વજન ઓછું નથી થતુ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ!

By: Sushila Chauhan
Subscribe to Oneindia News

ઘણી વાર એવું બને છે કે ઘરના વાસ્તુ દોષને કારણે ખરાબ શક્તિઓ ઘરમાં વાસ કરવા લાગે છે. જેને કારણે તમારા દરેક કામમાં અડચણો આવ્યા કરે છે. જેથી તમારા નાનામાં નાના કામ બગડવા લાગે છે. પછી ભલે તે સુવું હોય કે વજન ઓછું કરવું હોય. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા એવા વાસ્તુ ઉપાયો જણાવીશું, જેનાથી વાસ્તુ દોષ દૂર કરી તમે ફાયદો મેળવી શકો છો. તો આવો જાણો આ ઉપાયો કયા છે?

દક્ષિણ તરફ માથુ કરી સુવું

દક્ષિણ તરફ માથુ કરી સુવું

વજન ઓછું કરવા માટે સૌથી અગત્યની વાત એ છે તમારી ડાયટ અને તમારી ઉંઘ. જેટલું ઓછું ઉંઘશો તેટલો જ તમે થાક અનુભવશો. જેથી સુતી વખતે દક્ષિણ દિશામાં માથુ કરીને સુવો, જેથી તમને વધુ ઉર્જા અનુભવાશે.

કિચન કેબિનેટ

કિચન કેબિનેટ

તમારા કિચન કેબિનેટ પર ધ્યાન ન આપવાને કારણે પણ વજન ઓછું થતું નથી. તેથી આલુ ચિપ્સ અને ચોકલેટ્સ ચિપ્સને તમારા કિચનમાંથી બહાર કાઢી દો અને તેની જગ્યાએ હળવા સ્નેક્સ જેવા કે રાગિ ચિપ્સ કે કોર્ન ચિપ્સ ભરો.

ફેન્સી પાણીની બોટલ

ફેન્સી પાણીની બોટલ

વજન ઓછું કરવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. તમે જેટલું વધારે પાણી પીશો તેટલું જ વજન જલ્દી ઉતરશે. માર્કેટ જઈ તમારી ગમતી બોટલ કે ફ્લાસ્ક ખરીદો અને તેને તમારી સાથે રાખો. તેને જોઈ તમને પાણી પીવાનું મન થશે અને તેને બધે જ સાથે લઈ જવી તમને ગમશે.

કપબોર્ડને રિઅરેન્જ કરો

કપબોર્ડને રિઅરેન્જ કરો

જે કપડા ઢીલા અને જૂના થઈ ગયા છે, તે કોઈને દાનમાં આપી દો અથવા બાજુએ મુકી દો. બજારમાંથી કેટલાક ફેંસી કપડા અને જૂતા ખરીદો જે તમને વજન ઓછું કરવા મોટિવેશન આપે.

ડાઈનીંગ ટેબલની આગળ અરીસો

ડાઈનીંગ ટેબલની આગળ અરીસો

ફેટ અને વજનને દૂર કરવા એક ઉત્તમ રીત છે કે તમે ફ્રિજ અને ડાઈનિંગ ટેબલની સામે અરીસો લગાવવો, જો કે એ પણ ધ્યાન રાખો કે સૂર્યનો પ્રકાશ તમારા ડાઈનિંગ ડેબલ અને રસોડામાં આવતો હોય, અરીસા દ્વારા આસપાસની જગ્યાઓ પર વધુ પ્રકાશનો સંચાર થશે અને તમે એ જ ખાશો જે તમારે ખાવું જોઈએ.

જૂના ફોટા લગાવો

જૂના ફોટા લગાવો

તમારા લક્ષ્યને તમારી સામે રાખો. આ માટે તમારો જૂનો સુંદર ફોટો જે તમને ગમતો હોય તેને ફ્રેમ કરાવી તમારા રૂમમાં લગાવો અને પોતાને હંમેશા યાદ કરાવો કે તમે કેવા હતા અને તમારે કેવા બનવું છે.

પર્પલ રંગ વધુ પહેરો

પર્પલ રંગ વધુ પહેરો

પર્પલ રંગ દુનિયાનો સૌથી આધ્યાત્મિક અને શક્તિશાળી રંગ મનાય છે. જે તમને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. આથી પ્રબળ ઇચ્છશક્તિ માટે આ રંગના કપડા પહેરો.

English summary
Wrong Vaastu can emit waste and negative energy which can bring down success in what you wish to achieve.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.