Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મિથુનઃ ધન અને સમૃદ્ધિ લઇને આવશે 2014

મિથુન(કા,કી,કૂ,હી,ડ,છ,કે,કો,કા): લખનઉના જ્યોતિષ પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે 2014માં મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ. ગ્રહ નક્ષત્રોની વાત માનીએ તો આ વર્ષ ધન અને સમૃદ્ધિ લઇને આવશે. વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં બુધ મકર રાશિમાં આવશે ચંદ્રમાંને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધારે તમને જાન્યુઆરી પબ્લિક સેક્ટરમાં કામ કરનારાઓની આવકમાં વધારો કરશે. વર્ષની વચ્ચે અને અંતની વાત કરવામાં આવે તો ડોક્ટર, વકીલ, ટીચર, પત્રકાર અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મળશે.

વર્ષના મધ્યમાં બુધ સૂર્યની સાથે આવશે. શુક્ર મેષ રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. આ ગ્રહોની સ્થિતિમાં સૂર્ય પરાક્રમના ભાગ્યમાં સંપૂર્ણપણે તમારી સાથે હશે. મિથુન રાશિનો સૂર્ય વૃષભમાં થઇને દ્વાદશ ભાવમાં ગોચર કરશે, તેથી મેનો મહિનો તમારા માટે મધ્યમ ફળદાયક રહેશે. તમે જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો, સફળતા તમારા કદમ ચૂમશે.

વર્ષના અંતમાં તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક સિદ્ધ સાબિત થશે. ખોટા લોકોની સંગતથી તમારે બચવું નહીંતર નુક્સાન થઇ શકે છે. મામા પક્ષના સુખ સહયોગ પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્યોમાં રૂચી વધશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની લોકો પ્રશંસા કરશે. ઓછા સંશાધનોમાં જ તમે સારું પરિણામ આપવામાં સફળ થઇ શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ કેવું રહેશે આજનું વર્ષ.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાસિમાં આવશે. ચંદ્રમાંને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. જનતા સાથે જોડાયેલા મામલાઓથી ધન લાભ થઇ શકે છે. કોઇ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત થશે, પરંતુ અત્યાધિક આડંબરમાં ના ફસાઓ. પરિવારમાં વ્યવસાયિક યોજનાઓ પર વિચાર વિમર્શ થશે. અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ બનાવી રાખવું હિતાવહ રહેશે. અષ્ટમનો સૂર્ય તમને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે. મહિલાઓથી સાવધાન રહેવાની જરૂર છે. અન્યથા અકારણ બદનામીનો શિકાર થઇ શકો છો. સંપત્તિ વિગેરેને લઇને ભાઇઓ સાથે ઝઘડો થઇ શકે છે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંબ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્યની સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યામાંથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. મિથુન રાશિવાલાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. કોઇપણ કાર્યને તમે ધ્યાન લગાવીને નહીં કરો તો તમારે કોઇની સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડશે. સંતાન પ્રત્યે સાવધાની રાખો અન્યથા કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. હાલના સમયે વાહન વેંચવુ લાભકારી નથી. ભૌતિક સુખો તરફ મન આકર્ષિત થશે, પરંતુ મન માનીને રહેવું પડશે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 156 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાસિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. મિથુન રાશિ માટે માર્ચ મહિનો સારો સાબિત થશે. ભૌતિક સંશાધનોમાં વૃદ્ધિ થશે, જેનાથી પરિવારમાં પ્રસન્નતાનો માહોલ રહેશે. કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે ભાગ લેશો જેનાથી નાકારાત્મક વિચારો ઓછા થશે. ધનમાં વૃદ્ધિ થઇ શકે છે. સૌંદર્યતા પ્રત્યે વિશેષ આકર્ષણ ઉત્પન્ન થશે. કોઇ પ્રાકૃતિક શક્તિના ભયથી મન પરેશાન રહેશે. સામાજિક દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સાર્થક સાબિત થશે. પિતાનું સુખ અને સહયોગ પ્રાપ્ત હશે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલએ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવી જશે. શુક્ર કુંભ અને મંગળ કન્યામાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. 15 એપ્રિલ બાદ તમારો સમય બદલાશે. તમારો આત્મવિશ્વાસ વધશે. સામાજિક કાર્યો કરવા માટે મન ઉત્સાહિત રહેશે. કોઇ પાડોસી પ્રત્યે મન ઉદાસિન રહેશે. કોઇ મુલ્યવાન વસ્તુની ચોરી થવાની સંભાવના છે. કોઇ નજીકની વ્યક્તિ તમારી આશાઓની પૂર્તિ કરવામા મદદગાર સાબિત થશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેથી સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેથી મેષ રાશિમાં આવી જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. મિથુન રાશિવાલાઓનો સૂર્ય વૃષભથી થઇને દ્વાદશ ભાવમાં ગોચર કરશે તેથી મેનો મહિનો તમારા માટે મધ્યમ ફળદાયક રહેશે. ઘરેલુ મામલોમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. કાર્ય યોજનાઓમાં પ્રગતિ હશે. પદ, પ્રતિષ્ઠામાં કેટલીક અડચણો આવશે. તમારા નજીકના લોકો દ્વારા પરેશાન કરવામાં આવશે. ઘણા નવા લોકો તમારા સંપર્કમાં આવશે. ભાઇ બંધુ અથવા સંબંધીઓ સાથે કેટલીક સમસ્યાઓ તમને ઘેરી લેશે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશઇમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં આવશે. શનિ તુલામાં ગોચર કરતો રહેશે. લગ્નનો સૂર્ય તમારા વિચારોમાં ગતિ પ્રદાન કરશે, જેનાથી તમે નવી યોજનાઓને એક સારી દિશા આપવામાં સફળ થઇ શકશો, તમારે તમારી ચંચળતા પર કાબુ મેળવવો પડશે. સમયની ઉપયોગિતાનું મહત્વ સમજી શકશો. સકારાત્મક વિચારોનું આત્મબળ મજબૂત હશે.

