તમારી આદતોથી થઇ શકે છે તમારા ગ્રહો નાખુશ
તમારી સારી કે ખરાબ આદતથી તમારા ગ્રહો ખુશ કે નારાજ થઈ શકે છે. જો તમારામાં પણ હોય આ આદતો તો તેને જલ્દી જ બદલજો.
દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવ્યા કરે છે, અને થોડા સમય બાદ તેનું નિવારણ પણ થઈ જાય છે. પણ કેટલાક લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ ક્યારેય જવાનું નામ લેતી નથી. દેવ-દેવીની પૂજા, મંત્ર જાપ બધુ જ કરવા છતાં કંઈ જ ફાયદો થતો નથી. ઘણી વાર આ મુશ્કેલીઓ પાછળ કેટલાક એવા કારણો હોય છે જ્યાં આપણું ધ્યાન ક્યારેય જતું જ નથી. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં સમજાતું નથી કે આ મુશ્કેલીઓ પાછળનું ખરેખર કારણ શું છે.

ગ્રહ-નક્ષત્ર
જો તમારાથી કોઈ નક્ષત્ર નારાજ હોય તો તેની અસર તમારા જીવનમાં દેખાવા લાગે છે. જેમકે, સૂર્ય તમારાથી નારાજ હોય તો વ્યક્તિને આંખ અને માથાને લગતી મુશ્કેલીથી હેરાન થવું પડે છે. ક્યારેય વિચાર્યું છે કે આ પાછળ શું કારણ હોઈ શકે?
આ પાછળ જવાબદાર છે તમારી આદતો
હા, તમારી કેટલીક આદતો આ ગ્રહોને ક્રોધિત કરવા પાછળ જવાબદાર હોય છે. જો સારી આદત હોય તો તેનું પરિણામ સારું મળે છે, બધા જ ક્ષેત્રે સફળતા મળે છે પણ જો તમારામાં ખરાબ ટેવ હોય તો આ ગ્રહોના નારાજ થવાથી તમારા દરેક કામો બગડે છે. આવો જાણીએ એવી કઈ આદત છે જે તમારા ગ્રહોને નારાજ કરી શકે છે.

ગંદુ પૂજા ઘર
ઘણા લોકો પોતાના પૂજા ઘરને અત્યંત ગંદુ રાખતા હોય છે. દેવી-દેવતાઓને તો સાફ કરે છે, પણ ત્યાંની દિવાલો, લાઈટો, ઝુમર, છત વગેરેની સફાઈ પર ધ્યાન આપતા નથી. ઘરનું પૂજા સ્થાન ગંદુ હોય તો તેનાથી ગુરુ ગ્રહ નારાજ થાય છે, જેનાથી તમારી માન-સન્માનમાં ઘટાડો થાય છે. ધનનું આગમન રોકાઈ જાય છે. કુટુંબમાં વિખવાદ ઉભો થાય છે.

એઠા વાસણો
જ્યાં જમતા હોઈએ ત્યાં જ એઠા વાસણો મુકી ન રાકવા જોઈએ. પોતાના ઘરમાં તો ક્યારેય નહિં. જમી પોતાના વાસણો ઉઠાવી સાફ કરી દેવા જોઈએ. જમીને એઠા વાસણો તે જ સ્થાને મુકી દેવાથી ચંદ્ર અને શનિ નારાજ થઈ જાય છે. આમ થવાથી સફળતામાં અડચણો પેદા થાય છે. વ્યક્તિ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે.

મોડી રાત સુધી જાગવું
મોડી રાત સુધી જાગવાને કારણે ચંદ્ર ક્રોધિત થઈ જાય છે અને અશુભ ફળ આપવા લાગે છે. મોડે સુધી જાગનાર વ્યક્તિ વેપારી હોય તો તેને વેપારમાં નુકશાન થાય છે. પેટ અને માથાના રોગો થાય છે.

શીતળ અને સ્વચ્છ પાણી
ઘરે આવનારા મહેમાનને પ્રેમ પૂર્વક આવકાર આપી તેને શીતલ અને સ્વચ્છ પાણી પાવું જોઈએ. આમ કરવાથી રાહુ ગ્રહ ઠીક રહે છે અને ખરાબ પ્રભાવ પડતો નથી. જો રાહુ રિસાઈ જાય તો જીવન કષ્ટભર્યુ બની જાય છે અને વારંવાર અકસ્માતો થાય છે.

ગંદુ કિચન
રાત્રે તમને કિચન ગંદુ રાખીને સુવાની ટેવ હોય તો ચેતી જજો. ગંદા કિચનથી મંગળ ગ્રહ નકારાત્મક પ્રભાવ આપે છે, જેને કારણે ઘરમાં વિખવાદ, લોહી સંબંધિત રોગો, ઘરના સભ્યોને
વાંરવાર બિમારીઓ રહ્યા કરે છે. પરિણામે રાત્રે પોતાનું કિચન સાફ કરી દેવું.

પાણી
તમારા ઘરમાં તમે જે છોડવા કે ઝાડ રોપ્યા હોય અને તમે તેનું ધ્યાન ન રાખતા હોવ તો તે અત્યંત ખરાબ ટેવ છે. રોજ સવારે ઉઠી છોડવાને પાણી પાવાથી બુધ, શુક્ર, સૂર્ય અને ચંદ્ર મજબૂત બને છે અને શુભ ફળ આપે છે.

પગ ઘસડીને ચાલવું
પગ ઘસડીને ચાલવાની ટેવ અત્યંત ખરાબ છે, જેનાથી એક અજીબ અવાજ થાય છે. આ આદતને કારણે રાહુ ક્રોધિત થઈ જાય છે. જેને કારણે આર્થિક ઉન્નતિમાં અડચણ પેદા થાય છે. વ્યક્તિ રોગોથી ઘેરાયેલો રહે છે.

અસ્તવ્યસ્ત સામાન
ઘરમાં જોડા, કપડા, બેગ, સામાન વગેરે આમ તેમ પહેલા રહેતા હોય અને ઠેકાણે મુકવાની ટેવ ન હોય તો તેનાથી તમારા શત્રુઓની સંખ્યામાં વધારો થાય છે. આ શત્રુ તમને આર્થિક નુકશાન પણ પહોંચાડી શકે છે.

પથારી ફેલાવી રાખવી
સવારે ઉઠતા પોતાની પથારી વાળી લેવી. જે લોકોની પથારી આમ તેમ વિખેરાયેલી હોય, ચારદ-તકિયા અસ્તવ્યસ્ત હોય, રજાઈ વાળેલી ન હોય તો તેનાથી રાહુ અને શનિ ક્રોધિત થાય છે.

વડિલોના આશિર્વાદ
ઘરના વડિલોનું માન કરવું, તેમના આશિર્વાદ લેવા વગેરે તમારી ઉન્નતિનો માર્ગ ખોલી આપે છે. તેનાથી ગુરુ ગ્રહ ખુશ રહે છે અને વ્યક્તિ કુટુંબ અને સમાજમાં માન મેળવે છે.

દાંત વડે નખ કાપવા
જો તમે દાંત વડે નખ કાપવાની ટેવ હોય તો ચેતવી જજો. શનિ અને કેતુ તમારાથી ક્રોધિત થઈ શકે છે. તમે જીવનના સુખોથી વંચિત થઈ શકો છો. આવી વ્યક્તિનું ભાગ્ય રિસાઈ જાય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
