For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુ અને આરોગ્યમાં વૃદ્ધિ માટે વૈશાખ મહિનામાં પ્રારંભ કરો સૂર્યવ્રત

જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ દશમાં હોય, પાપકારી થઈને બેઠો હોય તો સૂર્યવ્રત કરો. જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભગવાન સૂર્ય માત્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે એટલુ જ નહિ તે જીવન પણ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવ્યો છે. સૂર્યની ઉચ્ચ અવસ્થામાં જાતકને માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠા, સુખ, આરોગ્યતા અને દીર્ઘાયુ મળે છે. પરંતુ જો જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ દશમાં હોય, પાપકારી થઈને બેઠો હોય તો જાતકને વિપરીત પ્રભાવ જોવા મળે છે. એવામાં સૂર્ય વ્રત કરવાનુ વિધાન જણાવવામાં આવ્યુ છે.

sun

કેવી રીતે કરવામાં આવે છે સૂર્ય વ્રત

સૂર્ય વ્રત વૈશાખ મહિનાના કોઈ પણ રવિવારથી પ્રારંભ કરવામાં આવે છે. સૂર્ય વર્ત એક વર્ષ કે 20 રવિવાર સુધી કરવામાં આવે છે. જો તમે એક વર્ષનો સંકલ્પ લીધો હોય તો વૈશાખથી વૈશાખ મહિના સુધી કરવુ જોઈએ. નહિતર સતત 30 રવિવાર સુધી પણ કરી શકાય છે. વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને તમે પૂજા સ્થળને શુદ્ધ સ્વચ્છ કરીને લાલ આસન પર બેસી જાવ, સામે સૂર્યનુ ચિત્ર, સૂર્ય યંત્ર એક ચોકી પર લાલ કપડુ પાથરીને ઘઉની ઢગલી પર સ્થાપિત કરો. સૂર્યદેવનુ પૂજન લાલ ચંદન અને લાલ પુષ્પથી કરો. નૈવેધમાં ગોળ, ગોળના હલવાનો પ્રસાદ ધરાવો. વળી, બેસીને ऊं ह्रां ह्रीं ह्रौं स: सूर्याय नम: મંત્રની 12 અથવા પાંચ માળાનો જાપ કરો. જપ બાદ શુદ્ધ જળ, લાલ ચંદન, ચોખા, લાલ પુષ્પ અને દૂર્વાથી સૂર્યને અર્ધ્ય આપો. ભોજનમાં ઘઉંની રોટલી, દલિયા, દૂધ, દહીં, ઘી અને ખાંડનુ સેવન કરો. સૂર્ય વ્રતમાં મીઠુ ન ખાવુ જોઈએ. દર રવિવારે આ રીતે પૂજન કરો.

કેવી રીતે વ્રતનુ ઉદ્યાપન

તમારા સંકલ્પ મુજબ સૂર્ય વ્રત પૂર્ણ થઈ જવા પર આનુ ઉદ્યાપન કરવામાં આવે છે. કોઈ યોગ્ય વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને વ્રતનુ વિધિ વિધાનથી ઉદ્યાપન કરાવો. ઉદ્યાપનમાં 12 બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન-દક્ષિણા આપો.

વ્રતનુ ફળ

  • સૂર્યવ્રતના પ્રભાવથી સૂર્યની પ્રસન્નતા મળે છે. સૂર્યની પીડા સમાપ્ત થાય છે.
  • આયુમાં વૃદ્ધિ થાય છે અને નિરોગી શરીર મળે છે.
  • જો લોકો વધુ બિમાર રહેતા હોય તેમના માટે તેમના સ્વજન પણ આ વ્રત કરી શકે છે.
  • ત્વચા, નેત્ર અને મસ્તિષ્ક સંબંધી રોગોથી પીડિત લોકોએ આ વ્રત કરવુ જોઈએ.
  • જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ પ્રભાવ આપી રહ્યો હોય તો આ વ્રત કરવુ જોઈએ.
  • માન-સમ્માનમાં કમી, નોકરીમાં ઉન્નતિ માટે આ વ્રત જરુર કરવુ જોઈએ.
English summary
Surya Vrat is very Effecting, start Surya Vrat in Vaishakh month. read importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X