લેન્ડરોવરે રજૂ કરી ફ્રીલેન્ડર 2
દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે અધિકૃત બ્રિટિશ વાહન નિર્માતા કંપની લેન્ડ રોવરે દેશમાં પોતાની શ્રેષ્ઠ એસયૂવી ફ્રીલેન્ડરને નવા અવતારમાં રજૂ કરી છે. ફ્રીલેન્ડર 2 પોતાના સેગ્મેન્ટની શ્રેષ્ઠ અને લગ્ઝરી એસયૂવીમાની એક છે. આ નવા સંસ્કરણમાં સૌથી મોટી વિશેષતા એ છે કે આ ફ્રીલેન્ડરનું નિર્માણ દેશમાં જ પુણે સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવશે.
નવી ફ્રીલેન્ડર 2 પોતાના પૂર્વના મોડલની તુલનામાં વધારે દમદાર અને લગ્ઝરીયસ કરવામાં આવી છે. કંપનીએ નવી ફ્રીલેન્ડર 2ને એક્સટીરિયરની સાથે જ ઇન્ટીરિયરમાં પણ ઘણી ફેરબદલ કરી બજારમાં રજૂ કરી છે. કંપનીએ દેશમાં ફ્રીલેન્ડર 2માં કુલ બે વેરિએન્ટ રજૂ કર્યા છે. જેની પ્રારંભિક કિંમત 38.67 લાખ રૂપિયા સુધી કરવામાં ગઇ છે. ઘણા જ આકર્ષક દેખાવ, દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર નવી ફ્રીલેન્ડર 2 દેશમાં ફરી એકવાર હવા સાથે વાતો કરવા માટે તૈયાર છે.
કંપનીની નવી ફ્રીલેન્ડર 2માં 2.2 લીટરની ક્ષમતાનું ટીડી4 એસઇ TD4 SE (150 PS) અને એસડી4 એચએસઇ SD4 HSE (190 PS) દમદાર એન્જીનનું પ્રયોગ કરવામાં આવ્યું છે. કંપનીએ ફ્રીલેન્ડર 2ના ઇન્ટીરિયરને પણ ઘણું ખાસ અને લગ્ઝરી રૂપ આપવામાં આવ્યું છે. આ એસયૂવીમાં 17 ઇન્ચના શ્રેષ્ઠ એલોય વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ભારતીય બજારમાં ફ્રીલેન્ડર ડીઝલની કિંમત
ફ્રીલેન્ડરના મોડલ----- કિંમત(એક્સ શોરૂમ મુંબઇ)
2.2 લીટર TD4 SE (150 PS)----38.67 લાખ
2.2 લીટર SD4 HSE (190 PS)--- 43.92 લાખ
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
