For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ વિશ્લેષણઃ લગ્નજીવન માટે કેવી રહેશે મિથુન અને મીન રાશિની જોડી?

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ રાશિ ચક્રની 12મી રાશિ મીન છે. આ રાશિનું ચિન્હ માછલી છે. મીન રાશિનો સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે. જે જળ તત્વની રાશિ છે.

મીન રાશિના લોકો વ્યવહાર કુશળ હોય છે. જેને કારણે તેમની દરેક લોકો સાથે સારી બને છે. તેઓ સામેવાળી વ્યકિતના વિચારને જલ્દી જ સમજી જાય છે.

તેઓ અત્યંત સંવેદનશીલ હોય છે અને હંમેશા દેખાડો કરતા રહે છે. ત્યાં જ મિથુન રાશિના જાતકો પોતાની રાશિ પ્રમાણે દ્વિસ્વભાવના હોય છે. આ રાશિના જાતકો પોતાના જીવનસાથીની શક્તિ બનીને રહે છે. આવો જાણીએ આ બંને રાશિ લગ્નસંબંધમાં જોડાય તો તેમની કેવી પટશે?

મિથુન રાશિના જાતક

મિથુન રાશિના જાતક

મિથુન રાશિના લોકો કોઈ પણ વ્યકિતની સાથે સરળતાથી હળીમળી જાય છે અને તેઓ સ્વભાવે સરળ હોય છે. ઉપરાંત આ રાશિના લોકો બુદ્ધિ અને સુઝબુઝથી કામ લેનારા હોય છે. મિથુન રાશિના લોકો સમિતિ મર્યાદામાં રહેવું પસંદ કરે છે. તેઓ ચંચળ સ્વભાવના હોય છે, જેથી તેઓ પોતાની અને બીજાની ખુશીઓનું પણ ધ્યાન રાખે છે.

મીન રાશિના જાતક

મીન રાશિના જાતક

મીન રાશિના લોકોની સાથે તેમને ભળવામાં થોડી મુશ્કેલી આવી શકે છે, કારણ કે તેમની નિર્ણય લેવાની રીત, જીવનને જીવવાની રીત અત્યંત અલગ હોય છે અને મીન રાશિના લોકો તેમનાથી તદ્દન જુદી દિશામાં વિચારે છે.

મીન પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે અનુકૂળતા

મીન પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે અનુકૂળતા

મીન પુરુષનો જોશ મિથુન સ્ત્રીને આકૃષ્ટ કરી શકે છે. થોડા દિવસો બાદ તેમનામાં મતભેદ શરૂ થઈ શકે છે. મીન પુરુષ માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી મુશ્કેલ હોય છે. જ્યારે મિથુન રાશિની સ્ત્રી સરળતાથી પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. સ્ત્રીની તીવ્ર વાણી અને રૂખો વ્યવહાર પુરુષની સંવેદનશીલતાને ઠેસ પહોચાડી શકે છે. સંબંધ ટકાવી રાખવા મિથુન મહિલાએ પુરુષ પર પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરતા રહેવું જોઈએ. પુરુષની અનુકૂળતાને મજબૂત કરવા માટે ખુલીને પોતાની લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ

મીન સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે અનુકૂળતા

મીન સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે અનુકૂળતા

મિથુન અને મીનની જોડી એક ઉત્તમ જોડી ન કહી શકાય. મિથુન રાશિને જ્યાં ફેરફાર ગમે છે, ત્યાં જ મીન રાશિને સ્થિરતા ગમે છે. મિથુનને આજે જે ગમે છે બને તે કાલે પસંદ ન હોય, આ તેમનું નકારાત્મક લક્ષણ છે. મીન સ્ત્રી જે વ્યકિતને પ્રેમ કરે છે તેની પરવાહ કરે છે, મીન રાશિના જાતકો લાગણીશીલ હોય છે. જ્યારે મિથુનના શબ્દોકોષમાં લાગણી જેવો કોઈ શબ્દ જ નથી હોતો. સકારાત્મક પાસુ એ છે કે મીન રાશિની સ્ત્રી પોતાની દ્રઢ શક્તિથી ચીજોને સુધારી શકે છે.

English summary
pisces and gemini compatibility. A Piscean is quixotic and is always in a never never land and a Geminian thinks practically. This love match can sweep out compatibility problems if Geminian learns to be sensitive and Piscean thinks practically
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X