ગર્લફેન્ડ ગુસ્સાવાળી છે કે શાંત, જાણો રાશિ પ્રમાણે તેનો સ્વભાવ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વાત જ્યારે કોઈ છોકરી સાથેના રિલેશનશીપની હોય ત્યારે સમજી લેવું કે રાતની ઉંઘ હરામ છે. તેમાંય જ્યારે તે તમારી ગર્લફેન્ડ બની જાય ત્યારે તો કહેવું જ શું. પણ શું તમે વિચાર્યુ છે કે તમને તમારી ગર્લફેન્ડના નેચર વિશે ખબર હોય તો તેને સમજવું કેટલું સરળ બની જાય છે. કોઈ પણ રિલેશનશીપનો શરૂઆતનો તબક્કો સારો રહે છે પણ ત્યારે પાર્ટનર એકબીજાને સારી રીતે જાણી લે છે ત્યારે થોડા સમય બાદ સંબંધોમાં મુશ્કેલી શરૂ થઈ જાય છે. આપણને એવું લાગે છે કે તેનો સ્વભાવ તો તદ્દન અલગ છે.  પ્રેમમાં પડ્યા બાદ છોકરીઓ બદલાઈ જાય છે. જો તમે પણ તમારી ગર્લફેન્ડના નેચર વિશે જાણવા ઈચ્છો છો તો પહેલા તેની રાશિ જાણો અને ત્યારબાદ વાંચો આ આર્ટિકલ...

મેષ

મેષ

આ રાશિના છોકરીઓ સ્વભાવે ઉગ્ર, ક્રોધી અને ચિડાયેલી રહે છે. તેઓ અગ્નિ તત્વ વાળી હોય છે. તેમના સ્વભાવમાં શત્રુતા નથી હોતી. આ છોકરીઓને એડવેન્ચર ખૂબ ગમે છે. પ્રેમમાં પડ્યા બાદ મેષ રાશિની છોકરીઓ બાળકોની જેમ વર્તન કરવા લાગે છે.

વૃષભ

વૃષભ

તેઓ જેને પણ સાચો પ્રેમ કરે અને લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તો પોતાની આ ઈચ્છાને પૂરીં કરીને જ રહે છે. પોતાના પાર્ટનરને તેઓ જેટલી વફાદાર રહે છે તેટલી જ ભાગ્યે જ કોઈ રહેતી હશે. પોતાના આ વ્યવહારને કારણે તે ઝડપથી નવા લોકોમાં ભળી જાય છે.

મિથુન

મિથુન

આ રાશિની છોકરીઓ દરેક પળને માણે છે. આ છોકરીઓને એવા છોકરાઓનો સાથ જોઈએ જે દરેક સ્થિતિમાં તેમનો સાથ નિભાવે. તેઓ પોતાના પ્રેમ પ્રત્યે વફાદાર રહે છે. તે પોતાના જીવનસાથીથી પણ સમજદારી અને વફાદારી ઈચ્છે છે. તેઓ શાંત સ્વભાવની સાથે મસ્તીખોર પણ હોય છે. જોખમી કામો તેમની પહેલી પસંદ છે.

કર્ક

કર્ક

પોતાની અંદર અનેક રાઝ છુપાવી રહેવાની આ રાશિની છોકરીઓ સ્વભાવે વિનમ્ર અને પાર્ટનરની સંભાળ રાખનારી હોય છે.

સિંહ

સિંહ

આત્મવિશ્વાસથી ભરેલી આ રાશિની છોકરીઓ સંબંધોને જાળવી રાખવા તમામ પ્રયત્નો કરે છે. પ્રેમમાં પડ્યા બાદ તેઓ પોતાના પાર્ટનરને પૂરોં સમય આપે છે.

કન્યા

કન્યા

પ્રેક્ટિકલ સ્વભાવની આ રાશિની છોકરીઓ જલ્દીથી કોઈના પર પણ વિશ્વાસ કરી લેતી નથી. પણ પ્રેમમાં પડ્યા બાદ પોતાના પાર્ટનરને પૂરી મહત્તા આપે છે.

તુલા

તુલા

તુલા રાશિની સ્ત્રીઓ પોતાના જીવનસાથીની ખુશીઓનું ધ્યાન રાખે છે. તેમને એવો સાથી જોઈએ જે હંમેશા તેમનો સાથ નિભાવે. આ કારણે તેઓ પોતાના જીવનસાથીની પ્રિય હોય છે

વૃશ્ચિક

વૃશ્ચિક

પ્રેમમાં પડ્યા બાદ આ રાશિની છોકરીઓનો સ્વભાવ ગંભીર બની જાય છે. આ રાશિની સ્ત્રીઓ પોતાના નિર્ણયોમાં કોઈનો હસ્તક્ષેપ પસંદ કરતી નથી. આ રાશિની સ્ત્રીઓની વાણીમાં કડવાશ હોય છે. તેઓ સેક્સ પ્રત્યે આકર્ષિત થાય છે.

ધન

ધન

આ રાશિની છોકરીઓ પહેલી મુલાકાતમાં જ પોતાના સાથીને ઈમ્પ્રેસ કરી દે છે. પોતાની લવલાઈફને સારી બનાવવા તેઓ પોતાના તરફથી સો ટકા પ્રયત્નો કરે છે.

મકર

મકર

મહેનતુ, સરળ હોવાને કારણે આ રાશિની છોકરીઓ મહત્વાકાંક્ષી હોય છે. પોતાના પાર્ટનરને લઈ આ રાશિની છોકરીઓ અત્યંત સ્વપ્નશીલ હોય છે.

કુંભ

કુંભ

કુંભ રાશિની છોકરીઓ પ્રેમમાં વફાદાર અને પ્રામાણિક સ્વભાવની હોય છે . પોતાના પાર્ટનરને ક્યારેય દગો ન કરનારી આ છોકરીઓ સામેથી પણ તેવી જ અપેક્ષા રાખે છે.

મીન

મીન

આ રાશિની છોકરીઓ જેવી રિલેશનશીપમાં આવે છે તેવી જ સ્વભાવે બાળક બની જાય છે. પોતાની જ દુનિયામાં રહેનારી આ છોકરીઓ પોતાની મરજી પ્રમાણે ચાલે છે. તેઓ ક્યારેય પોતાના પાર્ટનરને હેરાન કરતી નથી. સ્વભાવે તે શરમાળ હોય છે. તેમનું વ્યકિતત્વ ગ્લેમરસ અને સાથે જ દયાળુ પણ હોય છે.

English summary
In this article you will have at least a rough idea about someone before you have invested way too much time in them? So heres the type of girlfriend you will find under every Zodia sign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.