For Quick Alerts
For Daily Alerts
Vastu Tips: ધનવાન બનવું હોય તો આ ટિપ્સ અનુસરો, થઈ જશો માલામાલ
કેટલાક લોકો એવું કહે છે કે પૈસો જ બધું નથી, પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય નથઈ. આજના જમાનામાં સુખી વર્તમાન અને સુરક્ષિત ભવિષ્ય માટે પૈસા હોવા જરૂરી છે. આ કળયુગમાં પૈસા સંબંધો કરતા પણ વધુ મહત્વના થઈ ચૂક્યા છે. એક વ્યક્તિ દિવસ રાત મહેનત પૈસા માટે જ કરે છે. જો પોતાના પરિવારને સુરક્ષિત ભવિષ્ય આપવું છે, તો પૈસા કમાવા જરૂરી છે. પરંતુ તેની વધુ પડતી આકાંક્ષા ખરાબ છે. એટલે ખૂબ પૈસા કમાવ પણ પ્રામાણિક રહો. વાસ્તુ શાસ્ત્રમાં એવા ગણા સિદ્ધાંત દર્શાવવામાં આવ્યા છે, જેના દ્વારા તમે પોતાની સંપત્તિ વધારી શકો છો.

ઘરનો કોઈ ખૂણો ગંદો ન હોય
- જો તમે તમારી બચત અને ચલ-અચલ સંપત્તિ વધારવા ઈચ્છો છો તો સૌથી પહેલા એ ધ્યાન રાખો કે ઘરનો કોઈ ખૂણો ગંદો ન રહે એટલે કે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં એક ખાસ પ્રકારની પવિત્રતાનો અહેસાસ જરૂરી છે. ઘરમાં ખરાબ હવા ન રહે, ઘર ફૂલની સુગંધથી મહેકતું રહેવું જોઈએ. ઈચ્છો તો રૂમમાં થોડું કપૂર ખુલ્લુ રાખી શકો છો. જેનાથી એક દિવ્ય આદ્યાત્મિક સુગંધનો સંચાર થશે.
- ડ્રોઈંગ રૂમમાં સામાન્ય રીતે લોકો મોટી મૂર્તિઓ રાખે છે. પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે લોકો શિવ, આદિયોગી, હનુમાનજી, રામજી, કૃષ્ણ ગણેશ કે દેવીની મૂર્તિઓ રાખે છે. લોકો મૂર્તિ રાખી તો લે છે, પરંતુ તેની સફાઈ પર ધ્યાન નથી અપાતું. આ મૂર્તિઓ પર ધૂળ જામી જાય છે, આવું ન થવા દો. વાસ્તુમાં તેને મોટો દોષ મનાયો છે. મૂર્તિઓ ભલે શો પીસ હોય પરંતુ તેની સાફ સફાઈ જરૂરી છે.

પાણી ટપકતું ન હોય
- ટપકતા નળ, પાણીની ટાંકીઓ ધન-સંપત્તિની આવકને અલગ દિશા આપી દે છે. એટલે કે નળમાંથી ટપકતું પાણી તમારી સંપત્તિ અને પૈસા પણ વહાવી દે છે. એટલે જ સૌશી પહેલા ઘરમાં જે નળ ટપકતો હોય કે ટાંકીમાંથઈ પાણી વહેતું હોય તેને તરત જ અટકાવો
- કેટલાક ઘરમાં મુખ્ય દ્વારની સામે જ અન્ય રૂમના દરવાજા હોય છે. એવા ઘર જે સીધા લાંબા પ્લોટમાં હોય તેમાં આવું થાય છે. આવી રીતે દરવાજા રાખવા યોગ્ય નથી. તેનથી પૈસાની આવક કરતા ખ્ચ વધુ થાય છે. અને સંપત્તિ બચવાની જગ્યાએ વધુ ખર્ચાય છે.

ક્રાસુલાનો છોડ
- ઘરની ઉત્તર તરફની દિવાલ પર કુબેરનો ફોટો કે મૂર્તિ જરૂર લગાવો. અહીં લગાવવું એટલા માટે જરૂરી છે કે, કુબેર દેવતા તમારા પૈસાનું રક્ષણ કરે અને તેમાં વધારો થઈ શકે. પૈસાનો પ્રવાહ ચાલુ રહે તે માટે ઉત્તર, પૂર્વ અને ઈશાન દિશા મહત્વની હોય છે.
- ક્રાસુલાનો છોડ બચત અને વધારો કરવાનું સૌથી મહત્વનું સાધન મનાયું છે. તેનું વાસ્તુની સાથે ફેંગશુઈમાં પણ મહત્વનું સ્થાન છે. આ છોડને ઘરમાં લગાવવાથી કમાયેલી સંપત્તિ ખરાબ કાર્યોમાં નથી વપરાતા પણ તેમાં વધારો થતો રહે છે.