Pisces Yearly Horoscope 2019: મીન રાશિનું વાર્ષિક રાશિફળ 2019

2019નું વર્ષ તમારી નોકરી અને બિઝનસમાં નવી ઉંચાઈઓ અપાવનારુ રહેશે. ત્યાં જ તમારી મહેનતનું તમને પરિણામ મળશે.

2019નું વર્ષ તમારી નોકરી અને બિઝનસમાં નવી ઉંચાઈઓ અપાવનારુ રહેશે. ત્યાં જ તમારી મહેનતનું તમને પરિણામ મળશે. આ વર્ષે તમારી પદોન્નતિનો યોગ છે. કાર્યક્ષેત્રે તમે નવી ઉંચાઈ હાંસલ કરશો. ધનની લગતી યોજનાઓમાં સાવધાન રહેજો. જોખમી રોકાણ કરવાનું ટાળજો. કૌટુંબિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. ઘરના સભ્યો વચ્ચે તાળમેળ ઓછો રહેશે. આ વર્ષે લવ લાઈફને લઈ થોડા કન્ફ્યુઝ રહેશો. રિલેશનશીપને લઈ મનમાં અનેક પ્રકારની શંકા રહેશે અને પાર્ટનર સાથે કોઈ વાતે બોલાચાલી થશે, જેથી સંયમથી કામ લેજો.

આ પણ વાંચો: Aquarius Yearly Horoscope 2019: કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક

આર્થિક

આ વર્ષ તમારા માટે ચેલેન્જભર્યુ રહેશે. તમે આર્થિક રીતે સાવધાન રહેજો. જોખમી પગલા લેશો નહિં. આવક અને ખર્ચમાં તાળમેળ જળવાઈ રહે તે માટે ખર્ચા પર લગામ લગાવજો. ફેબ્રુઆરી અને ડિસેમ્બર માસમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સમયે ધન આવશે. જો કે ઓગસ્ટ અને નવેમ્બરમાં તમને ધનહાની થઈ શકે છે. આ સમયે શેયર સટ્ટાથી દૂર રહેજો. પાર્ટનરશીપમાં મતભેદ થવાથી વેપારમાં નુકશાન થઈ શકે છે. કાનુની વિવાદથી દૂર રહેજો.

આરોગ્ય

આરોગ્ય

આ વર્ષે આરોગ્યનું ધ્યાન રાખજો. આળસ તમને ભારે પડી શકે છે. ફીટ રહેવા માટે વ્યાયામ, જીમ, રનિંગ કરજો. દિનચર્યાને નિયમિત કરવાનો પ્રયત્ન કરજો. સવારે વહેલા ઉઠો અને રાત્રે જલ્દી સુઈ જાવ, આ વર્ષે પેટને લગતી તકલીફો રહેશે. જેથી બહારનું જમવાનું ટાળજો. મનમાં અનેક પ્રકારની બેચેની રહેશે. તમને કોઈવાતનો ડર સતાવ્યા કરશે. તમે હરવા ફરવાના શોખીન છો તો કોઈ હિલ સ્ટેશને ફરવા જઈ શકો છો. જેથી તમને હરાફેર થાય.

નોકરી અને વેપાર

નોકરી અને વેપાર

આ વર્ષ તમારા કેરિયરને લઈ અનુકૂળ રહેશે. તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. કાર્યક્ષેત્રે તમને નવી ઓળખ મળશે. અહંકારને તમારી અંદર આવવા દેશો નહિં. તમારી છવી મહેનતુ અને પ્રમાણિક વ્યકિતની રહેશે. નોકરીમાં પ્રમોશન થશે. જાન્યુઆરી-માર્ચ કેરિયરને લઈ ખુશખબર મળશે. તમારી સામાજીક પ્રતિષ્ઠા વધશે. જુલાઈ-ઓગસ્ટનો સમય તમારા માટે ચેલેન્જભર્યો રહેશે. નકામા વિવાદોથી આ સમયે દૂર રહેવું. તમારા સિનિયરના દિશા-નિર્દેશનું પાલન કરજો. જોખમ લેવાથી ડરશો નહિં.

સંબંધો

સંબંધો

કૌટુંબિક જીવનમાં આ વર્ષે તનાવ રહેશે. ઘરમાં કોઈ ને કોઈ વાતે કલેશ રહેશે. કુટુંબના સભ્યો વચ્ચે તાળમેળ ઓછો રહેશે. કામ માટે તમે ફેમેલીથી દૂર પણ જશો. ભાઈ-બહેન સાથે મતભેદ રહેશે. જો કે કુટુંબમાં કેટલાક એવા પણ પ્રસંગો થશે, જેમાં ખુશીઓ આવશે. સંબંધિઓ સાથે મુલાકાત થશે. લાલચી મિત્રોથી દૂર રહેજો. મુશ્કેલીના સમયે સંબંધિઓ મદદરૂપ થશે. ઘરના વડિલોનું સન્માન કરજો.

લવ લાઈફ

લવ લાઈફ

પ્રેમ જીવન માટે આ વર્ષ મિશ્રિત સંકેતો આપનારુ રહેશે. તમારા સંબંધને લઈ તમને અનેક શંકાઓ રહેશે. કોઈ વાતે તમારી વચ્ચે અનબન થઈ શકે છે. જાન્યુઆરી-માર્ચ સુધી પ્રેમમાં ઉતાર-ચઢાવ રહેશે. આ સમયે ગેરસમજ વધતા સંબંધમાં તિરાડ આવશે. જો કે નવા રિલેશનમાં કામુક વિચારોથી દૂર રહેવું. પાર્ટનર પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું નહિં. પ્રેમમાં ચેલેન્જ રહેશે પણ તમારા પ્રેમને લઈ તમે દ્રઢ રહેશો.

શિક્ષણ

શિક્ષણ

વિદ્યાર્થીઓને આ વર્ષે કોઈ ઉપલબ્ધિ મળશે. અભ્યાસમાં મન લાગશે. કોઈ કારણે તમારુ ધ્યાન ભટકશે. પરીક્ષામાં તમારાથી બનતુ સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરજો. ગુરુનું માન રાખજો. વિદેશ ભાષા શીખી રહેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ રહેશે. સફળતા માટે મહેનત કરવી અનિવાર્ય છે. મનમાં જીજ્ઞાસા રહેશે. જે તમને વિકસવામાં મદદ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X