Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મકરઃ ઘણું જ ખાસ રહેશે 2014નું વર્ષ

મકર(ભો,જા,જી,ખી,ખૂ,ખેખો,ગા,ગી): લખનઉના જ્યોતિષ પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે વર્ષ 2014 મકર રાશિના જાતકો માટે ઘણું જ ખાસ રહેવાનું છે. આ વર્ષે એવા કામ થશે, જે જીવનમાં માઇલસ્ટોન સાબિત થશે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મકરનો સ્વામી શનિ ઉચ્ચ રાશિમાં થઇને કેન્દ્રમાં બેસે છે. તેથી મકર રાશિના જાતકો માટે આ સમય સારો પ્રતિત થાય છે. વિવાહ યોગ્ય વ્યક્તિઓના સંબંધ બંધાય તેવી સંભાવના છે. રચનાત્મક કાર્યો પ્રત્યે રૂચિ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આ વર્ષ તમારા માટે ઘણુ જ ખાસ રહેવાનું છે.

વર્ષના મધ્યમાં સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર મિથુનમાં ગોચર કરશે અને ગુરુ કર્કમા હશે. આ દરમિયાન પ્રબુદ્ધ વ્યક્તિઓનો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે. ઘરેલુ સમસ્યાઓનો બોઝ થોડોક ઓછો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સંભાવનાઓ છે. આ દરમિયાન તમે નવી શરૂઆત પણ કરી શકે છે. વર્ષના અંતે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે. બુધ પણ સૂર્ય સાથે આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે.

