વર્ષ 2016માં મેષ, સિંહ સાથે આ રાશિઓ પર થશે શનિની સાડેસાતી
(પં.અનુજ કે શુક્લ) ન્યાયના સ્વામી શનિની વક્ર દ્રષ્ટિથી બધા ડરે છે. ભલે તે પછી રાજા હોય કે રંક પણ શનિના પ્રકોપથી આજ દિવસ સુધી કોઇ પણ બચી નથી શક્યું. પણ એક વાત છે કે શનિ દેવની ડરવાની જરૂર નથી કારણ કે તે માત્ર તે લોકોને જ ડંડ આપે છે જે લોકો દુષ્ટતા, અપરાધ અને અન્યાય કરે છે.
જો કે શનિ સાડેસાતી કેટલી હદે તમારી પર લાગુ પડશે તે તો જે તે વ્યક્તિની જન્મકડુંળી દેખીને ખબર પડે છે તેમ છતાં ઉપરી રીતે વર્ષ 2016માં સનીની સાડેસાતી કંઇ કંઇ રાશિઓ પર પડશે. તેનો કેવા પ્રભાવ રહેશે તે રાશિના જાતકો પર તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કંઇ રાશિ પર લાગશે શનિની સાડેસાતી
વર્ષ 2016માં તુલા, વુશ્ચિક, ધનુર રાશિ પર શનિની સાડેસાતી રહેશે તો મેષ અને સિંહ રાશિ પર શનિની પ્રકોપ રહેશે.

તુલા રાશિ માટે શનિની સાડેસાતી
આ રાશિના જાતકો પર રજત પાદની પગની ઉતરતી શનિની સાડેસાતી છે. તુલા રાશિમાં ઉતરતી સાડેસાતીના કારણે તુલા રાશિના જાતકોનો ખર્ચા વધશે. અનાવશ્યક રીતે શુત્રઓના વિરોધનો સામનો કરવો પડશે. રિસ્ક લઇને કંઇ પણ કરવાથી પસ્તાવાનો વારો આવશે. સરકારી કે ગૈર સરકારી કાર્યમાં અટવાશો. જો કે જન્મકંડળીમાં ગુરુ સારો હશે તો આકસ્મિક લાભ પણ થશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિ પર લોખંડના પાયે હદયથી આવેલી સાડેસાતી છે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઇએ. હદય રોગીઓ પોતાના ખાન-પાનનો ખાસ ખ્યાલ રાખે. આ રાશિમાં જેમનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોય તેને પોતાના કાર્ય પ્રતિ ખાસ સતર્ક રહેવું પડશે. મિત્રથી દગો, સ્વાસ્થયમાં ખરાબી અને દેવું ઉઠાવાનો વારો પણ આવી શકે છે. આ રાશિના જાતકોએ યાત્રા દરમિયાન પણ ખાસ ખ્યાલ રાખવો.

ધનુર રાશિ
આ રાશિ પર તાબાના પાયે માથેથી સાઢે સાતી શરૂ થશે. તેનાથી ધનની હાનિ, શારિરીક પીડા, કાર્યમાં રુકાવટ, પારિવારીક સમસ્યામાં વધારો થશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું નહીં તો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકશો. ગત વર્ષ કરતા આ વર્ષે આ રાશિના લોકોએ ખાસ કષ્ટ ઉઠાવવા પડશે.

મેષ રાશિ પર શનિનો પ્રકોપ
આ રાશિના સ્ત્રી જાતકોને વિશેષ સુખ રહેશે. તમારે મન અને મગજ પર નિયંત્રણ રાખીને કામ કરવું પડશે. ઉતાવળ કરવાથી કોઇ ફાયદો નહીં થાય. સારી નિયતથી કામ કરશો તો સારું થશે. આળસ તમારા કેરિયરને રોકી શકે છે. નોકરી વાળાઓ વારંવાર નોકરી બદલવી નહીં.

સિંહ પર શનિનો પ્રભાવ
તાંબાના પાયે સિંહ રાશિ પર શનિનો પ્રભાવ હોવાના કારણે આ રાશિના જાતકોને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સંતાનથી દુખ મળશે. ધન, પરિવાર, સ્વાસ્થયમાં મુશ્કેલીઓ આવશે. રિસ્કી કાર્ય કરવાથી બચજો. વેપારીઓએ વધુ રોકાણ કરવું નહીં. સ્વાસ્થય બાબતે બેજવાબદાર ના રહેવું.












Click it and Unblock the Notifications
