9 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન બદલાઇ શકે છે લવ-લાઇફ

Written By:
Subscribe to Oneindia News

પ્રેમ, સૌંદર્ય, ભોગ-વિલાસ, આકર્ષણ અને તમામ સુખ-સુવિધા ઉપરાંત વિલાસપૂર્ણ જીવનનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 9 ઓક્ટોબરની રાત્રે 4.59 મિનિટે સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જે 2 નવેમ્બર સુધી આ રાશિમાં ગોચર કરશે. જો કે, શુક્રનો પ્રભાવ વ્યક્તિના હૃદય પર હંમેશા રહે છે, પરિણામે પ્રેમ-રોમાંસ અને દાંપત્યજીવનમાં સુખ-શાંતિ માટે શુક્રનું અનુકૂળ હોવું અત્યંત મહત્વનું છે.

આ રાશિઓ માટે છે શુભ

આ રાશિઓ માટે છે શુભ

શુક્રના મિત્ર ગ્રહો સાથે જોડાયેલી રાશિઓ છે મિથુન, કન્યા, મકર અને કુંભ. સાથે જ શુક્રની પોતાની રાશિઓ છે વૃષભ અને તુલા. આ છ રાશિવાળા જાતકો માટે શુક્રના રાશિ પરિવર્તનથી પ્રેમમાં જીત હાંસલ થશે. 9 ઓક્ટોબરથી 2 નવેમ્બરની વચ્ચે આ છ રાશિના જાતકો જે અત્યાર સુધી કોઈ રિલેશનશીપમાં છે, તેમને એક નવી શરૂઆત થઈ શકે છે. જેમને અત્યાર સુધી કોઈ લવ પર્ટનર મળ્યો નથી, તેમની ઈચ્છા જલ્દી જ પૂરી થવાની શક્યતા છે.

આકર્ષણ શક્તિમાં વધારો

આકર્ષણ શક્તિમાં વધારો

આ રાશિના જાતકોના આકર્ષણમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તે દરેકને પોતાની જાળમાં ફસાવી શકશે. આ રાશિવાળા ભોગ-વિલાસનું સાધન મેળવી શકશે. સ્ત્રીઓને ઘરેણાં, નવા કપડા, મોંઘી ભેંટો મળી શકે છે. વિપરિત લિંગની વ્યક્તિ તરફ આકર્ષણ વધી શકે છે. આ છ રાશિના પરસ્પર સંબંધો મધુર રહેશે. શક્ય છે કે, આ રાશિઓને અંદરો-અંદર પ્રેમ વધશે. આ સમયે યૌન આકર્ષણમાં વધારો થશે. શુક્રની પોતાની રાશિ વૃષભ અને તુલાના જાતકોને ભોગ-વિલાસના સાધનો પ્રાપ્ત થશે. વાહન, મકાન, આભૂષણો, હીરા જેવી ચીજો મળશે. અત્યાર સુધી તેમના જે કામ અટકેલા હતા, તે જલ્દી જ પૂરાં થશે.

આ રાશિઓને આવી શકે છે મુશ્કેલી

આ રાશિઓને આવી શકે છે મુશ્કેલી

મેષ, વૃશ્ચિક, ધન અને મીન આ ચાર રાશિઓ માટે શુક્ર મિશ્રિત પ્રભાવ આપશે. જેઓ અત્યાર સુધી પ્રેમના જબરજસ્ત અહેસાસથી દૂર છે તેમને લવપાર્ટનર મળી શકે છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં ઉતાવળ કરશો નહિં. નહિંતર કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઈ દગો દઈ શકે છે. યુવતીઓ, સ્ત્રીઓ આવા પ્રસ્તાવ પર વિવેકપૂર્ણ નિર્ણય લે, કારણ કે ગ્રહ-નક્ષત્ર દર્શાવે છે કે તમારો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.

આર્થિક હાનિ

આર્થિક હાનિ

કોઈ તમને પ્રેમ જાળમાં ફસાવી આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. ભૌતિક સુખ-સુવિધાની દ્રષ્ટિએ આ ચાર રાશિવાળા માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ રહેશે. ઘર માટે મોંઘી વસ્તુઓની ખરીદી થશે. આર્થિક સ્થિતિ સુધરશે. માનસિક સુખ-શાંતિ મળશે.

ઈચ્છાઓ પર કાબૂ રાખજો

ઈચ્છાઓ પર કાબૂ રાખજો

શુક્રના શત્રુ ગ્રહો સૂર્ય અને ચંદ્રની રાશિઓ સિંહ અને કર્ક રાશિના જાતકો અત્યંત સાવધાન રહે. તમારા ગુપ્ત સંબંધોનો ખુલાસો થઈ શકે છે. જો તમે જાણ્યે-અજાણ્યે કોઈના સન્માન અને અસ્મિતાને ઠેંસ પહોંચાડી છે, તેનો દંડ ભોગવવા તૈયાર રહેજો. આ બંને રાશિના જાતકો પોતાની યૌન ઈચ્છાઓને કાબુમાં રાખે, નહિંતર જેલની યાત્રા કરવાની આવી શકે છે. શક્ય છે કે, કોઈ સ્ત્રી વાતનું વતેસર કરી તમને ફસાવી શકે છે. પરિણામે 9 ઓક્ટોબરથી 2 નવેમ્બરની વચ્ચે સાચવીને રહેજો. આર્થિક રીતે કોઈ તમારી સાથે દગો કરી શકે છે.

English summary
Venus transit in Virgo on October 09, 2017 (Monday) at 21:37, and it’ll stay there till 00:12 on November 03, 2017 (Friday).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.