Vastu Tips : મળશે કરિયરમાં ગ્રોથ, અપનાવો ઓફિસ માટેની આ વાસ્તુ ટિપ્સ
Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર હિન્દુ ધર્મમાં સૌથી જૂના વિજ્ઞાનોમાંથી એક છે. જેમાં વેપાર, ધંધાથી લઇને ઘર અને દુકાન સહિત તમામ વસ્તુઓ માટે નિયમો જણાવવામાં આવ્યા છે.
આ નિયમો દ્વારા તમને વાસ્તુ દોષ દુર કરી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં એક એવી વસ્તુનો ઉલ્લેખ જોવા મળે છે, જેનાથી તમને વેપારમાં અપાર સફળતા મળી શકે છે.

ઓફિસ ડેસ્ક પર રાખો આ છોડ - વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ઓફિસ ડેસ્ક પર વાંસનું ઝાડ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે તમારી આસપાસના વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા રહે છે. એવું માનવામાં આવે છે કે, વાંસનું ઝાડ રાખવાથી જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે.
શું છે ક્રિસ્ટલના ફાયદા - તમે ઘણા લોકોને તેમના ઓફિસ ડેસ્ક પર ક્રિસ્ટલ બોલ રાખતા જોયા હશે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, તમારી ઓફિસના ડેસ્ક પર ક્રિસ્ટલની બનેલી વસ્તુઓ રાખવી ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા રહે છે. આ સાથે જ તેને રાખવાથી અટકેલા કામ પણ પૂર્ણ થાય છે.
આ વસ્તુંઓ રાખવાથી કરિયરમાં થાય છે વૃદ્ધિ - વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સોનાના સિક્કાઓથી ભરેલું વહાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે, તેને ઓફિસ ડેસ્ક પર રાખવાથી બિઝનેસમાં વધારો થાય છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે, તમે તમારા ટેબલ પર ફૂલોનો ગુલદસ્તો અથવા પાણીની બોટલ પણ રાખી શકો છો.
આ વાતોનું રાખો ધ્યાન - માતા લક્ષ્મી ગંદી જગ્યા પર ન રોકાય, જેના કારણે વ્યક્તિને ધનહાનિનો સામનો કરવો પડે છે. એટલા માટે તમારી ઓફિસમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઓફિસમાં તમારી સીટિંગ એરિયા એવી હોવી જોઈએ કે, જ્યાં પૂરતો પ્રકાશ હોય. આ તમારા સ્વાસ્થ્ય અને કારકિર્દી બંને માટે ફાયદાકારક છે.












Click it and Unblock the Notifications
