Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: મીન રાશિને બિઝનેસમાં સફળતા મળશે

મીન રાશિના વેપારીઓ માટે પરિસ્થિતિ ધીરે-ધીરે અનુકૂળ બની રહી છે. વર્ષ 2017 તમને ઘણી બધી ભેટ આપનાર છે.

મીન રાશિના વેપારીઓ માટે પરિસ્થિતિ ધીરે-ધીરે અનુકૂળ બની રહી છે. તમે લાંબા સમયથી વેપારમાં લાભ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છો, તો હવે એ સમય આવી ગયો છે. વર્ષ 2017 તમને ઘણી બધી ભેટ આપનાર છે. વેપારીઓ પોતાની કર્તવ્ય નિષ્ઠા અને પરિશ્રમને કારણે આવકમાં વધારો કરવામાં સફળ રહેશે. નવાં કાર્યો શરૂ કરવાનો ઉત્સાહ રહેશે અને તમે નવાં કાર્યો શરૂ પણ કરશો.

pisces

પરંતુ ધ્યાન રાખજો, ઝડપથી કાર્ય પાર પાડવાના ઉત્સાહમાં કોઇ એવા વેપારમાં પૈસા ન રોકી દેતા, જેને કારણે પાછળથી પસ્તાવું પડે. માટે વેપારમાં પૈસાનું રોકાણ કરતાં પહેલા વડીલ કે કોઇ વિશેષજ્ઞની સલાહ ચોક્કસ લેજો.

મોટું રોકાણ, મોટો લાભ

માર્ચથી મે અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં તમે વેપારના વિસ્તાર માટે જે પણ મહેનત કરશો, તેનું પરિણામ તમને આવનાર વર્ષોમાં ચોક્કસ મળશે. મોટું રોકાણ કરશો અને તેનાથી મોટો લાભ પણ મળશે. વેપારની વૃદ્ધિમાં પત્નીનો પૂરો સાથ મળશે. સાસરા પક્ષના પૈસા પણ તમે તમારા વેપારમાં લગાવશો.

મીન રાશિના હોટલનો વ્યવસાય ચલાવતા જાતકોને આ વર્ષે ખૂબ કમાણી થશે. ટૂરિસ્ટ ઓપરેટર, બસ માલિક, પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલી લોકોને પણ લાભ થશે. આ સિવાય મેરેજ ગાર્ડન અને લક્ઝરી આઇટમની ખરીદ-વેચાણનું કામ કરતા લોકોને પણ નફો થશે.

  • લાભઃ સોનું, ચાંદી, લક્ઝરી ઘડિયાળ, મેડિસિન, ખાદ્યપદાર્થ
  • નુકસાનઃ તેલ અને અનાજનો વેપાર
  • ઉપાયઃ ભગવાન ગણેશની આરાધના કરવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X