Santan Gopal Mantra: ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે કરો સંતાન ગોપાલ મંત્રનો જાપ
સૌથી વધુ સિદ્ધ, પ્રભાવી અને ચમત્કારિક રીતે અસર બતાવનાર મંત્ર સંતાન ગોપાલ મંત્ર હોય છે. જાણો તેના વિશે બધુ.
નવી દિલ્લીઃ વૈદિક શાસ્ત્રોમાં ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અનેક મંત્ર જપ, તપ, અનુષ્ઠાન, હવન, વ્રત વગેરે જણાવવામાં આવ્યા છે પરંતુ આ બધામાં સૌથી વધુ સિદ્ધ, પ્રભાવી અને ચમત્કારિક રીતે અસર બતાવનાર મંત્ર સંતાન ગોપાલ મંત્ર હોય છે. આ મંત્રની મહિમા અનેક શાસ્ત્રોમાં મળે છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ મંત્રના પ્રભાવથી મનુષ્યને નિશ્ચિત રીતે ઉત્તમ ગુણોથી યુક્ત સંતાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ મંત્રનો જાપ પૂર્ણ શ્રદ્ધા સાતે સાત્વિક રહીને કરવો જોઈએ. આના સંપૂર્ણ નિયમોનુ પાલન કરીને જપ કરવાથી સિદ્ધિ જલ્દી થાય છે. આ મંત્ર એ લોકો માટે પણ અત્યંત પ્રભાવી છે જેમને સંતાન સુખમાં કોઈ અડચણ આવી રહી છે.

સંપૂર્ણ મંત્ર
વિનિયોગ -
अस्य गोपाल मंत्रस्य, नारद ऋषि:, अनुष्टुप छंद:, कृष्णो देवता, मम पुत्र कामनार्थ जपे विनियोग: ।
ધ્યાન -
विजयेन युतो रथस्थित: प्रसभानीय समुद्र मध्यत: । प्रददत्त नयान् द्विजन्मने स्मरणीयो वसुदेव नंदन: ।।
સંતાન ગોપાલ મંત્ર -
ऊं देवकी सुत गोविंद वासुदेव जगत्पते । देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत: ।।
આ મંત્ર એક લાખ વાર જપવાથી સિદ્ધ થાય છે. મંત્રને જીવાપોતા, સ્ફટિક કે રુદ્રાક્ષની માળાથી જપવો જોઈએ. એક લાખ મંત્ર પૂર્ણ થયા બાદ આના દશાંશ અર્થાત 10 હજાર મંત્રોનો હવન કરવો જોઈએ. હવન પછી બ્રાહ્મણોને શ્રદ્ધાનુસાર ક્ષમતાનુસાર ભોજન કરાવીને દાન-દક્ષિણા આપીને આશીર્વાદ મેળવો.
મંત્રના લાભ
સંતાન સુખમાં આવી રહેલ અડચણ દૂર થાય છે. ઉત્તમ ગુણોવાળુ સંતાન મળે છે. જેમના સંતાન જીવિત ન રહેતા હોય તેમને લાભ થાય છે. ઘણી મહિલાઓને ગર્ભપાત થાય છે તેમને પણ આ મંત્રથી લાભ થાય છે.












Click it and Unblock the Notifications
