For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2021: શારદીય નવરાત્રિના ઘટ સ્થાપનાના મુહૂર્ત

આસો મહિનાની શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર, 2021ના રોજ ગુરુવારે પ્રારંભ થઈ રહી છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસો મહિનાની શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર, 2021ના રોજ ગુરુવારે પ્રારંભ થઈ રહી છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. માતાના આવાહન-સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી છે. 7 ઓક્ટોબરના રોજ પ્રતિપદા તિથિ બપોરે 1 વાગીને 46 મિનિટ સુધી રહેશે. આ દિવસે ચિત્રા નક્ષત્ર રાતે 9.13 વાગ્યા સુધી રહેશે. માટે ઘટ સ્થાપના બપોરે 1.46 વાગ્યા સુધી કરવાની રહેશે કારણકે ત્યારબાદ દ્વિતીયા તિથિ થઈ જશે.

ma durga

ચોઘડિયા મુજબ મુહૂર્ત

શુભઃ સવારે 6.12 વાગ્યાથી સવારે 7.50 સુધી
ચરઃ સવારે 10.46 વાગ્યાથી બપોરે 12.14 વાગ્યા સુધી
લાભઃ બપોરે 12.14 વાગ્યાથી બપોરે 1.43 વાગ્યા સુધી
અમૃતઃ બપોરે 1.43 વાગ્યાથી બપોરે 1.46 વાગ્યા સુધી
અભિજિતઃ સવારે 11.51 વાગ્યાથી બપોરે 12.38 વાગ્યા સુધી

લગ્ન અનુસાર મુહૂર્ત

વૃશ્ચિકઃ સવારે 9.22 વાગ્યાથી 11.38 વાગ્યા સુધી

નવરાત્રિ પ્રારંભ થવાની સમય કુંડળી

ઉજ્જૈનની ગણતરી અનુસાર 7 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 6.21 વાગે સૂર્યોદય થશે. સૂર્યોદયના સમયની લગ્નકાલિક કુંડળી અનુસાર કન્યા લગ્ન અને કન્યા રાશિ બને છે. લગ્નમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ ચારે લગ્નમાં વિરાજમાન છે. શુક્ર-કેતુ પરાક્રમ ભાવમાં, બૃહસ્પતિ-શનિ પંચમ અને રાહુ વૃષભનો થઈને નવમ સ્થાનમાં છે. આ બધી ગ્રહ દશાઓ ભાગ્યોદયકારી કુંડળીનુ નિર્માણ કરી રહી છે. લગ્નમાં બુધાદિત્ય યોગ સાથે ચંદ્ર-મંગળની યુતિ પણ છે. બુધાદિત્ય યોગ જ્યાં સર્વત્ર શુભ કરવાના સંકેત આપી રહ્યા છે ત્યાં ચંદ્ર-મંગળની યુતિ થોડી માનસિક પરેશાનીઓ આપી શકે છે. પરાક્રમ ભાવનો શુક્ર-કેતુ અચાનક રીતે આર્થિક લાભ અને ભોગ-વિલાસના સાધનો આપી શકે છે. ભાગ્ય સ્થાનનો રાહુ બધાના સંકટ દૂર કરવાના સંકેત આપી રહ્યો છે.

ગ્રહ સ્થિતિઓ શુભ

જે લોકો માટે આ ગ્રહ સ્થિતિઓ શુભ છે અને જેમના માટે અશુભ છે તે બધાલોકો સમાન રીતે માતા દુર્ગાનની આરાધના નવરાત્રિમાં કરે. દુર્ગાસપ્તશતીના પાઠ કરે. શુદ્ધ રહે, સાત્વિક રહે. મન-વિચાર અને કર્મોને શુદ્ધ રાખે.

English summary
Navratri 2021 begin on Thursday, October 7, 2021, Know Kalash sthapana, puja time and Muhurat in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X