દુઃખોના નિવારણ માટે કરો માતા શૈલપુત્રીની પૂજા

Posted By:
Subscribe to Oneindia News

21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના પહેલા રૂપ 'શૈલપુત્રી' વિશે.

નવરાત્રીનો પહેલો દિવસ- માતા શૈલપુત્રીનો

રૂપ-અત્યંત મોહક, સરસ

હાથમાં- કમળ

વાહન-વૃષભ

પૂજા-દુઃખો દૂર થાય છે

શૈલપુત્રીનું સ્વરૂપ

શૈલપુત્રીનું સ્વરૂપ

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. પરિણામે તેમને પ્રથમ દુર્ગા કહેવાય છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે ઉત્પન્ન થવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યુ. આ માતાજીના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળનુ ફુલ સુશોભિત છે. માતા શૈલપુત્રીની આરાધના માટે ભક્તોએ નિમ્નલિખિત મંત્રનો જાપ કરવો જેઈએ. જેથી માતા જાતક પર પ્રસન્ન થાય છે અને તેને આશિર્વાદ આપે છે. દરેક પ્રકારના દુઃખો દૂર કરનારી શૈલપુત્રીની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।

वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

કથા

કથા

એવું મનાય છે કે, માતા પોતાના પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે ઉત્પન્ન થઈ હતી. ત્યારે તેનું નામ સતી હતુ. તેમના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એક વાર પ્રજાપતિ દક્ષે એક મોટુ યજ્ઞ કર્યુ. જેમાં તેમણે દરેક દેવોને યજ્ઞ-ભાગ પ્રાપ્ત કરવા નિમંત્રણ આપ્યુ, પણ ભગવાન શંકરને તેમણે આમંત્રણ આપ્યુ નહિં. સતીએ જ્યારે સાંભળ્યુ કે તેમના પિતા એક વિશાળ યજ્ઞ કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન બેબાકળુ બની ગયુ. પોતાની આ ઈચ્છા તેમણે શંકરને જણાવી. દરેક વાતોનો વિચાર કર્યા બાદ શંકરે કહ્યુ, પ્રજાપતિ દક્ષ કોઈ કારણે આપણાથી નારાજ છે. તેમણે દરેક દેવી-દેવોને આ યજ્ઞ માટે આમંત્રણ આપ્યુ છે. પણ આપણને જાણી-જોઈને બોલાયા નથી. આવા સમયે તમારુ ત્યાં જવુંયોગ્ય નથી.

સતીએ પોતાને બાળી ભસ્મ કરી દીધી

સતીએ પોતાને બાળી ભસ્મ કરી દીધી

સતીનો પ્રબળ આગ્રહ જોઈ શંકરે તેમને યજ્ઞમાં જવાની રજા આપી. સતી જ્યારે ઘરે પહોંચી ત્યારે માત્ર માતાએ તેમને સ્નેહ આપ્યો. દરેક લોકોમાં ભગવાન શંકર માટે તિરસ્કારનો ભાવ હતો.. દક્ષે પણ તેમની માટે અપમાન જનક શબ્દો કહ્યા. જેથી સતીને દુઃખ થયું. તે પોતાના પતિનું આ અપમાન સહન કરી શકી નહિં અને અગ્નિમાં પોતાને બાળીને ભસ્મ કરી નાખી.

શૈલપુત્રી શિવની અર્ધાંગિની બની

શૈલપુત્રી શિવની અર્ધાંગિની બની

આ કારણે દુઃખી થઈ શંકર ભગવાને આ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આ જ સતી આગવા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે જન્મી અને શૈલપુત્રી કહેવાઈ. શૈલપુત્રીના લગ્ન પણ ભગવાન શંકર સાથે થયા. શૈલપુત્રી શિવની પત્ની બની. તે અનંત શક્તિ છે. પાર્વતી અને હેમવતી પણ આ જ દેવીના અન્ય નામ છે.

English summary
On the first day of Navratri, the first form of Navadurga and the daughter of Himalayas, Shailaputri is worshipped. She is the absolute form of mother nature.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.