• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્વચા સંબંધી રોગ આપે છે નબળો બુધ ગ્રહ, સૂર્ય-મંગળ-શુક્ર પણ બને છે તેના કારણ

વૈદિક જ્યોતિષની દ્રષ્ટિથી જોઈએ તો ત્વચાનો કારક ગ્રહ મુખ્ય રીતે બુધ હોય છે. જાણો તેના વિશે બધુ..
|
Google Oneindia Gujarati News

Vitiligo or white spot gives weak Mercury Said Astrologer: જ્યોતિષશાસ્ત્રમાં પ્રત્યેક ગ્રહ સાથે જોડાયેલ રોગ અને પીડાઓનુ વિસ્તારથી વર્ણન મળે છે. અનિયમિત ખાનપાન, સ્મોકિંગ તેમજ ડ્રિંકની આદત અને બગડતી લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરમાં ત્વચા પર વૃદ્ધાવસ્થા જેવા લક્ષણો જોવા મળે છે. આજકાલ લોકોમાં ત્વચા ખરાબ હોવા જેવા અનેક મામલા જોવા મળી રહ્યા છે. અનેક ત્વચારોગ વિશેષજ્ઞો પાસે ઈલાજ કરાવ્યા બાદ પણ સમસ્યાથી છૂટકારો મળતો નથી. વૈદિક જ્યોતિષની દ્રષ્ટિથી જોઈએ તો ત્વચાનો કારક ગ્રહ મુખ્ય રીતે બુધ હોય છે. આ સંપૂર્ણ શરીરની બહારની ત્વચાને નિયંત્રિત કરે છે. પરંતુ આ ઉપરાંત સૂર્ય, મંગળ અને શુક્ર પણ ત્વચાને સારી કે ખરાબ બનાવવામાં ભૂમિકા નિભાવે છે.

ત્વચા સંબંધિત અનેક રોગ હોય છે જેમાં લ્યૂકોડર્મા કે સફેદ ડાઘ હોવા એક એવો રોગ છે જેમાં વ્યક્તિમાં હીન ભાવના પેદા થાય છે. તે બીજા સામે જવાનુ ટાળે છે. બીજા લોકો પણ આને હીન દ્રષ્ટિથી જુએ છે. વાસ્તવાં લ્યુકોડર્મા કે સફેદ ડાઘ એક સામાન્ય ત્વચા રોગ છે જેમાં ત્વચાની અંદર મેલેનીન બનવાનુ બંધ થઈ જાય છે જે ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. આના ફળસ્વરૂપ ત્વચા પર સફેદ ડાઘ થવા લાગે છે. આ વધતા-વધતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. લોકોમાં આના વિશે ભ્રમ છે કે આ કોઢની બિમારી છે પરંતુ આવુ નથી. કોઈ અને આ એકદમ અલગ છે.

કયો ગ્રહ શું કરે છે

બુધઃ બહારની ત્વચાનો કારક હોય છે. ત્વચાનો કોઈ પણ રોગ ઉભરે તો ત્વચા પર દેખાય છે. બુધ પીડિત હોવા પર બહારી ત્વચા ખરાબ થવા લાગે છે.

સૂર્યઃ સૂર્ય આરોગ્યનો કારક ગ્રહ છે. સૂર્યથી શરીરનુ તેજ અને ચમક જળવાઈ રહે છે. સૂર્ય પાપ ગ્રહ છે. જો આના પર અન્ય પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો તે શરીરને મૂરઝાવી દે છે. ખરાબ સૂર્યવાળા જાતકની ત્વચામાં ચમક નથી હોતી.

મંગળઃ મંગળ લોહી અને શરીરમાં પેશીઓના નિર્માણમાં મદદરૂપ હોય છે. મંગળ ખરાબ હોવા પર લોહીનો વિકાર પેદા થાય છે. જેનાથી ત્વચા પર દાણા ઉભરવા, ખીલની સમસ્યા થાય છે. ખંજવાળ, રેસીઝની સમસ્યા પણ મંગળના કારણે થાય છે.

શુક્રઃ શુક્રનો સંબંધ સૌદર્ય સાથે છે. જે જાતકનુ શુક્ર મજબૂત હોય છે તે આકર્ષક, સુંદર હોય છે. તેની ત્વચા નિખરેલી ચમકદાર હોય છે. શુક્ર ખરાબ હોય તો ત્વચાની ચમક ખોવાઈ જાય છે.

આ સફેદ ડાઘના કારણ

લગ્નમાં પીડિત બુધ, શુક્ર કે સૂર્ય હોવા પર સફેદ ડાઘની સમસ્યા થાય છે. છઠ્ઠો ભાવ રોગનો ભાવ છે. લગ્ન, છઠ્ઠા અને આઠમાં ભાવમાં પાપ ગ્રહ વધુ હોય તો સફેદ ડાઘ હોય છે. લગ્નેશનુ દોષ યુક્ત હોવુ સફેદ ડાઘનુ કારણ બને છે. મંગળ જો છઠ્ઠા ભાવનો સ્વામી થઈને લગ્નમાં બેઠો હોય તો સફેદ ડાઘ થવાની સંભાવના રહે છે. કુંડળીમાં શુક્ર અસ્ત હોય અર્થાત સૂર્ય સાથે શુક્ર હોય અને પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો સફેદ ડાઘ થાય છે. ચંદ્ર અને બુધની યુતિ પર રાહુ-કેતુની દ્રષ્ટિ હોવા પર પણ સફેદ ડાઘ થાય છે. બુધ સાથે કેતુ જો શનિની મકર-કુંભમાં હોય અને બુધની રાશિ મિથુન કે કન્યામાં શનિ હોય તો સફેદ ડાઘની સમસ્યા થાય છે. રોગ ભાવ છષ્ઠમમાં મંગળ અને બુધ પીડિત હોય તો ત્વચા રોગ થાય છે.

આ ઉપાય કરો

નવગ્રહનુ પેંડન્ટ પહેરો. નવગ્રહ સ્તોત્રનો નિયમિત પાઠ કરો. બથુઆનુ શાક ખાવુ અને પાણીમાં બથુઆ ઉકાળીને તેના પાણીથી 6 મહિના સુધી ન્હાવાથી સફેદ ડાઘ દૂર થઈ જાય છે. અખરોટ ખાવાથી સફેદ ડાઘ દૂર થાય છે. બુધની શાંતિના નિમિત્ત લીલા મગનુ દાન કરવુ લાભદાયક હોય છે. લીલા મગની માળા કે ફિરોઝાની માળાથી બુધના મંત્રોનો જાપ નિયમિત રીતે કરો. મોતી શંખમાં પાણી ભરીને 24 કલાક રાખો અને તેનાથી પ્રભાવિત ત્વચા પર લગાવવાથી સફેદ ડાઘ દૂર થાય છે.

Kundali: કેવી રીતે અને ક્યાં થશે મૃત્યુ, રાઝ ખોલશે અષ્ટમ ભાવKundali: કેવી રીતે અને ક્યાં થશે મૃત્યુ, રાઝ ખોલશે અષ્ટમ ભાવ

English summary
Vitiligo gives weak Mercury said astrologer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X