Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમીન પર બેસીને ભોજન કરો તો રાખો આ વાતોનુ ખાસ ધ્યાન

હિંદુ સનાતન પરંપરામાં જમીન પર પલાઠી વાળીને બેસીને ભોજન કરવાની પરંપરા જણાવવામાં આવી છે. આવો જાણીએ અમુક નિયમો...

આજકાલ લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ભોજન કરે છે પરંતુ હિંદુ સનાતન પરંપરામાં જમીન પર પલાઠી વાળીને બેસીને ભોજન કરવાની પરંપરા જણાવવામાં આવી છે. વાસ્તવમાં જમીન પર બેસીને ભોજન કરવુ એક પ્રકારનો યોગાભ્યાસ છે જેનાથી ભોજનને યોગ્ય રીતે પચાવવામાં મદદ મળે છે. જો તમે જમીન પર બેસીને ભોજન કરતા હોય અને ભોજનની થાળી સીધી જમીન પર મૂકી દેતા હોય તો આ એકદમ ખોટી વાત છે. આમ ન કરવુ જોઈએ. શાસ્ત્ર કહે છે કે આનાથી અન્ન દેવતાનુ અપમાન થાય છે. ભોજનની થાળી સીધી જમીન પર ન રાખવી જોઈએ, તેની નીચે કોઈ કપડુકે પાટલો રાખવો જોઈએ. પ્રાચીનકાળમાં લોકો ભોજનની થાળીની નીચે પત્તા પાથરતા હતા અને તેનાથી પણ પહેલા ડબલ પત્તા રાખતા હતા. આવો જાણીએ અમુક નિયમો...

કોઈ આસન પર બેસીને જ ભોજન કરો

કોઈ આસન પર બેસીને જ ભોજન કરો

  • ભોજન કરવા માટે જો તમે જમીન પર બેસી રહ્યા હોવ તો તેમ ન કરવુ પરંતુ કોઈ આસન પર બેસીને જ ભોજન કરવુ. આનાથી ગ્રહ પીડા નહિ થાય.
  • ભોજનની થાળીને સીધી જમીન પર ન મૂકવી.
  • તેની નીચે લાકડુ કે પાટિયુ રાખી લેવુ જોઈએ. આનાથી અન્નનુ અપમાન નહિ થાય.
  • ભોજન કરવાનુ પાટિયુ લંબચોરસ હોવુ જોઈએ, ગોળ કે ઈંડાકાર પાટિયા પર થાળી રાખીને ભોજન ન કરવુ, આ માનસિક તણાવ આપે છે.
  • ભોજન કરવાનુ પાટિયુ લાકડાનુ હોવુ જોઈએ, પ્લાસ્ટિક કે લોખંડ કે બીજી કોઈ ધાતુનુ ન હોવુુ જોઈએ. ધાતુનુ પાટિયુ માનસિક પીડા આપે છે.

ભોજન કરવાના પાટિયાની ઉંચાઈ વધુ ન હોવી જોઈએ...

ભોજન કરવાના પાટિયાની ઉંચાઈ વધુ ન હોવી જોઈએ...

  • ભોજન કરવા માટે સામાન્ય લાકડુ કે પાટિયુ સૌથી શુભ માનવામાં આવે છે.
  • લાકડાના પાટિયાની કિનારી પર ચારે તરફ ચાંદીની ડિઝાઈનર કિનારી હોઈ શકે છે.
  • જો સંભવ ન હોય તો કોઈ પણ ધાતુનો ઉપયોગ ન કરો.
  • પાટિયા પર થાળી સાથે પાણી, છાશ વગેરેનો ગ્લાસ રાખવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
  • ભોજન કરવાના પાટિયાની ઉંચાઈ વધુ ન હોવી જોઈએ.
  • અન્નમાં નવ ગ્રહોનો વાસ હોય છે. એટલા માટે ક્યારેય ભોજન કરતી વખતે ગુસ્સો ન કરવો. પ્રસન્ન ચિત્તે ભોજન કરવુ.
ભોજન શાંત ચિત્તે કરવુ

ભોજન શાંત ચિત્તે કરવુ

ભોજન શાંત ચિત્તે કરવુ, ભોજન કરતી વખતે વાતો ન કરવી.
ભોજન કરતી વખતે મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવુ.
ભોજન કરવાનુ સ્થાન સાફ-સ્વચ્છ, હવાદાર હોવુ જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X