For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરનુ મુખ્ય દ્વાર એવુ હોય જ્યાંથી આવે માત્ર સકારાત્મક ઉર્જા

મુખ્ય પ્રવેશ દ્વાર કેવુ હોય તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે તેનુ પાલન કરવુ જરુરી હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંટ-પત્થર, સિમેન્ટથી બનેલુ કોઈ પણ મકાન ઘર ત્યારે બને છે જ્યારે તેમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય. ભારતીય વાસ્તુશાસ્ત્ર એ વાત પર જોર આપે છે કે મનુષ્ય જે ઘરમાં રહેતો હોય તેમાં અંદર, બહાર બધી બાજુ સકારાત્મક ઉર્જા સતત પ્રવાહિત થતી રહે જેથી તેમાં નિવાર કરતા લોકો સુખી, પ્રસન્ન અને સમૃદ્ધ રહી શકે અને સકારાત્મક ઉર્જાનુ ઘરમાં પ્રવેશ કરવાનુ મુખ્ય સ્થાન એ જ હોય છે જે સ્થાનથી તમે પ્રવેશ કરો છો એટલે કે ઘરનુ મુખ્ય પ્રવેશ દ્વાર.

door

ઘરનુ મુખ્ય પ્રવેશ દ્વાર ઘરની અંદર સકારાત્મક ઉર્જા પ્રવેશ કરવાનુ સૌથી મુખ્ય અને પ્રથમ સ્થાન હોય છે. માટે મુખ્ય દ્વાર બનાવતી વખતે તેની દિશા, સ્થિતિ, આકાર-પ્રકાર વગેરે પર ખાસ ધ્યાન આપવુ જોઈએ. મુખ્ય પ્રવેશ દ્વાર કેવુ હોય તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે તેનુ પાલન કરવુ જરુરી હોય છે.

મુખ્ય પ્રવેશ દ્વારના અમુક નિયમ

  • સૌથી પહેલી અને મુખ્ય વાત, ઘરનુ મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વમાં હોવુ સૌથી વધુ શુભ રહે છે. આનો અર્થ એ થયો કે જ્યારે તમે ઘરમાંથી બહાર જાવ તો તમારુ મોઢુ ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ તરફ હોવુ જોઈએ. ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિશાવાળા મુખ્ય પ્રવેશ દ્વાર પણ ઠીક કહેવામાં આવ્યા છે.
  • મુખ્ય પ્રવેશ દ્વાર લાકડાનુ બનેલુ હોય તો વધુ શુભ હોય છે. આના પર ખુશનુમા અને મનને પ્રસન્ન કરતા રંગો હોવા જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વાર પર કાળો રંગ તો બિલકુલ ન કરવો જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ફૂવારો કે કોઈ પણ જળ તત્વ પ્રધાન વસ્તુ ન હોવી જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બહાર શૂ રેક કે ડસ્ટબિન બિલકુલ ના રાખો.
  • મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ બાથરુમ ન બનાવવુ જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વારને સુંદર વસ્તુઓથી ડેકોરેટ કરો. આના પર ધાર્મિક પ્રતીક ચિન્હ લગાવવા શુભ હોય છે.
  • મુખ્ય પ્રવેશ દ્વાર પર જાનવરોની પ્રતિમાઓ કે ચિત્ર ન લગાવવા જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વાર જ્યારે ખોલો તો તે ક્લૉકવાઈઝ દિશામાં ખુલવુ જોઈએ.
  • મુખ્ય પ્રવેશ દ્વાર પર કાંટાવાળા છોડ, કાંટાવાળા ફૂલના છોડ પણ ન લગાવવા જોઈએ.
English summary
Vastu Tips for the main door of the house as it is the most important place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X