નારીના વાળ જોઇ ખબર પડશે, કેવું છે તેનું વ્યક્તિત્વ..

Posted By:
Subscribe to Oneindia News

જ્યારે સ્ત્રીની સુંદરતાની વાત આવે ત્યારે તેના વાળના વખાણ ન થાય તે વ્યાજબી નથી. સ્ત્રીઓના વાળ પર અનેક કવિઓ અને શાયરો ન જાણે કેટલી કવિતાઓ અને શાયરીઓ લખી ગયા. સ્ત્રીના વાળમાં કેટલાય પ્રેમીઓ ગુંચવાઈ ગયા. જ્યારે કેટલાય સ્ત્રીની જુલ્ફોમાં તરી ગયા. પણ શું તમે ક્યાંય સાંભળ્યુ કે સ્ત્રીના વાળ તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. જે રીતે નખ, આંગળી, ચહેરો, હાથ-પગ પરથી સ્ત્રીઓ વિશે અનેક અનુમાન થયા છે, તેવી જ રીતે સ્ત્રીના વાળને આધારે તમે સ્ત્રીનો સ્વભાવ કેવો હશે તેનું અનુમાન લગાવી શકો છો.

લાંબા વાળ

લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ઘણી પ્રેક્ટિકલ હોય છે. પોતાના કામથી કામ રાખનારી આવી સ્ત્રીઓ હંમેશા પોતાનો સ્વાર્થ પહેલા જુએ છે. તેઓ પોતાના ઈમોશનને સરળતાથી લોકો સામે વ્યક્ત કરી શકે છે. આવી સ્ત્રીઓ સ્વભાવે રોમેન્ટિક હોય છે.

નાના વાળ
નાના વાળ ધરાવતી સ્ત્રીઓ સ્ટાઈલીશ હોય છે. પૈસે ટકે તેઓ અત્યંત ખર્ચાળ હોય છે, તેઓ છૂટથી પૈસા ખર્ચવામાં માને છે. જો કે દિલથી તેઓ અત્યંત નરમ હોય છે. પ્રેમ તેમના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. એવું કહી શકાય કે તેમના જીવનમાં પ્રેમને તેઓ પ્રાધાન્ય આપે છે.

ખભા સુધીના વાળ

ખભા સુધીના વાળ

ખભા સુધીના વાળ ધરાવતી સ્ત્રીઓ કુટુંબને જોડીને ચાલનારી હોય છે. પરિવાર તેમના માટે વધુ મહત્વ ધરાવે છે. જેની માટે તે બધુ જ ત્યાગ કરવા તૈયાર હોય છે. સ્વભાવે તેઓ ફેશન પ્રિય અને ખર્ચાળ પણ હોય છે. પણ તેમનુ હદય અત્યંત કોમળ હોય છે.

કર્લી વાળ

કર્લી વાળ

કર્લી વાળ વાળી સ્ત્રીઓ અત્યંત લાગણીશીલ હોય છે. તેઓ હંમેશા પોતાની લાગણીઓને કારણે જીવનમાં માર ખાય છે. અત્યંત લાગણીશીલ હોવું તેમની ખામી છે. પણ મદભાષી હોવાને કારણે તેઓ સરળાથી લોકોના દિલ જીતી લે છે.

સીધા વાળ

સીધા વાળ

સીધા વાળ ધરાવતી સ્ત્રીઓ બધાનું સાંભળે છે. પણ કરે તો માત્ર પોતાના મનનું જ છે. તેમના આ સ્વભાવને કારણે તેઓ ઘમંડી પણ ગણાય છે. જો કે ઉપરછલ્લી રીતે જ તેઓ ઘમંડી દેખાય છે પણ તેમનું દિલ તો કોમળ હોય છે. દરેકની ચિંતા કરનારી અને બધાને સાથે રાખીને ચાલનારી હોય છે.

પાતળા વાળ

પાતળા વાળ

પાતળા વાળ ધરાવનારી સ્ત્રીઓ ઈમાનદાર અને સાફ દિલની હોય છે. સ્વભાવે લાગણીશીલ હોય છે. પણ કોઈને કોઈ કારણે તેઓ હંમેશા ટીકાનો ભોગ બન્યા કરે છે. સ્વભાવે તેઓ થોડી જીદ્દી હોય છે. અને પોતાની જીદ પૂરીં કરવા માટે તેઓ કોઈ પણ હદ વટાવી જતી હોય છે.

જાડા વાળ

જાડા વાળ

જે સ્ત્રીના જેટલા જાડા વાળ તે તેટલી જ હોંશિયાર ગણાય છે. જો કે આવી સ્ત્રીઓ ઘણી ડોમિનેટ ટાઈપની હોય છે. તેઓ પોતાના જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરે છે. જાડા વાળ ધરાવનારી સ્ત્રીઓ સારી મિત્ર અને સારી જીવનસાથી સાબિત થાય છે.

English summary
your hairstyle can also reveal several things about you. So now you know why women are willing to invest so much time and money into their hair! Hair is extremely symbolic; it’s something that is deeply tied to one’s identity.
Please Wait while comments are loading...