For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિર વિશે જાણો આ ખાસ વાતો

ભારતના 12 જ્યોર્તિલિંગોમાંનું એક ઉજ્જૈનનું મહાકાલ મંદિર.આ મંદિર બનાવા પાછળનો ઇતિહાસ તેની ભવ્યકથા.આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ ઉજ્જૈનના વિશ્વ વિખ્યાત મહાકાલ મંદિરમાં સ્થાપિત છે. આ શિવલિંગમાં થઈ રહેલા ક્ષરણને રોકવા માટે સુપ્રિમ કોર્ટે કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે. જે મુજબ શિવલિંગ પર ચઢાવામાં આવનારા જળની માત્રા નક્કી કરવી અને માત્ર આરઓ દ્વારા શુદ્ધ કરેલું જળ જ ચઢાવવાનું શામેલ છે. કોર્ટે કહ્યુ છે કે, શ્રધ્ધાળુ 500 મિલિલિટરથી વધારે જળ ચઢાવી શકશે નહિં. એટલું જ નહિં ભસ્મ આરતી દરમિયાન શિવલિંગને સુકા કોટન કપડાથી ઢાંકવામાં આવશે.

શિવલિંગ પર સાકરના પાવડરની જગ્યાએ ખડી સાકર લગાવવામાં આવશે અને બિલીપત્ર અને ફૂલપાન શિવલિંગના ઉપરના ભાગમાં જ ચઢાવવું. તેનાથી પથ્થરને પ્રાકૃતિક શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન આવે અને ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા પછી સુકી પૂજા કરવામાં આવશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વપ્રસિદ્ધિ ભસ્મ આરતીમાં કંડા(છાણા)ની ભસ્મ ચઢાવામાં આવે છે, જેને કારણે શિવલિંગનું ક્ષરણ થઈ રહ્યુ છે. ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યા છે. આજે અમે તમને જણાવિશું આ મંદિરની કેટલીક ખાસ વાતો અને તેના મહાત્મય વિશે.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ અનુસાર ઉજ્જૈનમાં 1690માં મરાઠાઓએ માલવા ક્ષેત્રમાં આક્રમણ કર્યુ અને 29 નવેમ્બર 1728ના મરાઠા શાસકોએ માલવા ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધુ હતુ. આમ, ઉજ્જૈન મરાઠા શાસકોના રાજમાં હતું.

મહાકાલેશ્વર મંદિરનું પુનનિર્માણ

મહાકાલેશ્વર મંદિરનું પુનનિર્માણ

મરાઠાના શાસનકાળમાં અહીં બે મહત્વની ઘટના ઘટી. પહેલી મહાકાલેશ્વર મંદિરનું પુનનિર્માણ અને જ્યોતિર્લિંગની પુનપ્રતિષ્ઠા અને સિંહસ્થ પર્વ સ્નાનની સ્થાપના. જે એક મોટી ઉપલબ્ધી હતી. આગળ ચાલી રાજા ભોજે આ મંદરનો વિસ્તાર કર્યો હતો.

મોક્ષની પ્રાપ્તિ

મોક્ષની પ્રાપ્તિ

તમને જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, જે મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં આવેલું છે. સ્વયંભૂ ભવ્ય અને દક્ષિણામુખી હોવાને કારણે મહાકાલેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી છે. એવી માન્યતા છે કે તેમના દર્શન માત્રથી વ્યક્તિને મોક્ષ મળે છે. ઈ.સ 235 દ્વારા આ પ્રાચીન મંદિરનો વિધ્વંસ કર્યા બાદથી ત્યાં જે શાસક રહ્યા, તેમણે આ મંદિરના જીર્ણોધ્ધાર અને સૌદર્યીકરણ તરફ ખાસ ધ્યાન આપ્યુ.

મહાકાલની આરતી

મહાકાલની આરતી

તમને જણાવી દઈએ કે મંદિરની નજીકનો એક નાનકડો જળસ્ત્રોત જેને કોટિતીર્થ કહે છે. એવી માન્યતા છે કે આલ્તુત્મિશે જ્યારે મંદિરને તોડાવ્યુ તો શિવલિંગને આ કોટિતીર્થમાં ફેંકાવી દીધું હતુ. ત્યારબાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવામાં આવી. આમ તો આ મંદિરનું ઘણું મહત્વ છે. ત્યાં ભક્તોની લાઈન લાગેલી હોય છે પણ કુંભ દરમિયાન અહીં ભીડ ખૂબ જ વધી જાય છે. મહાકાલની આરતી જોવા માટે માત્ર દેશમાંથી જ નહિં પણ વિદેશમાંથી પણ લોકો આવે છે.

English summary
RO Water To Be Used For Jal Abhishek At Ujjains Mahakal Temple To Save Shrinking Shivling, here is some Interesting facts about this temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X