ઘર અને પરિવારમાં ખુશાલીનું માહોલ ઉત્પન્ન થશે. ઘનનો ઉપયોગ શુભ કાર્યોમાં હશે. માનસિક શાન્તિ માટે તમે એકાંત શોધશો. કોઇને મળવાની સાથે મન પ્રેરિત કરી રહ્યાં છે, પરંતુ આ મહિનો મેળાપ માટે હિતકારી નહીં રહે. તમારા માતાજીને અપશબ્દો ના કહો અન્યથા બાદમાં આત્મગ્લાની અનુભવશો. કેટલાક નવા સંબંધો બનાવવાનો પ્રયાસ ના કરો. સલાહ લઇને કાર્ય કરો. કેટલાક લોકોને સમાજ પ્રત્યે મન ઉદ્વેલિત રહેશે. મહિલાઓએ પોતાના જીવન સાથી પ્રત્યે સહયોગાત્મક વલણ અપનાવશે. પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે. તમે તમારા પરિવાર સાથે દૂરની યાત્રા કરશે. જેનાથી તમારી માનસિક ચેતનાનો વિકાસ થશે. ભાઇઓ અને બહેનો પર ભરપૂર સહયોગ તમારી પ્રગતિ તરફ અગ્રેસર રહેશે. ધન સંબંધિત મામલાઓમાં કરવામાં આવેલા પ્રયાસ સાર્થક સાબિત થશે. તમે અત્યાધિક ધન ઉપાર્જન કરવાને લઇને માનસિક રીતે પરેશાન રહેશે. મહિલાઓ પોતાની શારીરિક ઉર્જાઓને વ્યર્થમાં ના વેડફો. નવા લોકોને રોજગારીના અવસર પ્રદાન થશે, જેનાથી તેમના પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. ઓફિસના કાર્યોને લઇને મન વ્યથિત રહેશે. પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધોમાં આનંદની અનુભૂતિ મહેસૂસ થશે.
1 જુલાઇ અને 31 જુલાઇ

1 જુલાઇ અને 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવશે. શુક્ર 14 જુલાઇએ મિથુનમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં આવશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. ચંદ્રને છોડીને તમામ ગ્રહો પોતાની યથાવતિ સ્થિતિમાં ભ્રમણ કરશે. પ્રતિયોગી પરિક્ષાઓ સાથે સંબંધિત છાત્રો માટે સમય અનુકુળ છે. નવા સંબંધો પર અત્યાધિક વિશ્વાસ ના કરે. વિરોધી તત્વ છૂપાઇને નુક્સાન પહોંચાડી શકે છે. સાંસ્કારિક સુખો અને મન આકર્ષિત થશે. કોઇ ગરીબ વ્યક્તિ અથવા સંસ્થાની મદદ કરવાને અવસર પ્રાપ્ત થશે. જેને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે.

