Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aquarius Yearly Horoscope 2019: કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આ વર્ષે તમે કેરિયરના નવા મુકામ પર રહેશો. તમને આગળ વધવાની અનેક તકો મળી રહેશે. નોકરીમાં પદોન્નતિની ભેંટ મેળવશો.

આ વર્ષે તમે કેરિયરના નવા મુકામ પર રહેશો. તમને આગળ વધવાની અનેક તકો મળી રહેશે. નોકરીમાં પદોન્નતિની ભેંટ મેળવશો. વિદેશમાંથી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. આર્થિક રીતે આ વર્ષે અને ગિફ્ટ મેળવશો. ધનલાભનો પ્રબળ યોગ રહેશે. ધનલાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ગુરુની કૃપા તમારા કૌટુંબિક જીવન પર રહેશે. પરિજનો સાથે તમે આનંદથી રહી શકશો. પરિજનો તમારુ સમર્થન કરશે. આ વર્ષે તમે નવું ઘર ખરીદશો. જો કે આ સમય દરમિયાન તમારા પ્રેમ પર ભરોસો કરજો અને તમારા પ્રિય પાર્ટનરનો વિશ્વાસ તોડશો નહિં. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપે, નહિંતર તેમને મુશ્કેલી આવી શકે છે.

આ પણ વાંચો: Capricon Yearly Horoscope 2019: મકર રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક

આર્થિક

આ વર્ષ તમારા આર્થિક જીવનને લઈ શાનદાર રહેશે. તમને આર્થિક લાભનો યોગ છે. ધન આવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ વર્ષે તમે ધનનો સંગ્રહ કરી શકશો. આવકના અનેક સ્ત્રોત મળી રહેશે. આ વર્ષની શરૂઆતમાં તમને ધન લાભને લઈ કોઈ શુભ સમાચાર મળી શકે છે. ખેતી કરનારા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. બેંકમાં લોન માટે એપ્લાય કર્યુ છે તેમની લોન એપ્રુવ થઈ જશે.

આરોગ્ય

આરોગ્ય

આ વર્ષ તમારા સ્વાસ્થ્યને લઈ સારુ રહેશે. તમે નિરોગી રહેશો અને ખુદને અધિક ઉર્જાવાન અનુભવશો. તમે જોશ, ઉત્સાહ અને ગજબની ફૂર્તી સાથે આગળ વધશો. જો કે તમે ક્યારેક ક્યારેક મોસમી રોગોની અડફેટમાં આવી શકો છો. તમને શરદી, તાવ, અનિંદ્રા રહેશે. જેનો તત્કાલ ધોરણે ઈલાજ કરાવજો. તમારા વ્યકિતત્વમાં નિખાર આવશે અને તમે તમારી પર્સનાલીટીથી લોકોને આકર્ષિત કરી શકશો. વાહન ચલાવતા સાચવજો. આ વર્ષે તમે ફીટ રહેવા માટે યોગ અને વ્યાયામ કરજો.

નોકરી અને વેપાર

નોકરી અને વેપાર

આ વર્ષે તમારુ કેરિયર નવી ઉંચાઈએ રહેશે. આ વર્ષે તમને કાર્યક્ષેત્રે સફળતા મળશે. તમારા નર્ણયો તમારા કેરિયરને નવી દિશા આપશે. યોગ્ય નિર્ણયોથી નવી તકોનું નિર્માણ થશે. સિનિયર તમારા કામની પ્રસંશા કરશે. તમારા અંદર અહમને વિકસવા દેશો નહિં, નહિંતર તમને નુકશાન થઈ શકે છે. જાન્યુઆરી, ઓગસ્ટ અને ડિસેમ્બર તમારા માટે ખૂબ સારો રહેશે. આ સમયે તમે કોઈ વિવાદમાં પડશો નહિં. કાર્યક્ષેત્રે અનુસાસનનું પાલન કરજો. સાર્વજનિક ક્ષેત્રે કામ કરનારા જાતકો માટે આ વર્ષ સારુ રહેશે.

સંબંધો

સંબંધો

આ વર્ષે તમારુ જીવન સુખમય રહેશે. ગુરુની કૃપાથી બધુ સારુ રહેશે. પરિજનો સાથે ઘરે ખુશીથી રહેશો. ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બનશે. ઘરમાં કોઈ માંગિલક કાર્યક્રમ યોજાશે, જેમાં કેટલાક પ્રતિષ્ઠ લોકોને મળવાનું થશે. આ વર્ષે ઘરના સભ્યોની સંખ્યા વધી શકે છે. કૌટુંબિક જવાબદારીઓને સમજજો. મુશ્કેલીના સમયે તેમને સાથ આપજો.

લવ લાઈફ

લવ લાઈફ

આ વર્ષે તમારુ પ્રેમ જીવન સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. જો કે પ્રેમ પર વિશ્વાસ રાખજો અને પાર્ટનરનો વિશ્વાસ તોડશો નહિં. આ સમયે પ્રેમ સંબંધને લઈ થોડો ભ્રમ રહેશે. મનમાં અનેક પ્રકારના કન્ફ્યુઝન રહેશે. જેથી વાતચીત દ્વારા તમે તેનું સમાધાન લાવજો. આ સમયે તમે સાથે કોઈ હિલસ્ટેશને ફરવા પણ જશો. કેટલાક જાતકોને પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં બદલાઈ શકે છે. એકબીજાથી કંઈ છૂપાવશો નહિં.

શિક્ષણ

શિક્ષણ

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ચેલેન્જભર્યુ રહેશે. સારા પરિણામ માટે તેમને સખત મહેનત કરવી પડશે. ભાગ્યનો સાથ ઓછો રહેશે. જેથી તમારે તમારી મહેનત પર નિર્ભર રહેવું પડશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર અને ડિસેમ્બરનો સમય અભ્યાસ માટે અનુકૂળ છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. સ્કૂલ, કોલેજમાં વિદ્યાર્થીઓની સારી મિત્રતા રહેશે. જેઓ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે તેમની પ્રેક્ટિકલમાં રૂચી વધુ રહેશે. અભ્યાસની સાથે સાથે તમારી પ્રતિભાને વિકસાવા પર પણ ધ્યાન આપજો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X