For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Solar Eclipse 2023: 20 એપ્રિલે હાઈબ્રિડ સૂર્ય ગ્રહણ, 'સંપૂર્ણ અંધકાર' અને 'રિંગ ઑફ ફાયર' બંનેનુ સંયોજન

|
Google Oneindia Gujarati News

Hybrid Solar Eclipse 2023: આ વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ એટલે કે ગુરુવારે થવા રહ્યુ છે. આ સૂર્યગ્રહણ વિશ્વમાં થઈ રહ્યુ છે પરંતુ ભારતમાં દેખાશે નહીં. આ વખતે હાઈબ્રિડ સૂર્યગ્રહણ થઈ રહ્યુ છે. આ વખતે વલયાકાર ગ્રહણ અને સૂર્યગ્રહણ બંનેનુ સંયોજન જોવા મળશે.

ભારતીય સમય અનુસાર 20 એપ્રિલે આ સૂર્યગ્રહણ સવારે 7.04થી બપોરે 12.29 સુધી રહેશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 25 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના પરિણામે ભારતમાં તેની કોઈ અસર નહીં થાય.

Solar Eclipse

હાઈબ્રિડ સૂર્યગ્રહણ એટલે શું?

હાઇબ્રિડ સૂર્યગ્રહણ એ એક દુર્લભ પ્રકારનુ ગ્રહણ છે. તે વલયાકાર ગ્રહણ અને કુલ સૂર્યગ્રહણનું સંયોજન છે. જે લોકો આ સૂર્યગ્રહણ જોશે તેઓ થોડી સેકન્ડો માટે સૂર્યનો વલયાકાર આકાર જોઈ શકશે. આ રીંગને રિંગ ઑઉ ફાયર પણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીને પાર કરે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે.

Surya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસરSurya Grahan 2023: 20 એપ્રિલ વૈશાખ અમાસે લાગશે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસર

20 એપ્રિલે આ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો ચીન, અમેરિકા, મલેશિયા, જાપાન, સમોઆ, ફિજી, સિંગાપોર, થાઈલેન્ડ, ઑસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ન્યૂઝીલેન્ડ, વિયેતનામ, તાઈવાન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ હિંદ મહાસાગરમાં દેખાશે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ચાર કે પાંચ ગ્રહણ થઈ શકે છે, જેમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને હોય છે.

Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?

સૂર્યગ્રહણઃ જ્યારે સૂર્યની પરિક્રમા કરતી વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે એટલે કે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

ચંદ્રગ્રહણ: જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

English summary
Solar Eclipse 2023: Hybrid Solar Eclipse on 20 April, Showcase both total darkness and 'Ring of Fire' spectacle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X