એટલે કે વર્ષના અંતમાં ભૂમિ નિવેશ કરી શકો છો. સંતાન તરફથી કોઇ ફરિયાદ આવી શકે છે. ઉંડા વિચારોથી કોઇ સમસ્યાનું સમાધાન થશે. કોઇના સાથે ઝઘડો થઇ શકે છે. શિક્ષા સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. રાજકીય મહત્વકાંક્ષામાં વૃદ્ધિ થશે. હવે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી વાર્ષિક રાશિફળ વિસ્તારથી જાણવા તસવીરો પર ક્લિક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેસ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. મકરનો સ્વામી શનિ ઉચ્ચ રાશિમાં થઇને કેન્દ્રમાં બેસેલો છે. તેથી મકર રાશિના જાતકો માટે આ સમય સારો પ્રતિત થશે. વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે માગા આવી શકે છે. રચનાત્મક કાર્યો પ્રત્યે રૂચી વધશે. કોઇ જૂના મિત્ર સાથે મનોરંજનના અવસર પ્રાપ્ત થશે. ઓફિસની સ્થિતિઓ અનુકુળ રહેશે. તમારી પોતાની ભાષા શૈલીમાં થોડોક બદલાવ લાવો. વ્યવસાયિક સમસ્યાઓનું શીઘ્ર સમાધાન થશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઘરે આવવા જવાનું થશે. શત્રુઓ પ્રત્યે સાવધાની અપેક્ષિત છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગલ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. શનિ તમને બે ડગલા પાછળ લઇ જશે, પરંતુ ધેર્ય, સાહસ અને કઠિન પરિશ્રમ આગળ નતમસ્તક થઇ જાય છે. પરિવારની પ્રગતિમાં તમારી ભૂમિકા સરાહનીય રહેશે. કોઇ ગરીબ વ્યક્તિને મદદ કરવાનું મન થશે. ધાર્મિક વ્યક્તિઓથી જનસપંર્ક વધશે. પુત્ર મોહ તમને વ્યાકુળ કરશે. કોઇ નવા કાર્યમાં ગતિરોધ આવવાની આશંકા છે. જો તમે પાડોસીઓના દુઃખને તમારું દુઃખ માનસો તો તેના દુરગામી પરિણામ સારા સાબિત થશે. એક બીજા સાથે સહભાગિતાનો અનુભવ કરશો. શેર વિગેરેમાં રોકાણ ના કરો નહીંતર નુક્સાન થશે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. માર્ચ મહિનામાં મકર રાશિના જાતકો માટે ગ્રહ અનુકુળ રહેશે તેથી આ સમયે પરિસ્થિતિઓ તમારી અનુકુળ રહેશે. એનજીઓ સંબંધિત કોઇ કાર્ય મળી શકે છે. કોઇ અનહોની થવાના ભયથી મન પરેશાન રહેશે. રાજકીય નીકટતા તમારા માટે હિતકારી રહેશે. જો લોકો આયાત અને નિકાસનો વ્યાપાર કરે છે, તેમને આવકમં વિશેષ લાભ થશે. કથની અને કરણીમાં સમાનતા લાવો નહીંતર કોઇના સાથે સંબંધો ખરાબ થવાની આશંકા છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યામાં ભ્રમણ કરશે. આ મહિને અનેક સારા કાર્યો અનાયાસે થવાના સંકેત જોવા મળી રહ્યાં છે. તમે તમારી પ્રતિભાથી કોઇ અધિકારીને પ્રભાવિત કરશે. સંતાનની કામના કરનારા લોકોની મનોકામના ટૂંકમાં પૂર્ણ થશે. દરરોજના કાર્યોથી મન થાક અનુભવશે. ઘરેલુ વસ્તુઓમાં નુક્સાન થવાની આશંકા છે. ધાર્મિક કાર્યો પ્રત્યે ઝુકાવ રહેશે. અકારણ કોઇ પ્રતિ ક્રોધ થઇ શકે છે. વ્યવસાયિક યોજનાઓ ભવિષ્યમાં લાભદાયક રહેશે. જૂના વાતોમાં ખોવાયેલા રહેશો. કોઇ ગુપ્ત વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે મન લલચાશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. તમે ઉંડા વિચારો પછી જ કોઇ કાર્ય કરી શકશો. માતાથી દૂર રહેવુ તમારા માટે કષ્ટદાયી સાબિત થશે. કોઇ જરૂરી આવશ્યકયતાની પૂર્તિ થશે. ઘરમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાની સંભાવના છે. રાજકીય વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જો તમે ભૂમિ પ્રોપર્ટીમાં નિવેશ કરવા ઇચ્છો છો તો, તપાસ કરીને રોકાણ કરો. સકારાત્મક વિચારો અપનાવો. નવા કરારો કરવામાં ઉતાવળ ના કરો. તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. શનિ તુલા રાશિમાં ગોચર કરતો રહેશે. જૂન મહિનો મકર રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. તમારા વ્યક્તિત્વનું આકલન કરવું પડશે. ઘરેલુ સમસ્યાઓથી થોડીક રાહત રહેશે. કોઇના સહયોગથી કોઇ પણ કાર્યમાં લાભ થઇ શકે છે. વિરાસતમાં મળેલી સંપત્તિથી થોડીક અડચણો આવી શકે છે. તમારે દબાણમાં કાર્ય કરવુ પડી શકે છે. જેનાથી મન થોડુક ખિન્ન રહેશે. આર્થિક ભાર વધવાની આશંકા છે. નાની-નાની સમસ્યાઓથી ગભરાવવાની જરૂર નથી. કોઇ એવુ કાર્ય કરવુ પડશે, જેનાથી સાહસનો પરિચય કરવો પડશે.

