વસંત પંચમીએ આમ કરો માતા સરસ્વતીની વંદના

Posted By:
Subscribe to Oneindia News

માતા સરસ્વતીના આશિર્વાદ વિના વ્યક્તિને વિદ્યા મળતી નથી અને જો વિદ્યા ન મળે તો વ્યક્તિ અભણ રહી જાય છે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવી શકતો નથી. જેઓ સાચા મનથી માતા સરસ્વતીની પૂજા કરે છે તે પ્રગતિના પંથે આગળ વધતો જાય છે. સરસ્વતી જ્ઞાન અને કલાની દેવી મનાય છે તેથી તેમનો દેખાવ મોહક છે. તેઓ સૃષ્ટિના રચયિતા બ્રાહ્માની માનસપુત્રી છે. તે શુક્લવર્ણ, શ્વેત વસ્ત્રધારિણી, વીણાવાદનતત્પરા અને શ્વેતપદ્માસના કહેવાઈ છે. તેમની ઉપાસના કરવાથી મુર્ખ વ્યક્તિ પણ વિદ્વાન બની જાય છે. સરસ્વતીને સાહિત્ય, સંગીત, કળાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીએ સરસ્વતીના જન્મદિન તરીકે સમારંભો પણ ઉજવાય છે.

આમ કરો સરસ્વતી પૂજા

આમ કરો સરસ્વતી પૂજા

સરસ્વતીની પૂજા કરતી વખતે સૌથી પહેલા સરસ્વતી માતાની પ્રતિમા અથવા ફોટો સામે રાખવો જોઈએ. પૂજા કરતી વખતે તેમને આચમન અને સ્નાન કરાવો. ત્યારબાદ માતાને ફૂલની માળા ચઢાવો, સરસ્વતી માતાને સિંદૂર, અન્ય શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો.

શ્વેત વસ્ત્રો પહેરાવો

શ્વેત વસ્ત્રો પહેરાવો

દેવી સરસ્વતી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, જેથી તેમને શ્વેત વસ્ત્રો પહેરાવી તેમને ફૂલની માળા પહેરાવો અને તેમનો શ્રૃંગાર કરો. આમ કરવાથી તમારી તમામ માતા પ્રસન્ન થાય છે. તથા તેની કૃપા દ્રષ્ટિ તમારા પર પડે છે.

પીળા રંગના ફૂલ ચઢાવો

પીળા રંગના ફૂલ ચઢાવો

સરસ્વતી પૂજન કરતી વખતે માતા સરસ્વતીને પીળા રંગના ફૂલો ચઢાવો અને પછી મીઠાઈ અર્પણ કરો. ત્યારબાદ સરસ્વતી વંદના કરો અને મનમાં માતાનું ધ્યાન કરી સાચા મનથી પોતાની પ્રગતિની કામના કરો. માતા જરૂર તમારી વિનતીને સાંભળશે.

શ્ર્લોક ઉચ્ચારણ

શ્ર્લોક ઉચ્ચારણ

માતાની વંદના કરતી વખતે નિમ્ન શ્ર્લોકોનું ઉચ્ચારણ કરો

सरस्वती वंदना या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥1॥

शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं

वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌।

हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌

वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥

English summary
Saraswati is the Hindu goddess of knowledge, music, arts, wisdom, and learning worshipped throughout Nepal and India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.