તમારા પર થતી રહે ધનવર્ષા, તે માટે કરો આ ઉપાય

દરેક વ્યકિત ઈચ્છે છે કે તેની પાસે ખુબ પૈસા હોય, ક્યારેય તેની પાસે ધનની ખોટ ન વર્તાય. તમારી પાસે પોતાની ઈચ્છાઓ પુરી કરવા માટે અઢળક નાણા હોય. પરંતુ મોટા ભાગના લોકોની એક જ સમસ્યા છે કે તેમની પાસે ધન આવે તો છે, પરંતુ ટકતુ નથી. લોકોની આ મુશ્કેલીને સમજી આજે અમે તમને કેટલાક શાસ્ત્રીય ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમને ક્યારેય ધનની ખોટ વર્તાશે નહિં.

અને તે માટે તમારે તમારા પર્સની સહાય લેવી પડશે જી હાં, તમારુ પર્સ, કે જેમાં તમે તમારા પૈસા મુકો છો. તો આજે અમે તમને જણાવીશુ તમારા પર્સ સાથે જોડાયેલા કેટલાક શાસ્ત્રીય ઉપાયો. જે મુજબ તમારે તમારા પર્સમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે તમારા પર્સમાં નીચે મુજબની વસ્તુઓ રાખશો તો તમારી પાસે ક્યારેય પૈસાની ખોટ થશે નહિં. તમારુ પર્સ ક્યારેય ખાલી નહી રહે.

લક્ષ્મી માતાનો ફોટો

લક્ષ્મી માતાનો ફોટો

ધનને લગતી કોઈપણ મુશ્કેલીનો ઉકેલ માતા લક્ષ્મી પાસે હોય છે. ધનની દેવી માતા લક્ષ્મીનો ફોટો તમારા પર્સમાં રાખો. તમને ક્યારેય પૈસાની ખોટ આવશે નહિં. ફોટાની પસંદગી એવી કરજો, જેમાં માતા લક્ષ્મી બેસેલી મુદ્રામાં હોય.

પીપળાનુ પાન

પીપળાનુ પાન

હિંદુ શાસ્ત્રોમાં તુલસી અને પીપળાના પાનને પૂજનીય ગણવામાં આવ્યા છે. તેને લગતા અનેક શાસ્ત્રીય ઉપાયો પણ છે. તેમાંનો જ એક ઉપાય છે ધનને લગતો ઉપાય. વાસ્તુ શાસ્ત્ર મુજબ પર્સમાં પીપળાનુ પાન મૂકવુ જોઈએ, જેનાથી આર્થિક લાભ થાય છે. પીપળાના પાનને મંત્રોચ્ચાર કરી શુભ સમય જોઈ પર્સમાં નોટો સાથે મુકવુ જોઈએ. આમ કરવાથી તમારુ પર્સ ક્યારેય ખાલી થશે નહિં.

ચોખાના દાણા

ચોખાના દાણા

શાસ્ત્રો મુજબ અનાજ અને ધનને બરાબર ગણવામાં આવે છે. માટે પર્સમાં ચોખાના દાણા મુકો. એક ચપટી ચોખા તમારા નકામા ખર્ચ પર કાબુ રાખશે.

માતા-પિતાના આશિર્વાદ

માતા-પિતાના આશિર્વાદ

જો તમને ક્યારેય તમારા માતા-પિતા કે કોઈ મોટા વડિલ વ્યકિત તરફથી પૈસા મળે, તો તેને ક્યારેય વાપરશો નહિં. સારુ મહુર્ત જોઈ તેના પર તિલક કરો અને તેને હંમેશા તમારા પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી તમારુ ધન રોકાશે અને આવકમાંપણ વધારો થશે.

કાચનો ટુકડો

કાચનો ટુકડો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ પર્સમાં કાચનો ટુકડો કે નાની છરી મુકવી જોઈએ. આ પણ આવકમાં વધારાનુ પ્રતિક છે. ઉપરાંત તમે પર્સમાં કોડી કે ગોમતી ચક્ર પણ મુકી શકો છો.

ચાંદીનો સિક્કો

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે ચાંદીનો સિક્કો છે તો તેને પર્સમાં મુકો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે અને ધન વર્ષા થતી રહેશે. ચાંદીનો સિક્કો, કોડી, રુદ્રાક્ષ, ગોમતી ચક્ર-આ તમામ વસ્તુઓને પર્સમાં મુકતા પહેલા થોડીવાર માટે માતા લક્ષ્મીના ચરણોમાં મુકજો. ત્યારબાદ તેને તમારા પર્સમાં મૂકજો.

શું ન કરવુ?

શું ન કરવુ?

તમારે તમારા પર્સમાં શું મુકવુ જોઈએ, તે જાણ્યા બાદ એ પણ જાણીલો, કે તમારે તમારા પર્સમાં શું ન મુકવુ જોઈએ. એટલેકે પર્સ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે તમારે ન કરવી જોઈએ. પૈસાની નોટોને ક્યારેય વાળીને મુકશો નહિં. શાસ્ત્રો મુજબ પર્સમાં નોટો હંમેશા સીધી મુકવી જોઈએ. ઉપરાંત ક્યારેય તમારા પર્સમાં કોઈ અશ્લીલ ફોટો મુકવો નહિં. એવી બધી જ વસ્તુઓને પર્સમાંથી કાઢી નાખો જેનો તમે ક્યારેય ઉપયોગ કરતા નથી. પડી રહેલી આ વસ્તુઓ દરિદ્રતાનુ કારણ બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X