Vastu Tips: જીવનમાં રોમાંસ જળવાઈ રહે તે માટે બેડરૂમને આ રીતે સજાવો
વાસ્તુ પ્રમાણે તમારે બેડરૂમનો આ રીતે ખ્યાલ રાખવો જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ વિશે જણાવિશું જેને કરવાથી તમારા જીવન રોમાંસથી ભરેલું રહેશે.
વ્યકિતના જીવનમાં તેનો બેડરૂમ સૌથી વધુ અગત્યની વસ્તુ છે. જો બેડરૂમમાં બધુ બરાબર ન ચાલતુ હોય તો તેને કારણે વ્યકિતના અન્ય જીવન પર પણ તેની અસર પડે છે. જેથી વાસ્તુ પ્રમાણે તમારે બેડરૂમનો આ રીતે ખ્યાલ રાખવો જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ વિશે જણાવિશું જેને કરવાથી તમારા જીવન રોમાંસથી ભરેલું રહેશે.

પલંગની સામે અરીસો ન રાખવો.
બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. ક્યારેય મુખ્ય દ્વાર તરફ પગ મુકીને સુવું નહિં. પલંગની સામે દર્પણ ન રાખવું, તેનાથી તમે હંમેશા વ્યાકુળ અને હેરાન રહેશો. બેડરૂમમાં બે સુંદર સજાવટી પૉટ મુકવા, જેથી તમારુ વિવાહિત જીવન સુખમય રહે.

લાલરંગની બે મીણબત્તી જલાવો
જો તમારી પાસે ધનની અછત છે તો એક વાસણમાં થોડા ચોખા નાખી તમારા બેડરૂમમાં રાખો. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે તે માટે સીરામિક પૉટમાં લાલ રંગની બે મિણબત્તી જલાવો.

લવ બર્ડ રાખો
તમારા બેડરૂમમાં લવબર્ડ જરૂરથી રાખો. કારણ કે તે પ્રેમનું પ્રતિક છે, જે તમારા બંને વચ્ચે નીકટતા વધારશે.

બ્લૂ કે પિંક કલરના પડદા કે બેડશીટ
આ બંને કલર પ્રેમ દર્શાવે છે અને સેક્સ લાઈફને ઉત્સાહિત કરવામાં મદદ કરે છે. જેથી તમારા બેડરૂમમાં આ બંને કલરનો ઉપયોગ કરો.

હેંગિંગ લેમ્પ
જો તમારા બેડરૂમમાં હેંગિંગ લેમ્પ સાઉથ-વેસ્ટ દિશામાં છે તો માની લેવું કે તમારી વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો થશે નહિં. જો આ તમારા બેડરૂમમાં ન હોય તો તેને આજે ખરીદો અને તમારા બેડરૂમમાં લગાવો.












Click it and Unblock the Notifications
