Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: વૃશ્ચિક રાશિને કાયમી લાભ

વૃશ્ચિક રાશિના જાતકોને વર્ષ 2017માં સ્થાયી લાભ થશે, ઉધાર ઓછો થતાં માનસિક શાંતિ અનુભવશો.

વુશ્ચિક રાશિના વેપારીઓને આ વર્ષ મિશ્ર પરિણામ આપશે. ક્યારેક અચાનક મોટો ધન લાભ થશે, તો ક્યારેક સારા ચાલતા વેપારમાં મોટું નુકસાન પણ થઇ શકે. માટે જે પણ કામ કરતા હોવ તેને જેમ ચાલતું હોય એમ જ ચાલવા દેવું. વેપારના વિસ્તારનો કે તેમાં બીજા કોઇ કામો ઉમેરવાનો પ્રયત્ન ન કરવો હિતાવહ છે. મિત્રોની મદદથી વેપારમાં લાભ મેળવી શકશો, પરંતુ તે કાયમી લાભ નહીં હોય. વર્ષમાં વારંવાર વેપારમાં ઉતાર-ચઢાવ આવશે. વેપારમાં મંદી હોય તો પણ નિરાશ ન થવું અને તેનો ગુસ્સો કુટુંબીજનો કે મિત્રો પર ન કાઢવો.

scorpio

કૃષિ સંબંધી કાર્યો, પ્રોપર્ટી, રિયલ એસ્ટેસ સંબંધી કામ, કૉલોનાઇઝર વગેરે વેપારમાં થોડી રાહત રહેશે. ગયા વર્ષે આ વેપારમાં જે ખોટ ગઇ અને જે તકલીફો આવી તેમાં ઘટાડો થશે. ઉધારમાં પણ ઘટાડો થશે, જેથી માનસિક શાંતિનો અનુભવ કરશો.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરને કોન્ટ્રેક્ટમાં નુકસાન
શનિ સંબંધી કાર્યો જેવા કે તેલ, લોખંડનો વ્યવસાય, હાર્ડવેર, બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરનારાઓએ મોટું રોકાણ કરવાથી બચવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરને પણ કોન્ટ્રેક્ટમાં નુકસાન જશે.

  • લાભઃ ખેતી, મેડિસીન, પ્રોપર્ટી
  • નુકસાનઃ લોખંડનો વેપાર, વાહન, ઑટો પાર્ટ્સ
  • ઉપાયઃ દરેક મહિનાના છેલ્લા શુક્રવારે લક્ષ્મી માતાની વિશેષ પૂજા કરવી. કન્યાઓને ખીર ખવડાવવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X