Inspirational Story: હંમેશા નજરે જોયેલુ સાચુ નથી હોતુ
નવી દિલ્લીઃ ઘણીવાર વાતચીત દરમિયાન તમે એ વાક્ય સાંભળ્યુ હશે - અરે! મે મારી નજરે જોયુ છે આ બધુ થતા. આ વાક્યનો અર્થ થાય છે કે જેણે નજરે જોયુ છે તેની વાત ખોટી ન હોઈ શકે. શું આ વાત સાચી છે? શું ખરેખર નજરે જોયેલુ ક્યારેય ખોટુ ન હોઈ શકે? ચાલો, એક સુંદર કથાના માધ્યમથી જાણીએ.

'તમારા ત્રણેમાંથી ચોર કોણ છે?'
એક વખતની વાત છે. રાતનો સમય હતો. ગામમાં બધા લોકો સૂઈ રહ્યા હતા કે અચાનક ચોર-ચોરની બૂમાબૂમ થવા લાગી. જોત જોતામાં આખુ ગામ ભેગુ થઈ ગયુ. ગામના યુવાનોએ દોડીને 3 વ્યક્તિઓને પકડી લીધા જે ઝડપથી ભાગતા દેખાઈ રહ્યા હતા. ત્રણેને પકડીને તરત જ સરપંચ સામે લાવવામાં આવ્યા. સરપંચે પૂછ્યુ, 'તમારા ત્રણેમાંથી ચોર કોણ છે?' ત્રણેએ એક જ ઝાટકે ના પાડી દીધી. સરપંચે કહ્યુ - તો પછી તમે લોકો કેમ ભાગી રહ્યા હતા? ત્રીજા વ્યક્તિએ કહ્યુ - મે આ બીજાવાળાને ભાગતા જોયો અને ચોર-ચોરનો અવાજ સાંભળ્યો તો મે એને પકડીને દોડ્યો. બીજા વ્યક્તિએ પણ આ જ વાત કહી કે તે પહેલાવાળાને પકડીને દોડ્યો.

શું ચોરી કર્યુ તે?
હવે સરપંચે પહેલા વ્યક્તિને કહ્યુ કે નિશ્ચિત રીતે તુ જ ચોર છે. શું ચોર્યુ તે? તે વ્યક્તિ બોલ્યો, મે કંઈ નથી ચોરી કર્યુ. હું ચોર નથી. સરપંચે કહ્યુ - તો પછી તુ કેમ ભાગી રહ્યો હતો? તેણે કહ્યુ - સરપંચજી! મે એક બિલાડીને મોઢામાં પોટલી દબાવીને ભાગતા જોઈ. મને લાગ્યુ કે એક વાર જોવુ જોઈએ કે શું લઈને જઈ રહી છે, તો હું એને પકડવા દોડ્યો. ત્યારબાદ ચોર-ચોરના અવાજો સંભળાવા લાગ્યા, બધા દોડી રહ્યા હતા તો હું પણ દોડવા લાગ્યો.

સરપંચે કહ્યુ - આમાંથી કોણ સાચુ બોલી રહ્યુ છે
તેની વાત સાંભળીને સરપંચે કહ્યુ - આમાંથી કોણ સાચુ બોલી રહ્યુ છે, એ તો હવે બિલાડી જ કહી શકે છે. તરત જ એ બિલાડીને પકડો. થોડી વારની મહેનત પછી બિલાડી અને પોટલી બંને મળી આવ્યા. સરપંચે પોટલી ખોલીને જોયુ, તો તેમાં ખરેખર ઘરેણાં હતા. જે મહિલાએ સૌથી પહેલા ચોર-ચોરની બૂમો પાડી હતી તેના જ ઘરેણાં હતી. તેણે બિલાડીને નહોતી જોઈ પરંતુ પોટલી ગાયબ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. આ રીતે ત્રણ વ્યક્તિ ચોરીના આરોપી માનવામાં આવ્યા પરંતુ ચોર તો તે બિલાડી નીકળી.
શિક્ષા
જોયુ દોસ્તો, ઘણી વાર સત્ય એ નથી હોતુ, જે આપણે નજર સામે જોઈએ છે. ક્યારેક, કોઈ પરિસ્થિતિમાં સત્ય એવી રીતે પણ સામે આવી શકે છે, જે આપણી કલ્પનાથી પરે હોય. તો આંખો સાથે સાથે મગજ પણ ખુલ્લુ રાખો જેથી સત્યની ઓળખ થઈ શકે.
સરપંચે કહ્યુ - આમાંથી કોણ સાચુ બોલી રહ્યુ છે. તેની વાત સાંભળીને સરપંચે કહ્યુ - આમાંથી કોણ સાચુ બોલી રહ્યુ છે, એ તો હવે બિલાડી જ કહી શકે છે. તરત જ એ બિલાડીને પકડો. થોડી વારની મહેનત પછી બિલાડી અને પોટલી બંને મળી આવ્યા. સરપંચે પોટલી ખોલીને જોયુ, તો તેમાં ખરેખર ઘરેણાં હતા. જે મહિલાએ સૌથી પહેલા ચોર-ચોરની બૂમો પાડી હતી તેના જ ઘરેણાં હતી. તેણે બિલાડીને નહોતી જોઈ પરંતુ પોટલી ગાયબ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. આ રીતે ત્રણ વ્યક્તિ ચોરીના આરોપી માનવામાં આવ્યા પરંતુ ચોર તો તે બિલાડી નીકળી.
શિક્ષા
જોયુ દોસ્તો, ઘણી વાર સત્ય એ નથી હોતુ, જે આપણે નજર સામે જોઈએ છે. ક્યારેક, કોઈ પરિસ્થિતિમાં સત્ય એવી રીતે પણ સામે આવી શકે છે, જે આપણી કલ્પનાથી પરે હોય. તો આંખો સાથે સાથે મગજ પણ ખુલ્લુ રાખો જેથી સત્યની ઓળખ થઈ શકે.
મીડિયાકર્મીઓએ રિયા ચક્રવર્તી સાથે ધક્કામુક્કી કરતાં બૉલિવુડ સ્ટાર્સે વ્યક્ત કરી નારાજગી