પુષ્ય નક્ષત્રમાં જન્મેલ લોકો કેવા હોય છે?

Posted By:
Subscribe to Oneindia News

જેમ વ્યક્તિની જન્મ રાશિ તેના જીવન પર અસર કરે છે તેવી જ રીતે વ્યક્તિના જન્મ નક્ષત્ર તેમના સ્વભાવ અને વ્યવહારમાં ઘણા અસર કરે છે.દરેક જાતકના અલગ-અલગ નક્ષત્રો હોય છે અને તેનો પ્રભાવ પણ અલગ-અલગ હોય છે. કોઈ પણ વ્યક્તિના જન્મ નક્ષત્ર પરથી તેનો સ્વભાવ કેવો છે. તે જાણી શકાય છે.આ શ્રૃંખલાના બીજા ભાગમાં આજે આપણે વાત કરીશું આદ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા અને મધા નક્ષત્રના લોકોના સ્વભાવ અને વ્યવહારની.

આદ્રા

આદ્રા

આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકો અત્યંત નમ્ર સ્વભાવના હોય છે, પણ તેઓ દિલથી ઘણામજબૂત હોય છે. તેઓ ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાનું સંતુલન જાળવી રાખે છે. તેમના નરમ સ્વભાવને કારણે ઘણા લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે. તઓ ખર્ચા વધુ કરે છે. ધાર્મિક કામોમાં આગળ ચાલી ભાગીદારી લે છે. આદ્રા નક્ષત્રમાં જન્મનારા લોકો સામાન્ય રીતે ઈન્જીનિયર કે મશીનરી સાથે જોડાયેલા કોઈ કામમાં હોય છે. તેમનો ભાગ્યોદય 25 વર્ષના આયુષ્ય બાદ થાય છે.

પુનર્વસુ

પુનર્વસુ

પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલા બુદ્ધિમાન અને વિદ્વાન હોય છે. તેમના મિત્રોની સંખ્યા અનેકગણી હોય છે અને તેમની વચ્ચે તેઓ લોકપ્રિય પણ હોય છે. તેમને ઉત્તમ અને ગુણવાન સંતાન અવતરે છે અને સંતાનોના શુભ કામોથી તેમના સન્માનમાં વધારો થાય છે. કાવ્ય પ્રેમી, માતા-પિતાની સેવા કરનારા અને જીવનની દરેક પળોને આનંદથી માણનારા હોય છે. તેમનો ભાગ્યોદય 24 વર્ષના આયુષ્ય બાદ થાય છે.

પુષ્ય

પુષ્ય

પુષ્ય નક્ષત્રમાં જન્મ લેનારા જાતકો પરોપકારી, હોંશિયાર, ધર્મમાં વિશ્વાસ રાખનારા, હંમેશા બીજાના કામમાં મદદ કરનારા હોય છે. આવી વ્યક્તિ અત્યંત ચતુર હોય છે. પડદા પાછળની
વાતો અને ઘટનાઓને જાણી-સમજી લેવાની તેમનામાં અદભુત ક્ષમતા હોય છે. તેઓ શારીરિક રીતે પણ અત્યંત સુંદર હોય છે. ઈશ્વરની તેમનામાં અગાધ શ્રદ્ધા હોય છે. કવિ, લેખક, પત્રકાર, વકીલ, શિક્ષક અને અધ્યયનમાં તેમનો રસ હોય છે. ધન સંપદાના તેઓ માલિક હોય છે. તેમનો ભાગ્યોદય 25 વર્ષ બાદ થાય છે.

અશ્લેષા

અશ્લેષા

આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકો બીજાના કામને જોઈ તેની નકલ કરવામાં એક્સપર્ટ હોય છે. તેમનામાં અક્કડ અને ઘમંડ બંને હોય છે. હંમેશા પોતાના ફાયદાનું વિચારે છે અને તેની માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. પાપ-પરોપકારનો વિચાર કર્યા વિના પોતાનું કામ કરતા રહે છે પરિણામે સંબંધો અને મિત્રોથી તેમને ઓછું બને છે. અનેક મુદ્દાઓમાં તેઓ અત્યાચારી, દુરાચારી, ખરાબ વર્તન કરનારા હોય છે. તેમનો ભાગ્યોદય 30 વર્ષની ઉંમરે થાય છે.

મઘા

મઘા

આ નક્ષત્રમાં જન્મનારા જાતકો ખુશખુશાલ, ધનવાન હોય છે. જીવનસાથી સાથે તેમનો પ્રેમ હંમેશા જળવાઈ રહે છે. માતા-પિતાની સેવા કરે છે, ચતુર, વ્યવહાર કુશળ, વેપારમાં લાભ મેળવે છે. જો કે તેઓ કામી વ્યકિત હોય છે. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી છે તો તે અનેક પુરુષો સાથે સંબંધ સ્થાપે છે અને તે જો પુરુષ હોય તો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. તેમનો ભાગ્યોદય 25 વર્ષની ઉંમર બાદ થાય છે. જો ક્રૂર ગ્રહોની મહાદાશ ચાલી રહી હોય તો અને તેમાં સૂર્ય, મંગળ અને ગુરુની અંતર્દશા દરમિયાન તેમને દુશ્મનોથી હાની થાય છે.

English summary
Know the characteristics of Male and Female according to their birth nakshatra.
Please Wait while comments are loading...