• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Eclipse 10th June 2021: વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ, ક્યાં દેખાશે રીંગ ઓફ ફાયર, જાણો શું કરવું અને શું ના

|

વર્ષ 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન, ગુરુવારે થવાનું છે. આ દિવસે 'શનિ જયંતિ' પણ છે અને 'સોમવતી અમાવસ્યા' પણ છે, જોકે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું નથી, તેથી તે સૂતક લેશે નહીં અને તે અસરકારક રહેશે નહીં, પરંતુ જ્યોતિષ અનુસાર, ગ્રહોના પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર પડે છે તેથી, 'સૂર્ય ગ્રહણ' ની અસર દરેકના જીવન પર રહેશે, તેથી ગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિએ કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

  • સૂર્યગ્રહણ દરમિયાન ઘરમાં ધૂપ અને અગરબત્તીઓ પ્રગટાવો.
  • તુલસીના છોડ ને અડશો નહી અને સુવાનું નહીં.
  • કાતરનો ઉપયોગ કરશો નહીં, ફૂલો તોડશો નહીં, વાળ અને કપડાં સાફ ન કરો.
  • દાતણ કે બ્રશ ન કરો
  • પ્રાણીઓને હેરાન ન કરશો.
  • સંભોગ ન કરો.
  • ભોજન ન કરો
  • ઝઘડો ન કરો
  • પુજા સ્થળને અડશો નહી
  • કોઇની બુરાઇ ન કરો.
  • દૂધ, દહીં, ઘી, માખણ, અથાણું, પીવાનું પાણી, તેલ વગેરેમાં કુશ અથવા તુલસીનાં પાન નાખવા જોઈએ.
રીંગ ઓફ ફાયર શું છે?

રીંગ ઓફ ફાયર શું છે?

ગ્રહણ દરમિયાન, જ્યારે ચાંદ સૂર્યથી વધુ અંતરે હોય ત્યારે રીંગ ઓફ ફાયર દેખાય છે અને તેના કારણે તે તેને સંપૂર્ણપણે આવરી લેતું નથી. ચંદ્ર ફક્ત સૂર્યના કેન્દ્રને આવરી શકે છે. આવી સ્થિતિમાં, સૂર્યની સપાટીનો પ્રકાશ ફક્ત પૃથ્વી સુધી પહોંચે છે. તે રીંગ ઓફ ફાયર જેવું જ લાગે છે જેને રીંગ ઓફ ફાયર કહે છે.

કઇ - કઇ જગ્યાએ દેખાશે રીંગ ઓફ ફાયર સુર્યગ્રહણ?

કઇ - કઇ જગ્યાએ દેખાશે રીંગ ઓફ ફાયર સુર્યગ્રહણ?

પૂર્વોત્તર યુ.એસ. અને પૂર્વીય કેનેડાના લોકો આંશિક સૂર્યગ્રહણ જોઇ શકશે. ઉત્તરીય કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયાના લોકો રીંગ ઓફ ફાયર સૂર્ય ગ્રહણ જોઈ શકશે. 'રિંગ ઓફ ફાયર' ઉત્તર ઓરેન્ટારિયો અને ક્યુબેકના નાના વિસ્તારમાં જોવા મળશે. સ્પેન, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને સ્કેન્ડિનેવિયા સહિતના ઉત્તરીય યુરોપ પણ આંશિક સૂર્યગ્રહણ જોઇ શકશે.

ભારતમાં સૂર્ય ગ્રહણનો સમય

ભારતમાં સૂર્ય ગ્રહણનો સમય

  • ભારતમાં તે અરૂણાચલ પ્રદેશ અને ભારતના લદ્દાખના કેટલાક વિસ્તારોમાં આંશિક રૂપે દેખાશે.
  • ભારતીય સમય મુજબ સૂર્યગ્રહણ 10 જૂન બપોરે 1:42 થી શરૂ થશે અને સાંજે 6.41 સુધી ચાલશે.
  • ગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 59 મિનિટનુ હશે.
  • ગ્રહણ એ પ્રકૃતિનો અદભૂત ચમત્કાર છે, આ પ્રસંગ હંમેશા અમાવસ્યાનો થાય છે.
English summary
Solar Eclipse 10th June 2021: First solar eclipse of the year, where the Ring of Fire will appear, know what to do and what not to do
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X