ચંદ્રના જન્મ વિશેની આ પૌરાણિક વાર્તાઓ, તમે નથી જાણતા!

Posted By:
Subscribe to Oneindia News

પૃથ્વીની સૌથી નજીક રહેનારા ગ્રહ ચંદ્રમાં ગજબનું આકર્ષણ હોય છે. ચંદ્રનો પૃથ્વી પર સૌથી વધુ પ્રભાવ પડે છે. પરિણામે હિંદુ ધર્મમાં આવનારા મોટાભાગના તહેવારો પૂનમના દિવસે મનાવવામાં આવે છે. પૂનમ વખતે ચંદ્રમાં 108 અંશ હોય છે, જેની સીધી કિરણો પૃથ્વી પર પડે છે. ચંદ્ર જે જ્યોતિષ અને વેદોના મનનો કારક કહેવાય છે. સાહિત્યમાં એને સોમ કહેવાય છે. આપણા જીવનમાં ખાસ મહત્વ ધરાવનાર ચંદ્ર વિશે તમે શું જાણો છો? તેનો જન્મ કેવી રીતે થયો? વિવિધ પુરાણોમાં આ અંગે જુદી જુદી વાર્તાઓ દર્શાવાયેલી છે. જેનો વિસ્તૃત ઉલ્લેખ જાણવા વાંચો આગળ....

moon

અગ્નિ પુરાણ
અગ્નિ પુરાણ પ્રમાણે બ્રહ્માએ જ્યારે વિષ્ણુની રચના કરવાનું મન બનાવ્યુ ત્યારે સૌથી પહેલા માનસિક સંકલ્પ દ્વારા માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમાંના એક માનસ પુત્ર ઋષિ અત્રિના લગ્ન ઋષિ કર્દમની કન્યા અનસુયાથી થયા. જેનાથી દુર્વાસા, દત્તાત્રેય અને સોમ નામના આ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા.

પદ્મ પુરાણ
પદ્મ પુરાણમાં ચંદ્રના જન્મનું વિસ્તૃત વર્ણન કરેલું છે. બ્રાહ્માએ પોતાના માનસ પુત્ર ઋષિ અત્રિને સૃષ્ટિના વિસ્તાર કરવાની આજ્ઞા આપી. અત્રિએ અનુત્તર નામનું તપ કરવાનું શરૂ કર્યુ. ઘણા વર્ષ હેરાન થયા બાદ એક દિવસે તપ કરતી વખતે ઋષિ અત્રિની આંખોમાંથી પ્રકાશના ટીંપા ટપક્યા, જે દિશાઓએ સ્ત્રી રુપ ધારણ કરી ગ્રહણ કરી લીધા. જે તેમનામાં ગર્ભ રૂપે રહ્યા. પણ આ તેજવાન ગર્ભને દિશાઓ ધારણ ન કરી શકી અને ત્યાગી દીધા. આ ત્યાગેલા ગર્ભનુ બ્રહ્માએ પાલન-પોષણ કરી તેનું નામ ચંદ્ર પાડ્યુ. ચંદ્રના દિવ્ય તેજથી પૃથ્વી પર ઔષધિઓ ઉતપન્ન થઈ. જેને કારણે બ્રહ્માએ ચંદ્રને નક્ષત્ર, વનસ્પતિઓ, બાહ્મણ અને તપ વગેરેના સ્વામી નિયુક્ત કર્યા.

સ્કન્દ પુરાણ
જ્યારે દેવો અને દૈત્યોએ મળી ક્ષીર સાગરનું મંથન કર્યુ તેમાંથી 14 પ્રકારના રત્નો નીકળ્યા. આ રત્નોમાંનું જ એક રત્ન ચંદ્ર પણ છે. લોક કલ્યાણ માટે આ વિષને ભગવાન શંકરે ગ્રહણ કરી લીધુ અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરી લીધું. ચંદ્રનું અસ્તિત્વ સમુદ્ર મંથન પહેલા પણ જોવા મળે છે. સ્કન્દ પુરાણના જ મહેશ્વર ખંડમાં ઋષિ ગર્ગાચાર્યે સમદ્ર મંથનનું મુહૂર્ત કાઢતી વખતે કહ્યું હતુ કે, આ સમયે દરેક ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. ચંદ્ર થી ગુરુનો શુભ યોગ બની રહ્યો છે, જે કાર્ય સિધ્ધિ માટે ઉત્તમ છે. પરિણામે એમ કહી શકાય કે ચંદ્રનો જન્મ અનેક કાળોમાં થયો હશે. ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની નક્ષત્ર રૂપી 27 કન્યાઓથી થયા હતા. ચંદ્રને રોહિણી સૌથી વધુ પ્રિય છે, કારણ કે ચંદ્ર વધુ સમય રોહિણી નક્ષત્રમાં રહે છે. આ 27 નક્ષત્રોના ભોગથી એક ચંદ્ર માસ પૂર્ણ થાય છે.

English summary
Origin of the Moon refers to any of the various explanations for the formation of the Moon, Earths natural satellite.
Please Wait while comments are loading...