1 જુલાઇ થી 31 જુલાઇ

1 જુલાઇ થી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવશે. શુક્ર 14 જુલાઇએ મિથુનમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. તમારે પ્રબુદ્ધ વ્યક્તિઓનો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે. ઘરેલુ સમસ્યાઓનો ભાર થોડોક ઓછો થશે. વાહન પર અત્યાધિક વ્યય થઇ શકે છે. અધિવક્તાઓ સાથે લેણ-દેણ ના કરો, પારિવારિક કારણોથી કોઇ જરૂરી મીટિંગ સ્થગિત કરવી પડી શકે છે. ધનિક વ્યક્તિઓ સાથે ટકરાવ થવાની આશંકા છે. ન્યાયિક કાર્યોમાં થોડીક પ્રગતિ થશે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્યની સાથે ભ્રમણ કરવાનું શરૂ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. કેટલાક વિચારેલા કાર્યો તમારા સપન્ન થશે. ધન અને ધર્મ બન્ને પ્રત્યે ઝુકાવ વધશે. રાજકીય કાર્યોમાં સફળતા મળવાના અણસાર છે છાત્રોને વાદ વિવાદ પ્રતિયોગિતામાં સામેલ થવાની તક મળી શકે છે. કોઇ કાર્યને પૂર્ણ કરીને જ બીજા કાર્યનો પ્રારંભ કરો. કોઇ નજીકની વ્યક્તિ સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. ભવિષ્ય પ્રત્યે મન ચિંતિત રહેશે. મહિલાઓ પોતાના દૈનિક કાર્યોને કરવામાં અસહજતા અનુભવશે. નાના બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. રચનાત્મક કાર્યો પ્રત્યે ઝુકાવ રહેશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરથી સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં આવવાથી મકર રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ ફળદાયક રહેશે. ઓફિસના કાર્યોમં સાવધાની રાખવી જરૂરી. પરોપકાર કરવાથી તમારુ મન પ્રસન્નચિત રહેશે. સમાજ સાથે જોડાયેલી યોજનાઓનો શુભારંભ શીધ્ર શરૂ થઇ શકે છે. બાળકો પ્રત્યે પ્રેમ વધશે. સાસરી પક્ષથી કોઇપણ પ્રકારનો સહયોગ મળી શકે છે. પરિવારમાં તમને માન સન્માન મળશે, જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. અત્યાધિક ખરીદી કરવી પડશે. આર્થિક બજેટ બગડી શકે છે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. આ મહિનો તમારા માટે અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તમામ સંબંધોમાં ભાવુકતા ના લાવો નહીંતર તમને કોઇ ઠગી શકે છે. પાડોસીઓની બરોબરી ના કરો નહીંતર આર્થિક બજેટ બગડશે. પરિવારની નાની-નાની વાતો પર ધ્યાન ના આપો નહીંતર બોલાચાલી થઇ શકે છે. સંબંદોમાં વૈચારિક મતભેદ આવી શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે ઝુકાવ રહેશે. બગડેલા કાર્યો બની શકે છે. સંયમથી કરેલા કાર્યોમાં સફળતા મળશે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. ગુરુની સીધી દ્રષ્ટિથી વિચારોમાં સ્થિરતા આવશે અને ધાર્મિકતા તરફ મન ખેંચાશે. કેટલીક અતીતની યાદોના કારણે મન અસ્થિર રહેશે. સંતાન તરફથી મન પ્રસન્ન રહેશે. ઘર ગૃહસ્થીના કાર્યોમાં પ્રગતિ થવાના સંકેત છે. લાંબી યાત્રાઓ ટાળવાનો પ્રયાસ કરો. જમીનના કાર્યમાં લાભ થવાની સંભાવના છે. હરવા ફરવાના કાર્યોમાં રસ રહેશે. વણમાગી સલાહ ના આપો. કઠીન પરિશ્રમ કરવો પડશે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. પરંતુ કેટલીક જવાબદારીઓનો ભાર વધી શકે છે. કોઇ ઉપહાર અથવા સન્માન મળશે. ઓફિસના કાર્યમાં અત્યાધિક વ્યસ્તતા રહેશે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે. 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય રાશિમાં આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. આ મહિને કેટલાક લોકો ભૂમિમાં રોકાણ કરી શકે છે. સંતાન તરફથી કોઇ ફરિયાદ મળી શકે છે. ઉંડા વિચારોથી કોઇ સમસ્યામાં સમાધાન મળશે. શિક્ષા સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. વ્યર્થ ભાગદોડમાં સમય વ્યતિત થશે. મિત્રો સાતે કોઇ ટોપિક પર વિચાર વિમર્શ થશે. રાજકિય મહત્વકાંક્ષામાં વૃદ્ધિ થશે. સામાજિક કાર્યોમાં તમે ભાગ લેશો. બાળકોને ધારદાર હથિયારોથી દૂર રાખો. રાત્રી જાગરણ કરવું પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X