Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાશિફળ આધારે આ વર્ષે નોકરી ધંધો કેવો ચાલશે જાણો અહીં

જ્યોતિષ મુજબ તમારી રાશિમાં આ વર્ષે નોકરીમાં પ્રગતિ લખી છે કે પછી જ્યાં છો ત્યાં જ રહેશો તે જાણવા માટે વાંચો આ આર્ટીકલ. નોકરીયાત માણસો માટે આ વર્ષે કેવી કેવી નવી સમસ્યાઓ નીકળશે? તેનું કોઇ સમાધાન આવશે કે કેમ? અને પગાર કે પદ વધશે કે બન્નેના નામે ઠેંગો જ મળશે તે તમામ સવાલોનો સચોટ જવાબ અમે જ્યોતિષ આધારે આપીશું.

કારણ કે નોકરી ધંધા વગર કોઇ સુખ સુખ નથી અને મઝા મઝા નથી. તે સારું તો બાકી બધા સુખ આપો આપ આવી જ જાય છે. જો કે આજે અમે ખાલી 6 રાશિઓના રાશિફળ આધારે કેરિયર હોરરસ્કોપ જણાવાના છીએ. બાકીની રાશિઓના રાશિફળ ભાગ 2માં જણાવીશું તો જો તમારી રાશિ કન્યા, કર્ક, સિંહ, મેષ, વૃષભ અને મિથુન હોય તો આ વર્ષ નોકરીયાત વર્ગ માટે કેવું રહેશે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

2016માં મિથુન રાશિને કેરિયરમાં થશે મોટો પરિવર્તન

2016માં મિથુન રાશિને કેરિયરમાં થશે મોટો પરિવર્તન

એજેસ્ટમેન્ટ અને દ્રઢ નિશ્ચિય તમને આ વર્ષે સફળ થવામાં મદદ કરશે. ગ્રહોની બદલતી ચાલ તમને અનેક કસોટીમાં નાખશે, જાન્યુઆરી ફ્રેબ્રુઆરીમાં તમારા કેરિયરમાં પરિવર્તનો આવશે.

તમે રહેશો વ્યસ્ત

તમે રહેશો વ્યસ્ત

મધ્ય એપ્રિલ સુધી તમે રહેશો વ્યસ્ત. મે અંતમાં ટાર્ગેટ પૂરો કરવામાં આવશે મુશ્કેલી. સપ્ટેમ્બરમાં મળશે થોડી રાહત. ફિલાસિંગમાં પણ થશે ફાયદો.
ઇનશોર્ટ મુશ્કેલીઓ તો આવશે પણ તમારી ચુતરાઇથી તમને બચાવશે.

કર્ક રાશિ માટે 2016માં આવશે મુશ્કેલી

કર્ક રાશિ માટે 2016માં આવશે મુશ્કેલી

આ વર્ષ એક્શન અને રણનીતિથી ભરપૂર રહેશે. પરિણામો મેળવવા પ્રેરણા શક્તિને બનાવી રાખવી પડશે. વર્ષની શરૂઆતમાં તમને અજીબો ગરીબ વિચારો આવશે. મુશ્કેલ લક્ષને પૂરા કરવા માટે તમારી પર દબાવ કરવામાં આવશે. પણ જલ્દીથી નિર્ણય લેવાના બદલે સાચી તકની રાહ જુઓ. અનેક કારણો તમારા કેરિયર પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રભાવ નાખશે.

સિંહ રાશિ માટે સકારાત્મક વર્ષ

સિંહ રાશિ માટે સકારાત્મક વર્ષ

આ વર્ષે તમારું કેરિયર તમારા સતત પ્રયાસ, કૌશલ અને પ્રદર્શન પર આધાર રાખે છે. બૃહસ્પતિના કારણે તમને સકારાત્મક ઊર્જા મળશે. મોટી સફળતાની સાથે જવાબદારીઓ પણ વધશે.

સકારાત્મક પ્રભાવ

સકારાત્મક પ્રભાવ

મધ્ય મેમાં તમને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. નોકરી શોધવા નીકળેલા ફ્રેશરને પણ આ વર્ષે સારી નોકરી મળવાની શક્યતા છે. જૂનના અંતમાં ગ્રહોની ફેરબદલથી જવાબદારી વધશે. પદોન્નતિ અને વેતનવૃદ્ધિની શક્યતા પણ છે.

મેષ રાશિ

મેષ રાશિ

કેરિયરની દ્રષ્ટ્રિએ મેષ રાશિવાળા લોકોને સારો ફાયદો રહેશે. પણ કેટલાક ગ્રહોની ગતિને કારણે મુશ્કેલીઓ રહેશે. શુક્ર અને શનિની ગતિના કારણે તમારા જીવનમાં નવી મુશ્કેલીઓ આવશે જેને તમારે શાંતિથી દૂર કરવાની રહેશે.

કેરિયરને મળશે નવી ઊંચાઇઓ

કેરિયરને મળશે નવી ઊંચાઇઓ

આ વર્ષે તમારા કેરિયરને મળશે નવી ઊંચાઇઓ. રાહુ અને બૃહસ્પતિ તમારા માટે હિતકારી બનશે. એપ્રિલમાં કાર્ય સંબંધી વધુ લાભ થશે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પ્રમોશન મળી શકે છે.

વૃષભ રાશિ માટે લકી છે વર્ષ 2016

વૃષભ રાશિ માટે લકી છે વર્ષ 2016

નવી નોકરી શોધનાર ફ્રેશરને મુશ્કેલીઓ આવી શકે છે. પણ તેમ છતાં નોકરીયાત વૃષભ જાતકો માટે વર્ષ 2016 છે લકી. ઉચ્ચ અધિકારી જોડે ચર્ચા કરવાનું ટાળજો. સેલ્સ અને એડ ફિલ્મમાં કામ કરતા જાતકો માટે વર્ષના પહેલા 6 મહિના મુશ્કેલ.

તનાવ

તનાવ

એપ્રિલથી જૂનની વચ્ચે નોકરીમાં તનાવ રહેશે. જુલાઇથી સપ્ટેમ્બરમાં આઇટી વિભાગના લોકોને અધ્યતન પ્રોગ્રામ શીખવા પડશે. રિયલ એસ્ટેટ અને સિવિલ એન્જીનિયર માટે નવા અવસર મળશે. પરિશ્રમ, જિજ્ઞાસા અને મહેનત તમને સફળતા આપશે અને આગળ વધારશે.

કન્યા રાશિ મળશે અનેક તક

કન્યા રાશિ મળશે અનેક તક

વર્ષ 2016માં કન્યા રાશિના જાતકોને મળશે અનેક તક. શનિની સ્થિર સ્થિતી કામ પ્રત્યે સમર્પણ અને મહેનત માંગી લેશે. વર્ષની શરૂઆતથી લઇને મધ્ય ફેબ્રુઆરી સુધી તમને અનેક તક મળશે. ફેશર્સને પણ સારી નોકરીની તક મળશે. શનિ અને કેતુનો સંયોગ તમારા કામ રોકી શકે છે.વળી વરિષ્ઠ અધિકારીઓ તરફથી દબાવ વધશે.

મે પછી સ્થિતમાં ફેર

મે પછી સ્થિતમાં ફેર

જો કે 10 મે પછી સારો સમય આવશે. કેરિયર આગળ વધશે. સપ્ટેમ્બરમાં ફ્રેશર્સ માટે આકર્ષક તકો આવશે અને નોકરીયાત જાતકોને પણ વિકાસ અને લાભની સંભાવનાઓ વધશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X