હાથની આ રેખાઓ હાર્ટ એટેક તરફ ઈશારો કરે છે

આપણા હાથની રેખાઓ આપણા વિશે ઘણું કહે છે. આપણા વ્યક્તિત્વથી લઈને આજ અને આવતી કાલ ને સંબંધિત ઘણી મહત્વની માહિતી આપણી હસ્ત રેખાઓ દ્વારા મેળવી શકીએ છીએ.

આપણા હાથની રેખાઓ આપણા વિશે ઘણું કહે છે. આપણા વ્યક્તિત્વથી લઈને આજ અને આવતી કાલ ને સંબંધિત ઘણી મહત્વની માહિતી આપણી હસ્ત રેખાઓ દ્વારા મેળવી શકીએ છીએ. આજે, અમે તમને એ જાણવામાં મદદ કરીશું કે વ્યક્તિના હાથમાં કયાં પ્રકારની હૃદય રેખા હૃદય રોગ તરફ ઈશારો કરે છે, અથવા જો તમારા હાથમાં આવી હૃદય રેખા છે તો તમને હાર્ટ એટેક આવવાની પૂરી શક્યતા છે. તો ચાલો આપણે જાણીએ કે હૃદય રેખા શું કહે છે.

તૂટેલી હૃદય રેખા

તૂટેલી હૃદય રેખા

જો તમારી હૃદય રેખા તૂટેલી છે અને તે સૂર્ય રેખાની નીચે છે તો તમે સાવચેત રહો, કારણ કે આ એ વાતનો સંકેત કરે છે કે તમને ભયંકર હાર્ટ એટેક આવી શકે છે.

હૃદય રેખા પર કાળું નિશાન

હૃદય રેખા પર કાળું નિશાન

જો કોઈ વ્યક્તિની હૃદય રેખા પર કોઈ પ્રકારનું કાળું નિશાન છે, તો તેનો અર્થ એ થાય કે તેને ખુબ મોટું હાર્ટ એટેક આવી શકે છે જેમાં તેની મૃત્યુ પણ થઇ શકે છે.

તૂટેલી હૃદય રેખા મષ્તિસ્ક રેખાને મળે

તૂટેલી હૃદય રેખા મષ્તિસ્ક રેખાને મળે

જો તૂટેલી હૃદય રેખા મષ્તિસ્ક રેખાને મળે છે અને તેના અંતમાં ક્રોસનું નિશાન બનેલું હોય તો વ્યક્તિ પાસે મગજનો હુમલો થઇ શકે છે, જેમાં વ્યક્તિને જીવ જોખમ પણ હોય છે.

અધૂરી હૃદય રેખા

અધૂરી હૃદય રેખા

જો તમારી હૃદય રેખા અધૂરી છે એટલે કે પૂર્ણ થયા વગર ગુરુપર્વતમાંથી નીકળી વચ્ચે જ અટકી છે તો તે એ વાત તરફ ઈશારો કરે છે કે ભવિષ્યમાં તમને ભયંકર હૃદય સંબંધિત રોગ થવાની શક્યતા છે.

હૃદય રેખા પર ક્રોસ

હૃદય રેખા પર ક્રોસ

જો વ્યક્તિની હૃદય રેખા તૂટી રહી હોય અને તેના પર ક્રોસ અથવા દ્વીપ નિશાન દેખાય તો, તેનો અર્થ એ કે તેને હાર્ટ એટેક જરૂર આવશે.

આ રોગો પણ થઇ શકે છે

આ રોગો પણ થઇ શકે છે

  • જે વ્યકિતની હૃદય રેખા પર તારાનું નિશાન હોય અને તે શનિ પર્વત નીચે હોય, તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિને બ્લડ પ્રેશર અને સંધિવા જેવા રોગો થવાની શક્યતા હોય છે.
  • જો કોઈ વ્યક્તિના ચંદ્ર પર્વત પર નક્ષત્ર ચિન્હ હોય તો, તેને પેટ સંબંધિત કોઈ રોગ થઇ શકે છે.
  • જો તમારા હૃદયની રેખા પર શનિના નીચે એક દ્વીપ ચિહ્ન છે, તો તમને કરોડરજ્જુને સંબંધિત બિમારી થવાની શક્યતા છે.
  • મગજની રેખા પર મંગળની નજીક સફેદ રંગનો ડાઘ અને બંને હાથની તૂટેલી હૃદય રેખા કિડનીના રોગ તરફ સંકેત કરે છે.
  • મગજની રેખા પર શનિ ક્ષેત્ર નીચે જંજીર જેવું કોઈ નિશાન બનેલું હોય તો વ્યક્તિને ફેફસા અથવા ગળા સાથે સંકળાયેલ રોગો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X