આ રાશિના લોકોએ કહેલી વાત પડી જાય છે સાચી
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે એક અઠવાડિયા પહેલા તમારા મિત્રએ જે ભવિષ્યવાણી કરી હતી.
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે એક અઠવાડિયા પહેલા તમારા મિત્રએ જે ભવિષ્યવાણી કરી હતી તે ઘટના ખરેખર તમારા સાથે થઈ કે પછી તમારી નજીક બેઠેલા કોઈ વ્યક્તિએ તમને કંઈક કહ્યું હોય અને ગણતરીની મિનિટોમાં તમારી સાથે આ ઘટના ઘટી હોય. અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારી બહેનની ભવિષ્યવાણી સાચી પડતી હોય.
આજે આ વાત વિશે જ અમે તમને એ રાશિની વાત કરીશું જેઓ જો કહી દે કે તેમને કશુંક દેખાઈ રહ્યું છે, તો તે બિલકુલ સાચુ હોય.

કેવી રીતે થાય છે આભાસ ?
વિચારવા જેવી વાત છે કે કેટલાક લોકોના અનુમાન બિલકુલ સાચા પડે છે, અથવા તો તેમને પહેલેથી જ કોઈ ઘટનાનો આભાસ થઈ જાય છે, જે સાચી પડે છે. કેટલીકવાર લોકો કહેતા હોય છે કે તેમને કોઈ વાત દેખાઈ રહી છે અને કેટલાક દિવસો બાદ તે ખરેખર બને છે. જો કે આવી આગાહી જે તે લોકો માટે પણ રહસ્ય હોય છે, જેમને ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે સ્હેજ પણ માહિતી નથી હોતી. જો કે એ આશ્ચર્યજનક વાત છે કે તેમને ક્યારેક ભવિષ્યની આછેરી ઝલક પણ સ્પષ્ટ દેખાઈ જાય છે.

બધી ગ્રહોની રમત છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બધું ગ્રહમાન પર આધારિત છે. જે ગ્રહદશામાં આપણો જન્મ થયો હોય, તેની આપણા જીવન પર મોટી અસર પડે છે. આપણા જન્મથી લઈને જીવનમાં બનતી ઘટનાઓ આ તમામ ગ્રહોની બદલાતી સ્થિતિને કારણે જ બને છે. એટલે જ ક્યારેક એક જ રાશિના બે લોકોની આદતો પમ સરખી હોય છે.

સંબંધિત ગ્રહો બને જાય છે સંકેત આપનાર
આ જ રીતે કેટલીક રાશિ એવી પણ હોય છે, જેમની ભવિષ્યવાણી સાચી પડે છે. તેમાં તેમની મદદ કરે છે તેમની રાશિનો ગ્રહ. આવા લોકોને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અંગે પહેલેથી જ આભાસ થાય છે.

કર્ક
ભાવનાત્મક રાશિમાં કર્કનું નામ સૌથી ઉપર છે. આ રાશિના જાતકો બીજાની લાગણીઓની કદર કરે છે. સાથે જ લોકોની જરૂરિયાતો પણ સમજે છે. જો તમારી રાશિ પણ કર્ક છે તો તમે હંમેશા લોકોની દુર્દશા નહીં જોઈ શકો, તમને લાગણીઓમાં વહી જશો. આ રાશિનો સ્વામી ગ્રહ છે ચંદ્ર. જે પાણી સાથે જોડાયેલો છે. એટલે જ્યારે તમારા મિત્રો તમને કહે છે કે તેઓ કોઈ કાર્યમાં અસફળ થયા છે તો તમે મનમાં જ વિચારો છો કે આ તો તમને પહેલેથી જ ખબર હતી.

વૃશ્વિક
જો તમારા કોઈ મિત્ર વૃશ્વિક રાશિના હોય, તો તમે માર્ક કર્યું હશે કે તે ઓછું બોલે છે. પરંતુ જ્યારે તે બોલે છે ત્યારે તેમની વાતો હાજરજવાબી હોય છે. સામાન્ય રીતે આ રાશિના જતકો પહેલેથી જ જાણે છે કે કશુંક ખોટું થવાનું છે. જેમ કે તમે તેમને કહેશો કે તમારુ પાલતુ પ્રાણી બીમાર છે તો તેઓ કહેશે કે તેમને આવી જ આશા હતી. આ રાશિનો ગ્રહ મંગળ છે, અને પાણી સાથે જોડાયેલો છે. એટલે જ તેમને ઘટનાઓનો આભાસ થાય છે.

મીન
આ રાશિનો સ્વામી છે નેપચ્યુન, એટલે આ રાશિના જાતકોને પણ ઘણો આભાસ થાય છે. પાણી સાથે જોડાયેલા હોવાને કારણે મીન રાશિના લોકો બીજાની ભાવના સારી રીતે સમજી શકે છે. જો કે તે પોતાની દુનિયામાં જ રહે છે, પરંતુ તેમને આસપાસ શું ચાલી રહ્યું છે, તેની જાણ હોય છે. કેટલીકવાર આ રાશિના જાતકોની ભવિષ્યવાણી તાત્કાલિક સાચી પડે છે. . દાખલા તરીકે તેઓ કહેશે કે વરસાદ પડશે, તો તડકો ભલે ગમે તેટલો હોય પણ વરસાદ જરૂર પડે છે. આ ઉપરાંત તમે ક્યારેક તમારા મિત્રને બોસના ગુસ્સા વિશે સાવધ કરશો, તો બિલકુલ એવું જ થશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
