અજીબો-ગરીબ છે કારથી સજેલી બાળકોની દુનિયા
કાર અને બાઇકનો ક્રેઝ દરેકને હોય છે. ખાસ કરીને બદલાતા વિશ્વમાં વીડિયો ગેમ્સ અને સિનેમાના વધી રહેલા ચલણના કારણે આ બાળકોના મનોરંજનના સાધનો પણ બદલાઇ ગયા છે. હવે તેમને ચાંદ તારાઓના બદલે કાર અને બાઇક્સમાં વધું મજા આવવા લાગી છે. જી હાં, હવે આ બાળકોનું મન રાખવા માટે તેમના માતા-પિતા તેમની રૂચી અનુસાર તેમની આસપાસની દુનિયા બદલવા લાગ્યા છે.
આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ નાના બાળકોની દુનિયામાં ઓટો વર્લ્ડને પકડ જમાવી છે. તમે કારને રસ્તા પર ફરતી જોઇ હશે, પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારા બાળકના રૂમ સુધી એ પહોંચી જાય તો. તો ચાલો તસવીરો થકી જોઇએ કેટલાક એવા પલંગો જેનો પ્રયોગ નાના બાળકો ઉંઘવા માટે કરે છે, તે કેટલી હદે ઓટો વર્લ્ડથી પ્રભાવિત છે.

બાળકોની દુનિયા પર કારની અસર
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ કેટલી હદે બાળકોની દુનિયા પર કારોની અસર થઇ રહી છે.

કન્સ્ટ્રક્શન વ્હીકલ
આ એક કન્સ્ટ્રક્શન વ્હીકલ છે. તમે સામાન્યતઃ આવા જેસીબીને કોઇ નિર્માણ પામી રહેલી ઇમારત પાસે જોયા હશે, પરંતુ હવે આ બાળકોના રૂમની શોભા બની ગયા છે.

સ્પોર્ટ કાર રૂપે બેડ
રેસિંગ વર્લ્ડ હંમેશાથી રોમાંચકારી રહ્યું છે અને તેની અસર બાળકો પર પણ પડી રહી છે. તમે જોઇ શકો છો કે કાર રેસિંગ ટ્રેકના વોલપેપર અને સ્પોર્ટ કાર રૂપે બેડ.

સ્પોર્ટ કારનો ક્રેઝ
બાળકોની અંદર વધારે સ્પોર્ટ કારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

લાલ રંગના ક્રિએટિવ બેડ
બાળકોને લાલ રંગ વધુ આકર્ષિત કરે છે, આ જ કારણે લાલ રંગના ક્રિએટિવ બેડનું ચલણ સૌથી વધારે છે.

બાળકોને આકર્ષે છે આવા બેડ
આવા બેડનું નિર્માણ કરવામાં હળવા લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે આ પ્લાયવૂડના બનેલા હોય છે.

જેવી પસંદ તેવો બેડ
આ બેડનું નિર્માણ બાળકોની પસંદને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેમ કે તેને કઇ ગાડી પસંદ છે કાર કે પછી બસ અથવા તો ટ્રક.

બાળકોની ઉમરના આધારે બેડ
આ બેડનો આકાર બાળકોની ઉમર પ્રમાણે કરવામાં આવે છે, નાના બાળકો માટે નાના અને મોટા બાળકો માટે મોટા.

શાનદાર રંગ અને ફૂલની પાંખડીઓથી સજેલો બેડ
શાનદાર રંગ અને ફૂલની પાંખડીઓથી સજેલા આ બેડને જોઇને દરેકના મનમા તેની આગોશમાં જવાનું મન કરવા લાગે છે.

ક્રિએટિવ બેડ્સ
આમ પણ ઘરને સજાવવું, એટલે કે ઇન્ટિરિયર ડેકોરેશનનું ચલણ વધી ગયું છે, તો આ ક્રિએટિવ બેડ્સને માત્ર બાળકો જ પસંદ નથી કરતા પરંતુ અભિભાવકોની વચ્ચે પણ તે ઘણા જ લોકપ્રિય છે.

મિલિટ્રી ઇન્સ્પાયર્ડ જીપ
આ છે શાનદાર મિલિટ્રી ઇન્સ્પાટર્યડ જીપ

ફૂલ ઓપન બેડ
ફૂલ ઓપન બેડ, તેનો આકાર અને સામેની ગ્રીલ જાણીતી એસયૂવી હેમરથી પ્રેરિત છે.

એનિમેશન ફિલ્મ કાર્સ
હૉલીવુડની એનિમેટેડ ફિલ્મોએ બાળકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બેડ જાણીતી હૉલીવુડ એનિમેશન ફિલ્મ કાર્સના એક પાત્રમાંથી બનાવવામા આવ્યો છે.

બેટમેનનો શાનદાર બેડ સેટ
સુપર નેચરલ પાવરથી ભરપૂર પાત્રો જેમ કે, સુપરમેન, સ્પાયડર મેન અતવા તો પછી બેટમેન બાળકોમાં ઘણા લોકપ્રિય છે. બાળકો તેને મળતી આવતી વસ્તુઓમાં પોતાની એક અલગ દુનિયા શોધી લે છે. આ છે બેટમેનનો શાનદાર બેડ સેટ.

કિંમત નથી હોતી વધારે
જોવામાં આવે તો આ બેડ્સની કિંમત સામાન્યતઃ વધુ હોતી નથી.












Click it and Unblock the Notifications
