વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાણો નવા મકાનના ખોદકામમાં રાહુના મુખની સ્થિતિ

Posted By:
Subscribe to Oneindia News

જો તમે ઘર બનાવડાવવાનું વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે જમીનમાં રહેલા દોષયુક્ત પદાર્થોની શોધ અને ભૂમિ ખનન કઈ દિશામાં શરૂ કરવું. આ નિર્ણય લેવા માટે તમારે રાહુનું મુખ,પેટ અને પૂંછડીની સ્થિતિનું જ્ઞાન લેવું જરૂરી છે. કારણ કે સર્પાકાર રાહુ દરેક ભૂમિખંડમાં પોતાનું શરીર ફેલાવી બેઠેલો હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂખનન શરૂ કરતા પહેલા રાહુના શરીર પર પ્રહાર થયો તો ગુરુ સ્વામીનું અનિષ્ટ થવું લગભગ નક્કી છે. પરિણામે ભૂખનનની શરૂઆત ત્યાંથી જ કરવી જ્યાં રાહુના શરીરનો કોઈ અવયવ ન આવે.

home

રાહુની સ્થિતિ કેવી રીતે જાણશો ?

રાહુની સ્થિતિ સૂર્યના રાશિ પરિવર્તન પ્રમાણે બદલાતી રહે છે. જેમ સૂર્ય વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં હોય છે તો રાહુનું મુખ જમીનના અગ્નેય કોણમાં હોય છે. સિંહ, કન્યા અને તુલા રાશિમાં સૂર્ય હોવાને કારણે રાહુનું મુખ ઈશાન કોણમાં, વૃશ્ચિક, ધન અને મકર રાશિમાં સૂર્યના રહેવા પર રાહુનું મુખ વાયવ્ય કોણમાં અને કુંભ, મીન અને મેષ રાશિમાં સૂર્ય રાશિના રહેવાને કારણે રાહુનું મુખ નેઋત્વ કોણમાં હોય છે. રાહુનું મુખ જે દિશામાં હોય છે તેના પાછલા બે કોણમાં ક્રમશઃપેટ અને પૂંછડી હોય છે. ગૃહ ભૂમિનું ખોદકામ શરૂઆત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ન કરવું જોઈએ. ઉપ દિશાઓમાં જ ગૃહ ભૂમિનું ખનન કરવું જોઈએ.

પાયાના ખોદકામ માટે કઈ દિશા સાચી છે?

જો સૂર્ય વૃષભ, મિથુન, કર્ક રાશિમાં હોય તો ગૃહ ભૂમિનું ખનન નેઋત્ય કોણમાં કરવું જોઈએ. જો સૂર્ય સિંહ, કન્યા અને તુલા રાશિમાં હોય તો ગૃહ ભૂમિનું ખોદકામ અગ્નેય કોણથી કરવું જોઈએ. જો સૂર્ય વૃશ્ચિક, ધન અને મકર રાશિમાં રહે તો ગૃહ ભૂમિનું ખોદકામ ઈશાન કોણમાં કરવું લાભદાયક રહેશે. જો સૂર્ય કુંભ,મીન અને મેષ રાશિમાં હોય તો ગૃહ નિર્માણ માટે વાયવ્ય કોણથી ખોદવાનું શરૂ કરવું.

English summary
Vastu experts advise people to place a name plate outside their home. Here are some Simple Vastu Shastra Tips for Home Making.
Please Wait while comments are loading...