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

18 ઑગષ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગષ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરતા રહેશે. મિથુન રાશિના જાતકો માટે ઑગષ્ટ મહિને અનેક લાભ લઇને આવશે કારણ કે સૂર્ય પોતાની સિંહ રાશિમાં થઇને ત્રીજા ભાવ પર ગોચર કરશે. ભાગ્યના પક્ષમાં મજબૂત આવશે અને તમે તમારા પરાક્રમ અને સાહસના જોરે ઘણુ બધુ અર્જીત કરવાનો પ્રયાસ કરશો અને સફળ પણ થશો. મિત્રો સાથે સુખ અને મનોરંજનની મજા લેવાની તક મળશે. ઘણા લોકોના વિવાહ યોગ બની રહેશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. ઓફિસમાં કોઇ વ્યક્તિ તમારો વિરોધ કરશે, જેને મુતોડ જવાબ આપવો જરૂરી છે. દૈનિક દિનચર્ચામાં કેટલાક અવસર પ્રાપ્ત થશે. રાજકીય લોકો પાસેથી કોઇ લાભ મળી શકે છે. તમે તમારા બાળકોને ધારદાર હથિયારથી દૂર રાખો.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબોર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબોર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. તમારી રાશિમાં સૂર્ય ચતુર્થમાં થઇને કન્યા રાશિમાં ભ્રમણ કરશે, જેના ફળ સ્વરૂપ ઓક્ટોબર મહિનો તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે. દૂરના લોકોના ઘરમાં આવવા જવાનું રહેશે, જેનાથી પિરવારમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે. સ્વંયને નિખારવાથી જીવનનું માર્ગદર્શન સ્વતઃ થવા લાગશે અને તમે પ્રગતિશીલ વિચારના ધની થઇ જશો. જીવનનો અનુભવ વધે છે, જ્યારે જીવન જ નહીં તો અનુભવ કયા કામનું તેથી ધૈર્ય અને લગ્નશીલતાને પોતાનું હથિયાર બનાવવું.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શનિ વૃશ્ચિકમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. વૃશ્ચિકનો સૂર્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરવામાં સહાયક સાબિત થશે. પરિવારર સાથે ડિસ્કસ કરવું જરૂરી છે. મનોરંજન કરવાના અવસર પ્રાપ્ત થશે. ખોટા લોકોની સંગતથી બચવું પડશે અન્યતા હાનિ થઇ શકે છે. મામા પક્ષનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્યોમાં રૂચી વધશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની લોકો પ્રશંસા કરશે. ઓછા સંસાધનોથી તમે સારું પરિણામ આપવામાં સફળ થઇ શકો છો.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. તમારા મનમાં એક પ્રકારનો પ્રશ્ન અને દુવિધાઓ ઉત્પન્ન થશે. સામાજિક કૂરીતિઓને જોઇને તમે દુઃખી તશો. કોઇ પ્રિયજન સાથે ભેટ થશે. ઘરેલુ આવશ્યક્તાઓની પૂર્તિ થશે. કોઇ વૃદ્ધ વ્યક્તિના સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. દિલ અને દિમાગમા અન્ર્તદ્વન્દ ચાલતુ રહેશે. વિચારેલા કાર્યો પૂર્ણ નહી હોવાના કારણે મન દુઃખ થશે. સ્પર્ધાનો દોર ચાલી રહ્યો છે, તેથી પ્રતિયોગી છાત્રો પોતાની પૂરતી એનર્જી આપવી પડશે. અત્યાધિક ભાવુકતાથી બચો અન્યથા હાનિ થઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X