જાણો નવરાત્રીમાં અખંડ જ્યોતિનું મહત્વ!

Posted By:
Subscribe to Oneindia News

પોતે બળીને પ્રકાશ ફેલાવે તેને દિપક કહે છે. નવ દિવસ સુધી માતા શક્તિની આરાધના કરનારા જાતકો અખંડ જ્યોત જલાવી માતા અંબાની સાધના કરે છે. અખંડ જ્યોતનો અર્થ છે કે, જે ખંડિત નથી. અખંડ જ્યોતિને વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને પ્રજ્વલિત કરવામાં આવે છે. આવો જાણીએ કે અખંડ જ્યોત પ્રજ્વલિત કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ, અને અખંડ જ્યોત જલાવવાથી શું શું લાભ થાય છે.

navratri

Read also : ચૈત્ર નવરાત્રી:માં અંબાના તમામ ભક્તોએ જાણવા જેવી વાતો!

  • દિપકની જ્યોતિ ડાબેથી જમણી બાજુ તરફ પ્રજ્વલિત થવી જોઈએ. આ પ્રમાણે જલતો દિપક આર્થિક સૂચક હોય છે.
  • જે દિવાનો તાપ દિવાની ચારે બાજુ અનુભવાતો હોય, તે દિવો ભાગ્યોદયનો સૂચક છે.
  • જે દિવાની જ્યોતિ સોના જેવી સુવર્ણ હોય તો તે જીવનમાં ધન-ધાન્યની વર્ષા કરાવે છે અને વ્યવાસાયમાં ઉન્નતિ લાવે છે. 
  • એક વર્ષ સુધી સળંગ જ્યોતિ પ્રજ્વલિત કરવાથી ઘરમાં તમામ ખુશીઓનો વરસાદ વરસે છે. એવી જ્યોત વાસ્તુ દોષ, કલેશ, તાણ, ગરીબી જેવી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે.
  • જો તમારી અખંડ જ્યોતિ વિના કારણે બુઝાઈ જાય તો માની લેવું કે તમારા જીવનમાં આર્થિક તંગી આવવાની છે. આ દિવો વેપાર સ્થળે બુઝાઈ જાય તો માનવું કે વેપારમાં મોટી હાની થવાની શક્યતા છે.
  • દિવામાં વારંવાર દિવેટ બદલવી નહિં. એક દિવાથી બીજો દિવો પ્રગટાવવો અશુભ મનાય છે. આમ કરવાથી રોગમાં વૃધ્ધિ થાય છે, અને માંગલિક કામોમાં અડચણ પેદા થાય છે.
  • પૂજાની થાળી કે આરતીના સમયે એક સાથે અનેક દિવા પ્રગટાવી શકાય છે.
  • સંકલ્પ લઈને કરેલું અનુષ્ઠાન કે સાધનામાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે.
  • અખંડ જ્યોતિમાં ધી નાખવાનું અથવા તેમાં કોઈ પણ ફેરફાર કરવાનું કામ સાધકે જ કરવું, બીજી કોઈ વ્યક્તિ નહિં.
English summary
Navratri is going on from 28 March 2017 to 5 April 2017. Here is the importance of Akhand Jyoti.
Please Wait while comments are loading...