદગી કરી શકો છો. તેમ છતાં કેટલીક મુશ્કેલીઓને કારણે જીવનમાં હતાશા પણ રહેશે. 12, 21 સારા કામો કરવા માટે ઉત્તમ છે. ભાગ્યનો સાથ મેળવી શકશો. કુટુંબ સાથે સમય વિતાવી શકશો.

ધન
આ માસ દરમિયાન તમારા જીવનમાં ઉદાસી છવાયેલી રહેશે. તમારુ મન લાગશે નહિં. પ્રેમી સાથે મુલાકાત કરવા માટે 15, 24 તારીખની પસંદગી કરી શકો છો. તેમ છતાં તમને ઘણો સારો નાણાકીય ફાયદો પણ થઈ શકે છે. ભાગ્ય પણ તમને સાથ આપશે.

મકર
મકર રાશિના જાતકો માટે આ માસ અત્યંત ફળદાયી રહેશે. ભાગ્યનો તમને ભરપૂર સાથ રહેશે. 2, 3, 9, 13, 22, 28 ના રોજ જે પણ કરશો તમને ફળશે. કંઈક નવું શરૂ કરનારા જાતકો માટે આ દિવસો ઉત્તમ રહેશે. તેમ છતાં વિના કારણે તમને ઉદાસી પણ ઘેરેલી રહેશે. પ્રેમ અને રોમાંસ માટે પણ આ માસ ઉત્તમ છે. લોકોને તમારી અ દેખાઈ થઈ શકે છે.

કુંભ
પ્રેમ જીવન માટે 1, 3, 9, 14, 26 ખાસ છે. આ માસ દરમિયાન પ્રેમીનો અઢળક પ્રેમ મેળવી શકશો. સારા કામો માટે તમે 4, 21, 25 તારીખની પસંદગી કરી શકો છો. આ દવસે કરેલા કામોમાંથી તમે લાભ મેળવી શકશો. માનસિક ઉદાસી પણ રહેશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

મીન
મિલકતના કામો કરવા માટે 7, 10 તારીખ ઉત્તમ રહેશે. પ્રેમી પંખીડીને સાથે વિતાવવાનો પૂરતો સમય મળી રહેશે. બંને સાથે પ્રવાસે પણ જવાનું પ્લાનિંગ કરશો. આ માસ દરમિયાન ભાગ્ય પણ તમને ભરપૂર સાથ આપશે. 1, 17 ના રોજ તમારા પર મુસીબત આવી શકે છે, જે માટે પોતાને તૈયાર રાખજો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
