For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે કોઈ કાર્ય કરવુ જરુરી હોય પરંતુ અશુભ યોગ હોય તો શું કરવુ

અશુભ યોગોનુ નિવારણ કેવી રીતે કરવામાં આવે જેથી આપણા શુભ કાર્યોમાં કોઈ અડચણ ન આવે અથવા શુભ કાર્યમાં નિષ્ફળતા ન મળે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે જ્યારે કોઈ શુભ કાર્ય કરવુ અત્યંત જરુરી થઈ જાય છે પરંતુ એ સમયે કાળમાં કોઈને કોઈ અશુભ યોગ, અશુભ ગ્રહ, અશુભ વાર, અશુત્ર નક્ષત્ર, અશુભ તિથિ આવી જતી હોય છે. હવે કાર્ય તો કરવાનુ જ છે. એવામાં આ અશુભ યોગોનુ નિવારણ કેવી રીતે કરવામાં આવે જેથી આપણા શુભ કાર્યોમાં કોઈ અડચણ ન આવે અથવા શુભ કાર્યમાં નિષ્ફળતા ન મળે.

kundli

આવા સંકટ સમયે જ્યોતિષ શાસ્ત્ર કામમાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ સમયને શુભ બનાવવા માટે ઘણા સચોટ ઉપાયો આપવામાં આવ્યા છે. જેને અપનાવવાથી અશુભ યોગોને પણ શુભ બનાવી શકાય છે.

મુહૂર્ત ચિંતામણિમાં કહેવાયું છે-

दुष्टे योगे हेम चंद्रे च शंखं धान्यं तिथ्यद्र्धे तिथौ तण्डुलांश्च ।
वारे रत्नं भे च गां हेम नाड्यां दद्यात्सिन्धूत्थं च तारासु राजा ।।

આ સૂત્ર અનુસાર જો કોઈ જરૂરી કામ કરતી વખતે કોઈ અશુભ યોગ હોય તો સોનાનું દાન કરવુ જોઈએ. જો દુષ્ટ ચંદ્રમાં હોય તો શંખ, દુષ્ટ કરણ જેવા ભદ્રા હોય તો અન્નનું દાન કરવાથી અશુભ અસર દૂર થાય છે. તેવી જ રીતે ચતુર્થી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા જેવી અશુભ તિથિએ ચોખાનુ દાન કરવુ અને જો મંગળ, શનિવાર, રવિવાર અશુભ હોય તો રત્નોનુ દાન કરવુ યોગ્ય છે. તેવી જ રીતે જો દુષ્ટ નક્ષત્ર હોય તો ગાય અને દુષ્ટ નાડી એટલે કે લગ્નમાં વર-કન્યાની એક જ નાડી હોય તો સોનાનુ દાન કરવાથી અશુભ અસર દૂર થાય છે. અશુભ નક્ષત્ર વિપત, પ્રત્યારી, અશુભ હોય તો મીઠાનુ દાન અવશ્ય કરવું. આ રીતે વ્યક્તિએ સંબંધિત અશુભ તત્વ સાથે સંબંધિત વસ્તુનુ દાન કર્યા પછી જ કાર્ય શરુ કરવુ જોઈએ.

English summary
What to do when it is necessary to do some work but there is inauspicious yoga. what says astrologers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X