Saturn Effect: 18 એપિલથી શનિ થશે વક્રી, જાણો રાશિઓ પર તેનો પ્રભાવ
ન્યાયના દેવ શનિ વર્તમાનમાં ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને એ આખુ વર્ષ ધન રાશિમાં ગોચર કરશે. સમયે સમયે ગ્રહો વક્રી થતા રહે છે.
ન્યાયના દેવ શનિ વર્તમાનમાં ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને એ આખુ વર્ષ ધન રાશિમાં ગોચર કરશે. સમયે સમયે ગ્રહો વક્રી થતા રહે છે. તેવી જ રીતે 18 એપ્રિલેની સવારે 7.12 વાગ્યે શનિ ધન રાશિમાં ગોચર કરતા વક્રી થઈ રહ્યો છે. જે 6 ડિસેમ્બરની સાંજે 5.10 વાગ્યા સુધી વક્રી રહેશે. આ લગભગ 142 દિવસ વક્રી રહેશે. જે દરમિયાન વિવિધ રાશિઓ પર તેની અસર થશે, આવો જાણો તમારા પર કેવો પ્રભાવ પાડશે શનિ.

મેષ
આ રાશિમાં શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી થઈ ભાગ્ય ભાવમાં ગોચર કરશે. જેનાથી બનતા કાર્યો અટકશે. રોકાણ કરતી વખતે સાવધ રહેજો. આરોગ્યનું ધ્યાન રાખજો.

વૃષભ
શનિ આ સમયે તમારા અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેની તૃતિય દ્રષ્ટિ દશમ ભાવ પર પડી રહી છે. જેથી કેરિયર અને વ્યવસાયમાં મુશ્કેલી આવશે. ઉત્સાહમાં ઘટાડો થશે.

મિથુન
આ સમયે શનિ તમારા સપ્તમ ભાવમાં થઈ વક્રી છે, જેની સીધી અસર સપ્તમ લગ્ન પર પડી રહી છે. જીવનસાથી સાથે અનબનને કારણે માનસિક તનાવમાં રહેશો. વાહન ચલાવતી વખતે સતર્ક રહેજો, અકસ્માત થવાની શક્યતા છે.

કર્ક
શનિ તમારા છઠ્ઠા ભાવમાં એટલે કે રોગ ભાવમાં બેસી વક્રી થઈ રહ્યો છે, જેને કારણે અચાનક તમારી મુશ્કેલીઓ વધશે, રોગોમાં વધારો થશે. પરણિત લોકોને ઘર બહાર નવા સંબંધો બંધાશે.

સિંહ
શનિ તમારા છઠ્ઠા અને સાતમા ભાવનો માલિક થઈ પાંચમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેથી શનિના વક્રી થવાથી જીવનસાથી સાથે તનાવ, વેપારમાં ટેન્શન, ખર્ચામાં વધારો, સામસ્યામાંમાં વધારો રહેશે.

કન્યા
શનિ તમારા પાંચમા અને છઠ્ઠા ભાવનો સ્વામી થઈ ચોથા ભાવમાં ગોચર કરે છે. જેથી શનિના વક્રી થવાથી રોગોમાં વૃદ્ધિ, જૂના પ્રેમમાં ખટપટ, કામમાં અડચણો, સંતાનને લઈ દુઃખ રહેશે.

તુલા
વર્તમાનમાં શનિ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેથી શનિના વક્રી થવાથી માનસિક તાણ, પ્રેમી સાથે ઝગડા, ઘરેલું કાર્યોમાં મોડુ સાથે જીવનસાથી સાથે લડાઈ અને માતાનું આરોગ્ય કથળી શકે છે.

વૃશ્ચિક
શનિ તમારા બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. વાહન સુખમાં ઘટાડો, માતાનું આરોગ્ય બગડશે, વાહન દ્વારા અકસ્માત જેવી ઘટનાઓ થઈ શકે છે, કેટલાક લોકોને પરિવર્તનનો યોગ છે.

ધન
આ સમયે શનિ તમારા લગ્નમાં ગોચર કરી રહ્યો છે, જેથી શનિના વક્રી થવાથી જીવનસાથી સાથે અનબન, આત્મબળમાં ઘટાડો, કેરિયરમાં મુશ્કેલી, નકામી યાત્રાઓ થશે.

મકર
આ રાશિમાં શનિ લગ્ન અને બીજા ભાવનો માલિક છે. ગોચરમાં શનિ 12માં ભાવમમાં થઈ વક્રી થઈ રહ્યો છે. જેથી તમારી વાણી પર નિયંત્રણ રાખજો. કુટુંબમાં કોઈની સાથે અનબન થશે. આવકની સરખામણીએ ખર્ચા વધુ થશે.

કુંભ
વર્તમાનમાં શનિ તમારા લાભ ભાવમાં વક્રી થઈ રહ્યો છે. જેથી તમારી માનસિક મુશ્કેલીઓ વધશે. પ્રેમમાં સંયમ જાળવજો, નહિંતર નાની મુશ્કેલી મોટુ સ્વરૂપ લઈ શકે છે. આર્થિક લેવડ-દેવડમાં સાચવજો.

મીન
આ સમયે શનિ તમારા 10માં ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેથી વક્રી થતા ખર્ચામાં વધારો થશે, હોસ્પિટલના ચક્કર વધી જશે. ઉંધ નહિં આવે. પ્રેમમાં તાણ રહેશે. વાહન દ્વારા ક્ષતિ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
