G અક્ષર વાળા હોય છે ઈમાનદાર અને નિષ્ઠાવાન
જે લોકોનુ નામ અંગ્રેજી અક્ષર G થી શરૂ થતુ હોય તેઓ સિધ્ધાંતવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

જાણો G અક્ષરવાળા કેવા હોય છે?
- જે લોકોના નામ અંગ્રેજી અક્ષર G થી શરૂ થાય છે. તે લોકો સાફ દિલના હોય છે.
- તેઓ સ્વભાવે સીધા હોય છે, પોતાના સીધા સ્વભાવને કારણે તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- તેઓ હંમેશા ષડયંત્રનો શિકાર બની જાય છે.

- તેમ છતાં આ લોકો પોતાની ભૂલનુ પુનરાવર્તન નથી કરતા પરંતુ તેમાંથી શીખ મેળવી જીવનમાં આગળ વધે છે.
- તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે, તેઓ ઘણા શાંતિપ્રિય હોય છે. પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે બીજાનુ આઈ બને છે.
- તેમને જે કહેવુ છે તે ગોળ ગોળ ન ફેરવતા સ્પષ્ટ રજૂઆત કરે છે.

- તેમને જ્યાં સુધી કોઈ હેરાન ન કરે ત્યાં સુધી તેઓ કોઈને હેરાન કરતા નથી. તેઓ બદલો લેવાનો સ્વભાવ ધરાવતા નથી.
- તેઓ સ્વભાવે ઓછા બોલા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેઓ પોતાની ઈમાનદારી અને નિષ્ઠા માટે વખણાય છે.
- ઈશ્વર પ્રત્યે અત્યંત વિશ્વાસ ધરાવનાર અને ધર્મ-કર્મના કામમાં આગળ પડતા હોય છે.
- તેમનું લગ્નજીવન સુખમય રહે છે. જીવનસાથી તરફથી તેમને માન મળે છે.

- તેઓ પોતાના જીવનમાં જે ચાહ ધરાવે છે તેને મેળવી લે છે, પરંતુ તેમાં થોડો સમય લાગે છે.
- પોતાની મહેનતમાં વિશ્વાસ ધરાવનારા હોવાને લીધે તેઓ જીવનના સંધર્ષને સ્વીકારીને ચાલે છે. જેને કારણે તેમને મુશ્કેલીઓ આવતા એટલી તકલીફ થતી નથી.
- તેને તેઓ જીવનનો ભાગ માનીને ચાલે છે.
- તેઓ પોતાના સિધ્ધાંતોને વળગી રહેનારા હોય છે.

G અક્ષરના લોકોને પ્રેમ પર વધુ વિશ્વાસ હોતો નથી. પરિણામે આ નામના લોકો મોટે ભાગે અરેન્જ મેરેજ કરે છે. તેઓને પોતાની જવાબદારીઓનુ પૂરેપૂરું ભાન હોય છે અને તેને સારી રીતે નિભાવે પણ છે.












Click it and Unblock the Notifications
