ડિપ્રેશનથી બચવું છે? તો ચંદ્રને કરો પ્રસન્ન
ડિપ્રેશનથી બચવા માટે ચંદ્રને કરો પ્રસન્ન. વધુ વાંચો અહી.
શું તમે ડિપ્રેશનનો શિકાર છો ? શું તમને આખી રાત ઉંઘ નથી આવતી. કોઈ વાતમાં મન લાગતુ નથી? દુનિયામાં કોઈ પોતાનું નથી તેવો અહેસાસ થાય છે? અનેક લોકોમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે. ભલે સ્ત્રી, હોય કે પુરુષ દરેક કોઈને કોઈ રીતે ડિપ્રેશનના ઘેરામાં હોય છે.

થોડી ચિંતા જીવન માટે સારી છે
એવું મનાય છે કે થોડી માત્રામાં તાણ જીવન માટે સારો છે, કારણ કે તે વ્યક્તિને જીવન સાથે લડવાની ક્ષમતા પૂરીં પાડે છે. સમસ્યા ત્યારે આવે છે જ્યારે આ તાણ વ્યક્તિના માથે ચઢી ડિપ્રેશનનું રૂપ લઈ લે. ડિપ્રેશનથી ઘેરાયેલી વ્યક્તિ સારી રીતે પોતાનું કામ પણ કરી શકતી નથી અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલી રહે છે. ઘણી વાર ડિપ્રેશન એટલી હદ સુધી વધી જાય છે કે વ્યક્તિને કાઉન્સેલીંગની મદદ લેવી પડે છે. ઘણી વાર વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. હંમેશા એવી ખબરો વાંચવા મળી જાય છે કે કોઈ વ્યક્તિએ રિઝલ્ટ બગડવા, નોકરી ન લાગવા, બિમારી વગેરેને કારણે ફાંસી લગાવી લીધી હોય. આવું હાઈપર ડિપ્રેશનને કારણે થાય છે. ડિપ્રેશનમાં ડુબેલી વ્યક્તિ દુનિયાથી ભાગવાના ચક્કરમાં નશાની લત પર લાગી જાય છે, જેનાથી સમસ્યા વધારે વધે છે.

જ્યોતિષ શાસ્ત્ર
જ્યોતિષ શાસ્ર વ્યક્તિના જીવનમાં દરેક વસ્તુઓ પર અસર કરે છે, તે સમસ્યાનું સમાધાન પણ રજૂ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિની કુંડલી જોઈ સરળતાથી જાણી શકાય છે કે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર છે. કુંડળીનું પહેલું ઘર મસ્તિષ્કનું પ્રતિનિધિત્વ કરે છે અને મસ્તિષ્ક લાગણીઓનો સ્વામી ગણાય છે. જો જાતકના જન્માંગ ચક્રના પ્રથમ ભાવમાં ચંદ્ર નીચે હોય કે પાપ ગ્રહોથી યુક્ત હોય તો આવી સ્થિતિ જીવનમાં ડિપ્રશેન લાવે છે.

ડિપ્રેશન પાછળ જવાબદાર દશાઓ
- જો ચંદ્ર ત્રિક ભાવમાં છઠ્ઠા, આઠમાં કે બારમાં સ્થાને હોય છે.
- જો ચંદ્ર શનિ, સૂર્ય, રાહુ કે મંગળ જેવા ગ્રહો સાથે બેઠો હોય.
- જો ચંદ્ર કોઈ પણ ઘરમાં એકલો બેઠો હોય, તેની સાથે કોઈ પણ ગ્રહ જોવા ન મળે.
- જો ચંદ્ર સૂર્યના નજીકના ભાવમાં થઈ અસ્ત જેવો જણાતો હોય.
- જો ચંદ્ર પાપ ગ્રહોથી યુક્ત થઈ કે પાપ ગ્રહોના ઘરમાં બેઠો હોય.
- જો ચંદ્ર લગ્ન કે નવમાંશમાં નીચ રાશિમાં હોય.

ડિપ્રેશન એ બદલાતી પરિસ્થિતિની અસર
જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ ડેપ્રેશનથી ઘેરાઈ શકે છે. આ કોઈ બિમારી નથી, આ બદલાતી પરિસ્થિતિના દબાણની અસર છે. કોઈ પણ વિરુધ્ધની સ્થિતિ જેમકે, પ્રેમમાં દિલનું તૂટી જવું, અસફળ લગ્ન, આર્થિક અસ્થિરતા, ઈચ્છિત કેરિયર પ્રાપ્ત ન થવું કે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ વગેરેને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે. આ જ્યાં સમસ્યા છે, ત્યાં સમાધાન પણ છે.

સમાધાન
- જો જાતકની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો તેને મજબૂત બનાવવા માટે ચાંદીના ગ્લાસમાં વારંવાર પાણી પીવું લાભકારક હોય છે.
- જો ચંદ્ર કમજોર થઈ ખોટા ઘરમાં સ્થિત હોય તો ચાંદીમાં બનેલી મોતીની વીંટી ધારણ કરો.
- ડિપ્રેશનથી પરેશાન જાતકોએ સોમવારનું વ્રત રાખવાથી લાભ થાય છે.
- ચંદ્ર કમજોર રહેવાની સ્થિતિમાં ભગવાન શિવની પૂજા સકારાત્મક પ્રભાવ પાડે છે. શિવલિંગ પર જળ ચઢાવાથી ઉત્તમ પરિણામ સામે આવે છે.
- જાતકોએ વધુમાં વધુ ચાંદીના આભૂષણો પહેરવા જોઈએ. યાદ રાખો આ આભૂષણોમાં ક્યાંય જોડાણ ન હોય અને સોમવારના દિવસે તેને ધારણ કરો.
- હિંદુ શાસ્ત્રો પ્રમાણે ભગવાન શિવ ચંદ્રના સ્વામી ગણાય છે. પરિણામે ડિપ્રેશનમાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. આવામાં જાતકો 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરે. જો તમે ધ્યાન એકાગ્ર ન કરી શકતા હોવ તો શાંત મનથી શિવ ચાલીસા પણ વાંચી શકો છો. શિવની ભક્તિથી કરેલી સાધનાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે.
- યોગ અને પ્રાણાયામથી પણ ડિપ્રેશન દૂર કરવામાં મદદ મળે છે. ખાસ કરીને અનુલોમ વિલોમનો અભ્યાસ દવાની જેમ અસર બતાવે છે. 10 મિનિટ માટે ઓમ શબ્દનો જાપ કરવાથી સકારાત્મક પરિણામ જોવા મળે છે.
- ભારતીય સંસ્કૃતિમાં મા ને ભગવાન મનાય છે.જો તમે ડિપ્રેશનમાં છો તો પોતાની મા થી ખુલીને વધારેમાં વધારે વાત કરો. જો મા ન હોય તો કોઈ પણ વધુ ઉંમરની સ્ત્રી, જે તમારી આત્મીય હોય તેની સાથે વાત કરો. દરેક સોમવારે આ સ્ત્રીને સફેદ ફૂલ, સફેદ મિઠાઈ, સફેદ કપડા, દૂધ, ખાંડ જેવી કોઈ પણ સફેદ વસ્તુ ભેટં કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
