For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશુભ માનવામાં આવે છે આ છોડ, ઘરમાં લગાવશો તો છીનવાઈ જશે ખુશીઓ અને શરુ થઈ જશે ખરાબ સમય

આવો જાણીએ આવા અમુક છોડ વિશે જેને આપણે લગાવવાનુ ટાળવુ જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્ર અંતર્ગત ઘરની દરેક વસ્તુનો સાચી સ્થિતિ વિશે નિયમાવલીનો ઉલ્લેખ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રખાતા છોડ માટે પણ ઘણી બધી વાતો જણાવવામાં આવી છે. છોડ માત્ર ઘરમાં તાજગી અને હર્યોભર્યો માહોલ નથી લાવતા પરંતુ તેનુ બીજુ પણ ઘણુ મહત્વ હોય છે. અમુક છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા અને ખુશીઓ લાવે છે ત્યાં અમુક છોડ એવા પણ હોય છે જેના કારણે ઘરમાં મુશ્કેલીઓ, વિનાશ અને નકારાત્મક ઉર્જાનો પ્રસાર થઈ શકે છે. આવો જાણીએ આવા અમુક છોડ વિશે જેને આપણે લગાવવાનુ ટાળવુ જોઈએ.

બોરનો છોડ

બોરનો છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર બોરનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને આ છોડના અસ્તિત્વથી ઘરની બધી ખુશીઓ ઓછી થઈ જાય છે. આ વૃક્ષ ઘરમાં ગરીબી લાવે છે.

ખજૂરનુ ઝાડ

ખજૂરનુ ઝાડ

ખજૂરના ફળ ખાવામાં ભલે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેના ઝાડને તમારા ઘરના બગીચામાં કે આંગણામાં લગાવવુ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ વાવવાથી દેવુ વધે છે. તેની અસરથી ખર્ચ વધે છે અને પૈસા હાથમાં આવતા નથી. આ દુર્ભાગ્ય તરફ દોરી જાય છે.

આંબલીનુ ઝાડ

આંબલીનુ ઝાડ

આંબલી ખાવામાં ખૂબ જ મજેદાર હોય છે અને તેનો ઉપયોગ ઘણી બધી વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ આંબલીનુ ઝાડ ઘરમાં નકારાત્મકતા અને ભયનુ વાતાવરણ બનાવે છે. તેથી તમારા ઘરમાં આ વૃક્ષ વાવવાનુ ટાળવુ જોઈએ.

English summary
Unlucky Plants: These Plants at Home Take Away Happiness, Peace, Money and Good Luck
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X