વક્રી શનિ 21 જૂનથી વૃશ્ચિક રાશિમાં કરશે પ્રવેશ, થશે અનેક ફેરફાર

Posted By: Staff
Subscribe to Oneindia News

શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, અને તે કોઈની સાથે અન્યાય થવા દેતો નથી. પરિણામે તેને ન્યાયના દેવ કહે છે. તેઓ એક તક બધાને આપે છે કે વ્યક્તિ પોતાની ખરાબ આદતો છોડી સાચા રસ્તે ચાલે. આ વખતે પણ શનિ તમને 21 થી 24 ઓગસ્ટ વચ્ચે બુરાઈઓનો ત્યાગ કરવાની તક આપી રહ્યા છે. નહિંતર બમણી સજા ભોગવવા તૈયાર રહેજો.

21 જૂને બદલાશે ચાલ

21 જૂને બદલાશે ચાલ

ન્યાયાધિપતિ કહેવાતા શનિ દેવ 21 જૂને રાશિ પરિવર્તન કરી રહ્યા છે. ધન રાશિમાં વક્રી રહેલો શનિ 21 જૂનની રાત્રે 1 વાગ્યાને 37 મિનિટે ઉંધી ગતિએ ધનથી નીકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ આ રાશિમાં 24 ઓગસ્ટ 2017 સુધી વક્રી રહેશે. ત્યારબાદ 25 ઓગસ્ટ 2017ની સાંજે 5 વાગ્યાને 19 મિનિટે વૃશ્ચિક રાશિમાં માર્ગી થઈ ફરી આગળ તરફ ગતિ કરશે અને 26 ઓક્ટોબર 2017ની સાંજે 6 વાગ્યાને 11 મિનિટે ફરી ધન રાશિમાં આવી જશે.

65 દિવસ વૃશ્ચિકમાં વક્રી રહેશે

65 દિવસ વૃશ્ચિકમાં વક્રી રહેશે

શનિ 65 દિવસ વૃશ્ચિક રાશિમાં રહેશે અને 62 દિવસ વૃશ્ચિક રાશિમાં જ માર્ગી રહેશે. શનિનું ધનથી વૃશ્ચિક અને વૃશ્ચિકથી ફરી ધનમાં ગોચર દરેક રાશિઓ પર મિશ્રિત અસર પાડશે. આ સમય ફેરફારનો છે, કંઈક નવું કરો, જૂનાને ફરી પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કરો.

દેશ વ્યાપિ પરિણામો

દેશ વ્યાપિ પરિણામો

શનિના વૃશ્ચિક રાશિમાં 65 દિવસ વક્રી અને 62 દિવસ માર્ગીના સમય દરમિયાન અનેક ફેરફારો થશે. દેશ વ્યાપી પરિણામો જોઈએ તો દેશમાં કોઈ મોટી પ્રાકૃતિક આપદા આવી શકે છે. ભયાનક વરસાદથી દુર્ઘટનાઓ થવાની શક્યતા છે. ભૂસ્ખલન, વરસાદ, વાયુયાન, રોડ અકસ્માતો થશે. કેટલાક ક્ષેત્રોમાં ભૂકંપ આવી શકે છે. દવા ક્ષેત્રે કોઈ નવી શોધ થશે. મોટા રાજકીય ફેરફારો થશે અને રાજકારણમાં અસ્થિરતા રહેશે. હાલની સરકાર વિરુધ્ધ ષડયંત્ર થશે. જેમાં કેટલાક લોકોને સફળતા પણ મળશે. રાજકારણમાં મોટા પદો પર ફેરફારો થશે. નવા સમીકરણો બનશે.

અન્ય લોકો પર અસર

અન્ય લોકો પર અસર

અહીં આપણે જુદી જુદી રાશિઓના વર્ણન કરતા ઓવરઓલ વર્ણન આપી રહ્યા છીએ. શનિનું પરિવર્તન દરેક રાશિઓને અસર કરશે, પરિણામે બધી જ રાશિઓએ સામાન્ય રીતે જે ધ્યાનમાં રાખી શકાય તેવી વાતો જણાવિશું. શનિનું રાશિ પરિવર્તન મોટા ફેરફારો થવાનો સંકેત આપી રહ્યુ છે, પરિણામે લોકોની સામે નવી ચેલેન્જો, નવા અવસરો આવશે. જે તકનો લાભ લઈ લેશે તે જીતી જશે. જે આ તકોને ઓળખી નહિં શકે તે તક ચૂકી જશે. પોતાને સાબિત કરવાની ચેલેન્જ બધાની સામે રહેશે. આગળ વધવું છે તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો. મનનો મેલ, ખોટી વાતોને કાઢી નાખજો. મન પવિત્ર રહેશે તો શનિ પ્રસન્ન રહેશે અને ઈચ્છિત સફળતા મળશે.

કરો આ ઉપાયો

કરો આ ઉપાયો

  • શનિ માટે હનુમાનજીને પાનના પત્તાની માળા અર્પિત કરજો.
  • મંગળવારે હનુમાનજીને કાચુ નારિયેળ ચઢાવજો, તેનાથી તે પ્રસન્ન થશે.
  • શનિ મંદિરમાં શનિવારના દિવસે તલના તેલના આઠ દિવા લગાવો.
  • શનિ અર્ચન, શનિ હવન કરાવો.
  • દિવ્યાંગ લોકોને ભરપેટ જમાડો.
English summary
Saturn re-enters Scorpio on 21st June 2017. From 21st June to 27th Oct Saturn continues its journey in Scorpio and transits to Sagittarius yet again on 27th Oct 2017.
Please Wait while comments are loading...