Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astro Calendar: મે 2017 નું જ્યોતિષ કેલેન્ડર

અહીં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે કયો દિવસ તમારા માટે શું લઈને આવશે.

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

  • હૃદય-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
  • વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
  • મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
  • સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
  • ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
  • સ્ટાર- આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
  • સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.
મેષ

મેષ

પ્રેમ જીવન માટે આ માસ અનુકૂળ છે. પ્રેમીને પ્રપોઝ કે ગિફ્ટ આપવા માંગતા હોવ તેઓ 2, 8, 16 અને 31 તારીખ પસંદ કરી શકે છે, જેનાથી સફળતા જરૂર મળશે. તા.18 ના રોજ નાણાકીય ફાયદો થવાની શક્યતા છે. મહત્વના નિર્ણયો લેવા માટે 3, 28 તારીખની પસંદગી કરી શકો છો, તે દિવસે ભાગ્યનો સાથ મળી રહેશે.

વૃષભ

વૃષભ

આ માસ દરમિયાન તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસી શકે છે. જે લોકો એકલા છે તેમને પ્રેમીની શોધ પૂરીં થઈ શકે છે. 1, 4, 6, 13, 24, 27, 29, 30 દિવસો તમારા પ્રેમ જીવન માટે ઉત્તમ છે. પ્રેમી સાથે નવા જીવનમાં પ્રવેશ પણ કરી શકો છો.

મિથુન

મિથુન

જે જાતકો મિલકતની ખરીદી કે વેચાણ વિશે વિચારી રહ્યા હોય તેમને આ માસ દરમિયાન 1, 10, 29 તારીખ દરમિયાન ફાયદો થઈ શકે છે. પ્રેમ અને રોમાંસ માટે 11, 16, 19 આ ત્રણ દિવસો ઉત્તમ છે. 20, 24 તારીખે તમારા પર કોઈ મુશ્કેલી આવી શકે છે માટે સાચવજો.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ માસ સામાન્ય રહેશે. 3 અને 30 તારીખ તમારા પ્રેમ જીવન માટે અનુકૂળ છે. જ્યારે 07, 22 ના રોજ તમને નાણાકીય ફાયદો થઈ શકે છે.16 અને 26 તારીખએ કામોમાં ભાગ્યનો સાથ પણ મળી રહેશે.

સિંહ

સિંહ

જીવનમાં પ્રેમનો વરસાદ વરસશે. 2, 8, 9, 15, 17 તારીખો પ્રેમ જીવન માટે ઉત્તમ છે, પ્રેમી સાથે સમય વિતાવશો, બને કે બંને સાથે વેકેશન માણવા પણ જઈ શકો છો. રોમાંસમાં વધારો થશે. તેમછતાં કેટલીક ચિંતાઓ પણ સતાવ્યા કરશે. જેને કારણે તમે ઉદાસ પણ રહેશો.

કન્યા

કન્યા

1, 6, 9, 18, 23ના રોજ ભાગ્ય તમારી સાથે છે. જે પણ ઈચ્છા હોય તેના પર આ દિવસે કામ કરજો. તમારી મનોકામના જરૂર પૂરીં થશે. આ માસ દરમિયાન નવી મિલકતની ખરીદી થવાની શક્યતા છે. જીવનમાં પ્રેમ પણ ભરપૂર રહેશે. જેથી તમે ખુશ રહેશો.

તુલા

તુલા

પ્રેમીની વધુ નજીક આવશો. રોમાંસમાં વધારો થશે. 2, 11, 16, 19, 27 તારીખ પ્રેમ જીવન અનુકૂળ છે. આ માસ દરમિયાન તમને નાણાકીય ફાયદો થવાની શક્યતાઓ અનેક ગણી વધારે છે. 1, 21, 29 ના રોજ વેપાર કે અન્ય ક્ષેત્રે તમને પુષ્કળ નફો થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ માસ તમારા માટે મિશ્રિત અસર આપનારો રહેશે. પ્રેમ પણ થશે અને તેમાં તકરાર પણ થશે. જેને કારણે ઉદાસ રહ્યા કરશો. આ સમયમાં કેટલાક એવા પણ પ્રસંગો આવશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. મિલકતની ખરીદી વેચાણ માટે 8, 21 તારીખની પસંદગી કરી શકો છો.

ધન

ધન

આ માસ તમારા માટે ઉદાસી અને નિરાશા લઈને આવી રહ્યો છે. માનસિક અશાંતિ રહ્યા કરશે. તેમ છતાં 12, 14, 30 ના રોજ ભાગ્ય તમારી સાથે છે. ઈચ્છા પ્રમાણેનું ફળ મેળવી શકશો. પ્રેમ જીવન માટે આ માસ ઉત્તમ છે. 11, 15, 17, 27 પ્રેમ જીવન માટે અનુકૂળ છે. આ સમયે બંને સાથે સમય વિતાવી શકો છો. પ્રેમ સંબંધો ગાઢ બનશે.

મકર

મકર

પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે. 1, 11, 23 ના રોજ પ્રેમી માટે સરપ્રાઈઝનું કે સાથે ફરવાનું પ્લાનિંગ કરી શકો છો. 7, 26, 28ના રોજ ભાગ્ય તમારી સાથે છે. ધારેલા કામો પૂરાં કરી લેશો. આ માસ દરમિયાન ઠીક-ઠાક નાણાકીય ફાયદો પણ મેળવી લેશો.

કુંભ

કુંભ

પ્રેમી તમારા પર ખૂબ પ્રેમ વરસાવશે. 2, 3, 6, 21, 27 ના રોજ તમારા જીવનમાં પ્રેમનો વરસાદ થઈ શકે છે. બંને વચ્ચે પ્રેમ અને તાદાત્મય વધશે. તેમ છતાં કેટલાક કારણો તમને ચિંતા કરાવશે. માનસિક અશાંતિનો અનુભવ કરશો. આ સમયે તમારા પર કેટલીક મુશ્કેલીઓ આવશે, જે માટે પોતાની જાતને તૈયાર રાખજો.

મીન

મીન

13, 24, 26, 31 ના રોજ કોઈ શુભ કાર્ય કે શુભ સમાચારને કારણે તમે ખુશ રહેશો. તમે પ્રેમને હકરાદ છો, પ્રેમી તરફથી ભરપૂર પ્રેમ મેળવી શકશો. ભાગ્યનો સાથ પણ જોઈતા પ્રમાણે મળી રહેશે. તમારા માટે આ માસ શુભ રહેશે. વધુ ખર્ચાથી ઉદાસ થશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X