Solar Eclipse of 2021: શનિ અમાસે લાગી રહ્યુ છે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, જરુર કરો આ કામ
વર્ષ 2021નુ અંતિમ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે લાગવાનુ છે અને આ દિવસે શનિ અમાસ પણ છે.
નવી દિલ્લીઃ વર્ષ 2021નુ અંતિમ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે લાગવાનુ છે અને આ દિવસે શનિ અમાસ પણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ એન્ટર્કટિકા, દક્ષિણ મહાસાગર અને આફ્રિકી મહાદ્વીપના દેશોમાં જઈ શકશે. ગ્રહણ 4 ડિસેમ્બરે સવારે 10 વાગીને 59 મિનિટે શરૂ થશે અને બપોર બાદ 03.07 વાગે સમાપ્ત થશે. અમાસના કારણે આ દિવસે લોકોએ અમુક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ પડશે. ભારતમાં ગ્રહણ પ્રભાવી ન હોવાના કારણે તેનુ સૂતક નહિ લાગે, મંદિરો ખુલ્લા રહેશે પરંતુ જ્યોતિષાચાર્યો મુજબ ગ્રહોની ચાલની અસર બધી રાશિઓ પર પડે છે માટે ભલે સૂતક કાળ ન લાગે પરંતુ લોકોએ ગ્રહણ સમયે ખાસ ધ્યાન રાખવાની જરુર છે.

શનિ અમાસની તિથિ અને સમય
અમાસ આરંભઃ 3 ડિસેમ્બર, શુક્રવાર, 04:55 PM
અમાસ સમાપ્તઃ 4 ડિસેમ્બર, શનિવાર 01:12 PM

આ મંત્રોથી કરો શનિદેવને પ્રસન્ન
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
ॐ शं शनैश्चराय नमः।
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम। छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।।
ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्। सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:।
मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।।

ગ્રહણ કાળમાં શું કરવુ
- અમાસના દિવસે ગ્રહણ લાગી રહ્યુ છે માટે આ દિવસે લોકોએ દાન-પુણ્ય કરવુ જોઈએ, આમ કરવાથી વ્યક્તિના બધા કષ્ટો દૂર થાય છે.
- આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવુ જોઈએ.
- જે લોકો કાલસર્પથી પીડિત છે તેમણે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવી જોઈએ.
- શનેશ્વરી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી આર્થિક અને માનસિક કષ્ટો દૂર થાય છે.
- શ્રીકૃષ્ણએ ખુદને પીપળાના વૃક્ષ સમાન જ ગણાવ્યા છે માટે શ્રીકૃષ્ણજીની પણ પૂજા કરવી જોઈએ.
- ગ્રહણ કાળ અમુક સમય માટે છે માટે આ દરમિયાન દરેકે ભગવાનનુ ધ્યાન ધરવુ જોઈએ. આમ કરવાથી ગ્રહણની ખરાબ અસર ભક્તો પર નથી પડતી.

ગ્રહણ કાળમાં શું ન કરવુ
- ગ્રહણ કાળમાં પૂજા સ્થળ પર મૂર્તિઓને અડવુ જોઈએ નહિ.
- ગ્રહણ કાળમાં ભોજન ન કરવુ જોઈએ.
- ગ્રહણ કાળમાં નવા કપડા કે નવી વસ્તુઓની શરુઆત ન કરવી જોઈએ.
- ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ કાળમાં ચાકૂ-કેચીનો ઉપયોગ ન કરવો.
- ગ્રહણ કાળમાં નખ કાપવા, વાળ ઓળવાની મનાઈ છે.
- ગ્રહણ કાળમાં સૂવુ ન જોઈએ.
- ગ્રહણ કાળમાં ઝઘડો, કલેશ અને સહવાસ ન કરવો જોઈએ.
- ગ્રહણ બાદ સ્નાન કરીને વસ્ત્રો બદલીને ઘરની સફાઈ કરવી.
- ગ્રહણ સમાપ્ત થયા બાદ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને ભોજનની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઈએ.












Click it and Unblock the Notifications
