For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips For Kitchen: કિચન માટે અપનાવો આ વાસ્તુ ટીપ્સ, ક્યારેય નહિ થાય ધન ધાન્યની કમી

જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં પણ ક્યારેય ધન ધાન્યની કમી ન થાય તો નીચે આપેલા સરળ ઉપાયોને જરુર અપનાવો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપા એ ઘર પર હંમેશા રહે છે જ્યાં સાફ સફાઈનુ વધુ ધ્યાન રાખવામાં આવે છે. સ્વચ્છ ઘરનુ વાતાવરણ પણ સકારાત્મક રહે છે. આમ તો ઘરનો દરેક ખૂણો ખાસ હોય છે પરંતુ કિચન એક એવી જગ્યા છે જ્યાં સ્વયં દેવી લક્ષ્મી સાથે માતા અન્નપૂર્ણાનો પણ વાસ હોય છે. બાકીના રુમની જેમ આપણે કિચનનુ પણ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. નાની-નાની વસ્તુઓને બદલીને આપણે પોતાના ઘરની ખુશીઓને જાળવી રાખી શકીએ છીએ. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં પણ ક્યારેય ધન ધાન્યની કમી ન થાય તો નીચે આપેલા સરળ ઉપાયોને જરુર અપનાવો.

યોગ્ય દિશાનુ રાખો ધ્યાન

યોગ્ય દિશાનુ રાખો ધ્યાન

જો તમારુ કિચન યોગ્ય દિશામાં નહિ હોય તો તમે હંમેશા રોગોથી ઘેરાયેલા રહેશો. તમારા આરોગ્ય પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. માટે જરુરી છે કે કિચન હંમેશા યોગ્ય દિશામાં જ બનાવવામાં આવે. તમે પોતાનુ કિચન સાઉથ વેસ્ટ ઝોનમાં બનાવો.

આ દિશામાં હોવી જોઈએ બારી

આ દિશામાં હોવી જોઈએ બારી

જો રસોડામાં બારી પૂર્વ દિશામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાંથી રસોડામાં સકારાત્મક ઉર્જા આવે છે. એવું કહેવાય છે કે સવારે તમારા રસોડામાં સૂર્યનો પ્રકાશ હોવો ખૂબ જ સારો છે.

આ રીતે કરો કુકિંગ

આ રીતે કરો કુકિંગ

રસોડામાં ખોટી દિશામાં રસોઈ રાંધવી પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં રસોઈ બનાવતી વખતે તમારી સ્થિતિ હંમેશા પૂર્વ દિશામાં હોવી જોઈએ.

રસોડામાં ઈલેક્ટ્રોનિક સાધનોને રાખો અહીં

રસોડામાં ઈલેક્ટ્રોનિક સાધનોને રાખો અહીં

રસોડામાં ફ્રિજ, માઇક્રોવેવ, મિક્સર ગ્રાઇન્ડર વગેરે જેવા ઘણા ઇલેક્ટ્રોનિક કિચન ઉપકરણો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ રાખવાની યોગ્ય દિશા છે. તમે મિક્સરને દક્ષિણ પૂર્વ ઝોનમાં રાખી શકો છો. જ્યારે ફ્રિજ નોર્થ વેસ્ટ ઝોનમાં રાખી શકાય છે. જો તમે ઇચ્છો તો તમે નોર્થ વેસ્ટ ઝોનમાં પણ કિચનની બહાર ફ્રીજ રાખી શકો છો. આ તમને ગુડ લક મળશે.

આ છે વાસણો રાખવાની યોગ્ય જગ્યા

આ છે વાસણો રાખવાની યોગ્ય જગ્યા

વાસણો રાખવા માટે હંમેશા પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ ઝોન પસંદ કરો. ખાસ કરીને મોટા વાસણો રાખવા માટે આ યોગ્ય દિશા છે.

ભૂલથી પણ ના કરાવો આ રંગનુ પેઈન્ટ

ભૂલથી પણ ના કરાવો આ રંગનુ પેઈન્ટ

રસોડામાં પેઇન્ટિંગ કરતી વખતે તમારે રંગોની પસંદગી પણ ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ. લાલ જેવા ઘાટા રંગો મેળવવાનુ ટાળો. આ સિવાય તમારે બ્લેક અને બ્રાઉન પેઇન્ટ કરાવવાથી પણ બચવુ પડશે. જો તમે લીંબુ પીળો, પેસ્ટલ ગ્રીન વગેરે જેવા રંગો પસંદ કરશો તો તમને એક સુખદ પરિણામ પણ મળશે.

ટૉયલેટની ઉપર ક્યારેય ન બનાવશો કિચન

ટૉયલેટની ઉપર ક્યારેય ન બનાવશો કિચન

આપણા દેશમાં અનાજને પણ ભગવાન માનવામાં આવે છે. જેઓ તેનુ સન્માન કરવાનુ જાણે છે તેમનાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ઘરનુ રસોડુ પણ મંદિરથી કમ નથી. તો શૌચાલયની ઉપર અથવા નીચે રસોડુ ક્યારેય ન બનાવશો.

ચપ્પુ-ચમચી સામે ન રાખશો

ચપ્પુ-ચમચી સામે ન રાખશો

રસોઈ બનાવતી વખતે આપણને છરીઓ અને ચમચીની જરૂર રહેતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેને હંમેશા આપણી સામે રાખીએ. તમારે આવી વસ્તુઓ અંદર રાખવી જોઈએ.

તૂટેલી-ફૂટેલી વસ્તુઓને હટાવો

તૂટેલી-ફૂટેલી વસ્તુઓને હટાવો

જો તમારા રસોડામાં ઘણી બધી નકામી વસ્તુઓ જમા થઈ ગઈ હોય જેમ કે જૂના તૂટેલા ડબ્બા, કોઈપણ તૂટેલા વાસણો વગેરે, તો તમારે તરત જ તમારા રસોડામાંથી આવી વસ્તુઓ કાઢી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે.

English summary
Vastu Tips For Kitchen to attract wealth and happiness in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X