For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માતાના નવમાં સ્વરૂપ સિદ્ધિદાત્રીની કરો પૂજા અને મેળવો સિદ્ધિ

નવરાત્રીના અંતિન દિવસે માં સિદ્ધિદાત્રીની પુજા કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રીની પૂજા કરનાર જાતકોને માં વિશ્વમાં સિદ્ધિ આપે છે. આ અંગે વધુ વાંચો અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિદાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના નવમાં રૂપ સિદ્ધિદાત્રી વિશે.

નવરાત્રીના નવમો દિવસ

નવરાત્રીના નવમો દિવસ

નવરાત્રીના નવમાં દિવસ માતા સિદ્ધિદાત્રીનો પૂજા કરવામાં આવે છે માં નુ રૂપ ખુબ જ મોહક છો. તેઓ કમળના અસન પર બિરાજમાર છે અને સિંહ તેમનું વાહક છે, માં સિદ્ધિદાત્રી તેમાના નામ પ્રમાણે જ જાતકને સિદ્ધિ પ્રદાન કરે છે. તેની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલી નિરાશાનો અંત આવે છે.

સિદ્ધિદાત્રીનું સ્વરૂપ

સિદ્ધિદાત્રીનું સ્વરૂપ

માતાના જમણા અને નીચે વાળા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, ડાબા અને નીચે વાળા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. ભગવતીના આ સ્વરૂપની આપણે નવરાત્રીના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ. માતા દુર્ગાનું આ સ્વરૂપ શતાવરી અને નારાયણીના નામે પણ કહેવાય છે.

 આ શ્લોકથી કરો માતાની પૂજા

આ શ્લોકથી કરો માતાની પૂજા

દરેક પ્રકારની સિદ્ધિઓ અપાવનાર સિદ્ધિદાત્રીની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.

देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

એટલે કે માતા સર્વ તરફ વિરાજમાન છે અને માતા સિદ્ધિદાત્રીના રૂપમાં પ્રસિદ્ધિ અંબા, તમને મારા વારંવાર પ્રણામ છે. હે માતા મને તમારી કૃપાને પાત્ર ગણો.

બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મળે છે

બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મળે છે

માતા તમામ સિદ્ધિઓ દેનારી છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ છે. નવરાત્રી પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠા સાથે સાધના કરનારા જાતકોને જીવનમાં તમામ સિદ્ધિઓ હાંસલ થાય છે. દુનિયામાં કંઈ પણ તેની માટે મુશ્કેલ રહેતુ નથી. બ્રાહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાનીનું સામર્થ્ય તેને હાંસલ થાય છે.

English summary
The ninth and the last day of Navratri festivities end with the worship of the ninth manifestation of the Goddess Durga, the Goddess Siddhidatri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X